AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Visa Breaking News: H-1B અને F-1 વિઝાધારકો માટે મુશ્કેલી વધી! અમેરિકાના નવા Green Card નિયમોથી ભારતીયોમાં ચિંતા

અમેરિકાના નવા ઇમિગ્રેશન મેમો બાદ ભારતીય ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ, IT પ્રોફેશનલ્સ અને NRI પરિવારોમાં ચિંતા વધી છે. ગ્રીન કાર્ડ પ્રક્રિયા વધુ કડક બનતા કાયદેસર માર્ગ મુશ્કેલ બનશે. USCISના નવા મેમો મુજબ ગ્રીન કાર્ડ માટે સ્ટેટસ બદલવા માંગતા લોકોને પોતાના દેશમાં જઈ અરજી કરવાની ફરજ પડી શકે છે.

US Visa Breaking News: H-1B અને F-1 વિઝાધારકો માટે મુશ્કેલી વધી! અમેરિકાના નવા Green Card નિયમોથી ભારતીયોમાં ચિંતા
Breaking News US Immigration Memo May Impact Green Card and Temporary Visa Applicants From Gujarat IndiaImage Credit source: AI Generated
| Updated on: May 23, 2026 | 9:32 AM
Share

અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ગ્રીન કાર્ડ નિયમો બાદ ગુજરાતમાં પણ તેની ચર્ચા તેજ બની છે. ખાસ કરીને અમેરિકા જવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થીઓ, IT પ્રોફેશનલ્સ અને વર્ષોથી અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોમાં ચિંતા વધી ગઈ છે.

USCISનો નવો નિયમ શું કહે છે?

નવા નિયમો મુજબ સ્ટેટસ બદલવા ઇચ્છતા ઘણા વિદેશી નાગરિકોને હવે પોતાના દેશમાં જઈને ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પડી શકે છે.

આનો અર્થ એ થયો કે અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ માટે અરજી કરવી હવે પહેલાં જેટલી સરળ નહીં રહે. ખાસ કરીને ભારતીય અરજદારોને અમેરિકા છોડીને ભારત આવીને પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પડી શકે છે. USCISના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ પગલાંનો મુખ્ય હેતુ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને વધુ પારદર્શક અને કાયદા મુજબ બનાવવાનો છે.

ગ્રીન કાર્ડ માટે નવો નિયમ

સરકારનું માનવું છે કે ઘણા લોકો તાત્કાલિક વિઝા પર અમેરિકા જઈ ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરતા હોય છે. તેથી હવે નિયમોને વધુ કડક બનાવી પ્રક્રિયામાં નિયંત્રણ લાવવામાં આવી રહ્યું છે. એટલે કે હવે ગ્રીન કાર્ડ મંજૂરી માટે માત્ર લાયકાત પૂરતી નહીં રહે પરંતુ અરજદારની વ્યક્તિગત પરિસ્થિતિ અને અમેરિકામાં કરેલા યોગદાનને પણ મહત્વ આપવામાં આવશે.Trump Wall US Immigration Memo May Impact Green Card and Temporary Visa Applicants India

H-1B વર્કર્સ માટે ચિંતા

ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે આ મેમો ખાસ કરીને H-1B વર્કર્સ માટે ચિંતાજનક છે. અત્યાર સુધી ઘણા ભારતીય IT પ્રોફેશનલ્સ માનતા હતા કે કાયદેસર સ્ટેટસ જાળવી રાખવાથી અને તમામ નિયમોનું પાલન કરવાથી ગ્રીન કાર્ડ પ્રક્રિયા સરળ બની રહે છે. પરંતુ હવે અધિકારીઓને વધુ મહત્વ મળતા અરજી નકારી કાઢવાની શક્યતા પણ વધી શકે છે.

સ્ટુડન્ટ વિઝાના વિદ્યાર્થીઓ માટે ચિંતા

F-1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેલા વિદ્યાર્થીઓ માટે સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. કારણ કે વિદ્યાર્થી વિઝા મૂળભૂત રીતે “ટેમ્પરરી” હેતુ માટે આપવામાં આવે છે. જો આવા વિદ્યાર્થીઓ પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરે તો અધિકારીઓ તેમના અગાઉના નિવેદનો અને ઇરાદાઓ પર પણ ધ્યાન આપી શકે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે લાંબા સમયથી EB-2 અને EB-3 કેટેગરીમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય પરિવારો માટે આ પ્રક્રિયા હવે વધુ જટિલ બની શકે છે. જોકે અરજદારો માટે એક સકારાત્મક બાબત એ છે કે અમેરિકામાં કરેલા કામ, ટેક્સ રેકોર્ડ, સામાજિક યોગદાન, પરિવારિક સંબંધો અને કારકિર્દીમાં થયેલી પ્રગતિ જેવા મુદ્દાઓ હવે તેમના પક્ષમાં કામ કરી શકે છે.

ગુજરાતમાં US વિઝા માટેનો ક્રેઝ

ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો અમેરિકા અભ્યાસ, નોકરી અથવા સ્થાયી થવાના સપના સાથે જાય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં તો લગભગ દરેક ગામમાં અમેરિકા વસતા પરિવારો જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદેસર વિઝા પ્રક્રિયા લાંબી અને કઠિન બનતા કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાના પ્રયાસો પણ કર્યા હતા.US Immigration Memo May Impact Green Card and Temporary Visa Applicants

ખાસ કરીને “ડંકી રૂટ” તરીકે ઓળખાતા ગેરકાયદેસર માર્ગ દ્વારા અમેરિકા પ્રવેશવાના અનેક કેસોમાં ગુજરાતીઓના નામ સામે આવ્યા હતા. કેટલાક લોકોએ એજન્ટોને લાખો રૂપિયા ચૂકવીને મેક્સિકો અથવા કેનેડાના બોર્ડર મારફતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. અનેક વખત આવા લોકો પકડાયા હતા તો કેટલાકને ડિટેન્શન સેન્ટરમાં પણ રાખવામાં આવ્યા હતા.

આ નવા નિયમો અમલમાં આવ્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓ, IT કર્મચારીઓ અને અમેરિકામાં સ્થાયી થવાની યોજના બનાવતા લોકો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ વધુ લાંબો અને મુશ્કેલ બની શકે છે.

Breaking News: સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">