AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યું, DGCA એ ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી

દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસી ગઈ. અમૃતસરમાં પક્ષી અથડાવાના કારણે ગોઅરાઉન્ડ દરમિયાન આ ઘટના બની. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તાત્કાલિક જાણ ન કરવા બદલ અમૃતસર ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી છે.

Breaking News : એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઘુસ્યું, DGCA એ ATC અને પાઇલટ્સ સામે કાર્યવાહી કરી
Image Credit source: AI
| Updated on: Jun 25, 2026 | 8:22 AM
Share

એર ઈન્ડિયાનું એક વિમાન સોમવાર સાંજે દિલ્હીથી અમૃતસર જઈ રહ્યું હતુ. અમૃતસર એરપોર્ટ પર ઉતરતા પહેલા તે ગો-અરાઉન્ડ એટલે કે, ઉપર ચકકર લગાવી ફરી ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન વિમાન ભૂલથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યું હતુ. (DGCA)એ ભૂલ માટે અમૃતસર એર ટ્રાફિક કંટ્રોલ અને વિમાનના પાયલટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કારણ કે, તેમણે આ ઘટના તરત જણાવી નથી.

વિમાનને અમૃતસર એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી મળતા પહેલા રનવે પર પક્ષીની ટક્કરની (બર્ડ હિટ) આશંકાના કારણે થોડી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતુ. ગો-અરાઉન્ડ કરતી વખતે વિમાન થોડા સમય માટે પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં ચાલ્યું ગયું હતુ. પાકિસ્તાનના એટીસી સાથે વાત કરી વિમાન પરત દિલ્લી લાવવામાં આવ્યું હતુ. વિમાન સુરક્ષિત રીતે દિલ્હી લેન્ડ થયું હતુ. તેના થોડા સમય પછી અમૃતસર ગયું હતુ અને અહી સુરક્ષિત રીતે ઉતર્યું હતુ.

એર ઈન્ડિયાએ શું કહ્યું?

એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 22 જૂનના રોજ દિલ્લીના અમૃતસર જઈ રહેલી ફ્લાઈટ AI479ના ક્રુએ અમૃતસર એરપોર્ટ પર ગો-અરાઉન્ડના સમયે પાકિસ્તાનના એરસ્પેસનું થોડું ઉલ્લંધન કર્યું હતુ. સુત્રોના જણાવ્યા મુજબ આ ઘટના 22 જૂનના સાંજે 8 કલાક પછી બની હતી.

ડીજીસીએના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એર ઈન્ડિયાના વિમાન વીટી-પીપીવીને ઉતારવાની પરવાનગી આપતા પહેલા પક્ષી સાથે ટકરાવાની ઘટના બાદ રનવેના નિરીક્ષણના કારણે રાહ જોવાનું કહેવામાં આવ્યું હતુ. ડીજીસીએએ એટીસી અને ચાલક દળના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી વિશે કોઈ જાણકારી આપી નથી.

આ ઘટના બાદ પાકિસ્તાનના એટીસી અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી.છેલ્લે વિમાનનો રસ્તો બદલાવામાં આવ્યો હતો અને પરત દિલ્લી મોકલવામાં આવ્યું હતુ. વિમાન સુરક્ષિત રીતે દિલ્લી એરપોર્ટ પર આવ્યું હતુ. પાકિસ્તાને એપ્રિલ 2025માં ભારતીય વિમાન કંપનીઓ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે.

સમગ્ર ઘટના શું છે?

આ ઘટના 22 જૂનના રોજ મોડી રાત્રે બની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-479 સોમવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે દિલ્હી એરપોર્ટથી અમૃતસર એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. અમૃતસર એરપોર્ટ પહોંચ્યા પછી, ફ્લાઇટ ત્યાં ઉતરી ન હતી. ઘણી વાર ચક્કર લગાવ્યા પછી, વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતરવાને બદલે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું. એર ઇન્ડિયાએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">