Nepal plane crash : મોટી દુર્ઘટના ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થતાં 18ના મોત, પાયલોટ સારવાર હેઠળ
નેપાળના કાઠમંડુમાં ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થતાં 5ના મોત થયા છે. જાણકારી મુજબ ટેક ઓફ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. પ્લેનમાં ક્રુ મ્મેબર સિવાય 19 લોકો સવાર હતા,

કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર સૂર્યા એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. કાઠમંડુ વેલી પોલીસના જણાવ્યા અનુસાર, આગને કાબુમાં લેવાનો પ્રયાસો ચાલુ છે, જ્યારે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.પ્લેનમાં ક્રુ મ્મેબર સિવાય 19 લોકો સવાર હતા. નેપાળના સ્થાનિક મીડિયા અનુસાર કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શૌર્ય એરલાઇન્સના પ્લેનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પોખરા જનારું વિમાન ટેક ઓફ દરમિયાન રનવેથી બહાર નીકળતા આ ઘટના સર્જાય છે.
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal’s Kathmandu. Details awaited pic.twitter.com/tWwPOFE1qI
— ANI (@ANI) July 24, 2024
તમામ લોકોના મોત થવાની આશંકા
આ ઘટનાથી એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે,વિમાનમાં 15 યાત્રિકો અને 4 ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા, તમામ લોકોના મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જાણકારી મુજબ હજુ સુધી 5 મૃતદેહ મળી આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત છે.
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal’s Kathmandu
Details awaited pic.twitter.com/DNXHSvZxCz
— ANI (@ANI) July 24, 2024
કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે વિમાનની આગને કાબુમાં લઈ દીધી છે. કેપ્ટન જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તે સ્વસ્થ થયા બાદ તેને સમગ્ર ઘટના અંગે પુછપરછ કરવામાં આવશે.
અનેક ફ્લાઈટને ડાયવર્ટ
જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે,તેની હાલત કેવી ગંભીર છે. આ ઘટના બાદ અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે.આ દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે ત્રિભુવન એરપોર્ટ પર આવનારા વિમાનોના લખનૌ અને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવ્યા છે.