AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઈરાનનો ‘કાળ’ નજીક ! ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે શું કોઈ મોટું ‘સિક્રેટ મિશન’ નક્કી થયું છે?

શું મધ્ય પૂર્વમાં હવે એવું કંઈક થવા જઈ રહ્યું છે કે, જેની કલ્પના અત્યાર સુધી કોઈએ કરી નહોતી? ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગમાં એક એવો વળાંક આવ્યો છે કે, જેણે આખા વિશ્વના રાજદ્વારી સમીકરણો (Diplomatic Equations) બદલી નાખ્યા છે.

Breaking News : ઈરાનનો 'કાળ' નજીક ! ઈઝરાયેલ અને આરબ દેશો વચ્ચે શું કોઈ મોટું 'સિક્રેટ મિશન' નક્કી થયું છે?
| Updated on: Mar 31, 2026 | 8:09 PM
Share

ઈરાન સાથે ચાલી રહેલા ઈઝરાયેલના યુદ્ધમાં શું હવે આરબ દેશોની પણ એન્ટ્રી થવાની છે? આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે, આરબ દેશોના નેતાઓ સાથે નવા ગઠબંધન બની રહ્યા છે, જેઓ આપણી તરફથી મળીને લડવાની વાત કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, નેતન્યાહૂએ કેબિનેટ બેઠક દરમિયાન આ વાત કહી હતી.

નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે તેમજ ખાડી દેશો પર ઈરાની હુમલાઓ ચાલુ છે. એક દિવસ પહેલા ઈઝરાયેલના રાજદૂતે પણ દાવો કર્યો હતો કે, ખાડી દેશો ઈઝરાયેલ પાસે મદદ માંગી રહ્યા છે.

નેતન્યાહૂએ કહ્યું, ‘પહેલા મેં આરબ નેતાઓ સાથે ગુપ્ત વાતચીત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે, જેવી ઈરાનને તક મળશે, તે તમારા પર કબજો કરી લેશે અને તમારી સત્તા ઉખાડી ફેંકશે. તે સમયે તેમણે મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી પરંતુ આજે તેઓ આ વાત સમજી રહ્યા છે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘અમે આરબ દેશો સાથે એવા ગઠબંધન બનાવી રહ્યા છીએ, જેઓ અમારી સાથે મળીને લડવાની વાત કરી રહ્યા છે.’

ઈઝરાયેલના રાજદૂતે પણ કહી હતી આવી જ વાત

એક દિવસ પહેલા જ અમેરિકામાં રાજદૂત યેહિયલ લિટરએ એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ખાડી દેશો ઈઝરાયેલ પાસે મદદ માંગી રહ્યા છે. તેમણે દાવો કરતા કહ્યું હતું કે, ‘છેલ્લા એક મહિનામાં અમારા કેટલાક સાથીદારો વધુ નજીક આવ્યા છે. પછી તે UAE હોય કે બહેરીન, સાઉદી અરેબિયા હોય કે ઓમાન, મને લાગે છે કે તેઓ વધુ નજીક આવ્યા છે. અહીં સુધી કે, અમે કુવૈતની પણ નજીક આવ્યા છીએ. તેમણે અમારી પાસે મદદ માંગી છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલ અને તેના સાથી દેશો મળીને કામ કરતા રહેશે.

ખાડી દેશોમાં ઈરાનના હુમલા ચાલુ

28 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો, ત્યારે તેમાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા. ત્યારબાદ યુદ્ધ ફાટી નીકળ્યું અને ઈરાને બદલો લેવા માટે તે ખાડી દેશો પર હુમલો કરી દીધો, જ્યાં અમેરિકાના સૈન્ય મથકો છે. ઈરાને “સાઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત, બહેરીન સહિતના અનેક ખાડી દેશો” પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધી ખાડી દેશોમાં 20 લોકોના મોત થયા છે.

Breaking News : ડોનાલ્ડ ટ્રમ્પનો મિત્ર રાષ્ટ્ર માટે નવો ફતવો ! જો હોર્મુઝમાંથી ઈંધણ જોઈતુ હોય તો ઈરાન સામે લડો અથવા અમારી પાસેથી ખરીદો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">