Afghanistan : કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, આશરે 200 લોકોના મોતના સમાચાર

કાબુલ (Kabul Blast)ના અલ્લાહુદ્દીન વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટને કારણે મસ્જિદની છત પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે.

Afghanistan  : કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, આશરે 200 લોકોના મોતના સમાચાર
કાબુલ મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ, અનેક લોકોના મોતના સમાચાર Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:14 PM

Kabul Blast News : અફઘાનિસ્તાન (Afghanistan) ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું છે.કાબુલ (Kabul Blast)ના અલ્લાહુદ્દીન (Serahi Alauddin Area) વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ (Blast)ને કારણે મસ્જિદની છત પડી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ જે સમયે મસ્જિદમાં આ બ્લાસ્ટ થયો તે સમયે મોટી સંખ્યામાં લોકો નમાજ માટે એકઠા થયા હતા.કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા

નોંધનીય છે કે 21 એપ્રિલે અફઘાનિસ્તાનથી પણ આવા જ સમાચાર સામે આવ્યા હતા. જ્યારે દેશના ત્રણ અલગ-અલગ ભાગોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતા. આ ત્રણ બ્લાસ્ટ કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં થયા હતા. મઝાર શરીફમાં એક શિયા મસ્જિદની અંદર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.  જેમાં બે બાળકો ઘાયલ થયા હતા. આ પહેલા 20 એપ્રિલે કાબુલમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બ વિસ્ફોટ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.

ગુરુવારે સાંજે થયેલા બે વિસ્ફોટોમાં 9 લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. બ્લાસ્ટ બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીફ (Mazar-e-Sharif) વિસ્તારમાં થયો હતો. તે જ સમયે, ટોલો ન્યૂઝ અનુસાર બંને વિસ્ફોટોમાં જાહેર પરિવહનને નિશાન બનાવવામાં આવ્યા હતા. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પ્રાંતીય આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે આ વિસ્ફોટોની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. નોંધનીય છે કે ગત ગુરુવારે મઝાર-એ-શરીફમાં થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી

આ પણ વાંચો :

ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ, અમદાવાદમાં અપાયું રેડ એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">