AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાન સાથેના ટકરાવ વચ્ચે ‘મોંઘવારી બોમ્બ’ ફૂટ્યો, મોંઘા તેલે આ દેશની ઊંઘ હરામ કરી

પશ્ચિમ એશિયાના યુદ્ધના મેદાનમાં ઈરાન સાથે સીધી ટક્કર લેવી આ શક્તિશાળી દેશને હવે આર્થિક રીતે ભારે પડી રહી છે. એક તરફ સરહદો પર તણાવ ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ આ દેશની અંદર 'મોંઘવારીનો પરમાણુ બોમ્બ' ફૂટ્યો છે.

Breaking News : ઈરાન સાથેના ટકરાવ વચ્ચે 'મોંઘવારી બોમ્બ' ફૂટ્યો, મોંઘા તેલે આ દેશની ઊંઘ હરામ કરી
| Updated on: Apr 10, 2026 | 8:53 PM
Share

ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકામાં મોંઘવારીએ અચાનક જોરદાર ઉછાળો લીધો છે. માર્ચ મહિનામાં મોંઘવારીનો દર 3.3% પર પહોંચી ગયો છે, જે છેલ્લા બે વર્ષની સૌથી ઊંચી સપાટી છે. તેલની કિંમતોમાં આવેલા તોતિંગ વધારાએ અર્થવ્યવસ્થા અને રાજનીતિ બંનેને હચમચાવી દીધા છે, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર પર દબાણ વધતું દેખાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે.

તેલના ઝટકાથી મોંઘવારી વધી

ઈરાન સાથેના તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય ખોરવાવાને કારણે તેલની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કે, આની સીધી અસર અમેરિકી મોંઘવારી પર પડી છે. ફેબ્રુઆરીની સરખામણીએ આ ઝડપી વધારો બજારના અંદાજ મુજબ જ હતો પરંતુ તેનો આંચકો ઘણો મોટો રહ્યો છે.

પેટ્રોલની કિંમતોએ ખેલ બગાડ્યો

મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ ગેસોલિનની કિંમતોમાં આવેલો 21% થી વધુનો ઉછાળો છે. ફ્યુઅલ કોસ્ટમાં આ તેજીએ ટ્રાન્સપોર્ટથી લઈને એવિએશન (વિમાન સેવા) સુધીના દરેક સેક્ટરનો ખર્ચ વધારી દીધો છે. કુલ મોંઘવારી વૃદ્ધિમાં લગભગ 75% યોગદાન માત્ર ઈંધણનું જ રહ્યું છે.

ફેડરલ રિઝર્વ માટે કપરા ચઢાણ

મોંઘવારીમાં આ ઉછાળાએ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત કરવાની શક્યતાઓને નબળી પાડી દીધી છે. પહેલા જ્યાં બજારને રાહતની આશા હતી, ત્યાં હવે ફેડરલ રિઝર્વે વધુ સાવધ વલણ અપનાવવું પડી શકે છે. કોર ઇન્ફ્લેશન (મુખ્ય મોંઘવારી) નું 2.6% સુધી પહોંચવું આ ચિંતામાં વધારો કરે છે.

ટ્રમ્પ કેમ બેકફૂટ પર આવ્યા?

ઊર્જાના ભાવોમાં ઉછાળો અને મોંઘવારીનું દબાણ સીધી રાજકીય અસર પણ બતાવી રહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પહેલાથી જ ટેરિફ અને જીઓ-પોલિટિકલ નિર્ણયોને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યું હતું. હવે મોંઘવારી વધવાથી સામાન્ય જનતાની નારાજગીનું જોખમ વધી ગયું છે, જેના કારણે સરકારનું આક્રમક વલણ નરમ પડતું દેખાઈ શકે છે.

સામાન્ય જનતા પર દબાણ વધ્યું

પેટ્રોલની કિંમતોમાં તેજ ઉછાળાથી અમેરિકી ગ્રાહકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ઘણા રાજ્યોમાં ઈંધણના ભાવ ઐતિહાસિક સપાટીની નજીક પહોંચી ગયા છે, જેના કારણે રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. આગામી સમયમાં તેની અસર ખાદ્ય ચીજો અને સર્વિસ સેક્ટર પર પણ જોવા મળી શકે છે.

શું આગળ મુશ્કેલી વધશે?

એકંદરે તેલની કિંમતોમાં થોડો ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ ઊંચા સ્તરે છે. સપ્લાય સામાન્ય થવામાં સમય લાગી શકે છે, જેના કારણે મોંઘવારીનું દબાણ ચાલુ રહી શકે છે. આ જ કારણ છે કે, બજાર અને નીતિ-નિર્માતાઓ બંને હાલમાં સાવચેત દેખાઈ રહ્યા છે.

ટ્રમ્પના ખોળામાં બેસ્યો ‘પાકિસ્તાની PM’ ! બેસતાની સાથે જ જોર-જોરથી…., વિશ્વાસ ના આવતો હોય તો જુઓ Video

Follow Us
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">