AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા, 7.4 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી, સુનામીનું એલર્ટ જાહેર

Earthquake In Japan: જાપાનમાં રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ ઉત્તરના બે શહેરો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. વડા પ્રધાન સનાઓ તકાઈચીએ નાગરિકોને ઉંચી જગ્યાઓ પર જવા વિનંતી કરી છે.

Breaking News : જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા, 7.4 ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી, સુનામીનું એલર્ટ જાહેર
| Updated on: Apr 20, 2026 | 2:46 PM
Share

જાપાનમાં ભૂકંપ આવ્યો છે.રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 7.4 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સૈનરિકુના વિસ્તારથી અંદાજે 100 કિલોમીટર દુર પાણીમાં હતુ. ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હોવાનો અંદાજ છે. આ ઝટકા બાદ જાપાનમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાનના હવામાન વિભાગનું કહેવું છે કે, ભૂકપ બછી હોક્કાઈડો અને ઈવાતેમાં આ સુનામી આવવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંન્ને વિસ્તારોમાંથી નાગરિકોને દુર જવાનું કહેવામાં આવ્યું છે. જાપાનમાં 7ની તીવ્રતાથી વધારે ભૂકંપને ગંભીરતાથી લેવામાં આવે છે.

જાપાનના સરકારી પ્રસારક એનએચકેનું કહેવું છે કે, વૈજ્ઞાનિકોએ જાપાનના મુખ્ય ટાપુના ઉત્તરીય ભાગમાં સ્થિત આઓમોરી પ્રીફેક્ચરના કિનારાથી 50 કિલોમીટર દૂર સુનામી જોઈ છે. આકારણે જાપાનને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે. સુનામીના અલર્ટ બાદ સમુદ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જહાજો કિનારા તરફ આવતા જોવા મળી રહ્યા છે.

ભૂકંપના ઝટકા આવ્યા બાદ જાપાનના પરમાણુ વીજ પ્લાન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સ્થાનિક વૈજ્ઞાનિકો ઓનાગાવા પરમાણુ વીજ પ્લાન્ટમાં કોઈપણ અસામાન્યતાની તપાસ કરી રહ્યા છે.જાપાનના વડા પ્રધાન, સનાઈ તાકાઈચીએ લોકોને ઊંચા સ્થાને જવા વિનંતી કરી છે. તેમણે આ કટોકટી દરમિયાન લોકોને ધીરજ રાખવાની પણ અપીલ કરી છે.

જાપાનમાં કેમ આવે છે આટલા ઝટકા ?

જાપાનમાં આ વર્ષે 6ની તીવ્રતાથી 3 ઝટકા આવ્યા હતા. 2025માં ભૂકંપના 1500થી વધારે ઝટકા જાપાનમાં આવ્યા હતા. સવાલ એ છે કે, જાપાનમાં આટલા ભૂકંપ કેમ આવે છે?જાપાનમાં 4 મોટા ટેક્ટોનિક પ્લેટ પર વસેલો એક દેશ છે. જે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયરનો ભાગ છે. આ તે સ્થાન છે જ્યાં પૃથ્વીની નીચેની પ્લેટો સતત એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી રહે છે. આ જ કારણ છે કે અહીં દર વર્ષે આશરે 1,500 ભૂકંપ નોંધાય છે.

વિશ્વભરમાં નાના મોટા ધરતીકંપ રોજ આવતા રહે છે. પૃથ્વીની અંદર હંમેશા ગતિવિધિ ચાલતી રહે છે. કેટલીકવાર ભૂકંપની તીવ્રતા એટલી ઓછી હોય છે કે તેને નોંધી પણ શકાતી નથી વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">