AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂટાને ભારતીય નાગરિકો માટે કરી આ મોટી જાહેરાત, થશે મોટો ફાયદો

ભૂટાને પર્યટનને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતના પ્રવાસીઓને થશે. ભૂટાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે ડ્યુટી ફ્રી સોનું ખરીદી શકશે.

ભૂટાને ભારતીય નાગરિકો માટે કરી આ મોટી જાહેરાત, થશે મોટો ફાયદો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 1:42 PM
Share

Bhutan Duty Free Gold: ભૂટાન હવે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ડ્યૂટી ફ્રી સોનું વેચશે. ત્યાં જતા પ્રવાસીઓ પ્રવાસન ફી ભરીને અને ત્યાંના પ્રવાસન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકાઈને તેનો લાભ લઈ શકે છે. ભારતીયોને આનો ઘણો ફાયદો થશે કારણ કે ભૂટાનમાં મોટાભાગના પ્રવાસીઓ ભારતમાંથી જ જાય છે.ભૂટાનમાં પર્યટન માટે જનારા સૌથી વધુ લોકો ભારતીયો છે, તે જોતાં ભૂટાન સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ ફાયદો થવાનો છે.ભૂટાનના ન્યુઝ પેપર, કુએન્સેલ અનુસાર, ભૂટાની સરકારે આ નિર્ણય 21 ફેબ્રુઆરી, ભૂતાનના નવા વર્ષ પર લીધો હતો.

ન્યુઝ પેપરના અહેવાલમાં જણાવાયું છે કે તમામ SDF ( Sustainable Development Fee) ચૂકવનારા પ્રવાસીઓ સોનું ખરીદવા માટે પાત્ર છે જો તેઓ પ્રવાસન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત વિતાવે છે તો 1 માર્ચથી થિમ્પુ અને ફુંટશોલિંગથી સોનું ખરીદી શકાશે.

ધ વાયરના રિપોર્ટ અનુસાર, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોનાનું વેચાણ ડ્યુટી ફ્રી આઉટલેટ્સ દ્વારા કરવામાં આવશે જે સામાન્ય રીતે લક્ઝરી વસ્તુઓનું વેચાણ કરે છે અને ભૂટાનના નાણા મંત્રાલય હેઠળ આવે છે. રિપોર્ટ અનુસાર, પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, આ આઉટલેટ્સ ડ્યૂટી ફ્રી ગોલ્ડ પર કોઈ નફો નહીં કરે.

જો કે, આનો લાભ લેવા માટે, ભારતીય પ્રવાસીઓએ Sustainable Development Fee  તરીકે પ્રતિ દિવસ 1,200 રૂપિયા ચૂકવવા પડશે. પ્રવાસીઓએ ભૂટાનના પર્યટન વિભાગ દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવાનું રહેશે, ત્યારબાદ જ તેઓ આ લાભ મેળવી શકશે.

ટકાઉ વિકાસ ફી શું છે

2022માં, ભૂટાનની નેશનલ એસેમ્બલીએ એક કાયદો ઘડ્યો, જેમાં ભૂટાનની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પ્રવાસી કર ચૂકવવો ફરજિયાત બનાવ્યો. આ પ્રવાસન કરને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી ( Sustainable Development Fee SDF) કહેવામાં આવે છે.

ભારતીયોએ ભુતાનમાં SDF તરીકે પ્રતિ વ્યક્તિ 1,200 રૂપિયા ચૂકવવા પડે છે. અન્ય દેશોના પ્રવાસીઓએ 65-200ની ડોલર વચ્ચે ચૂકવણી કરવી પડે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના વર્તમાન નિયમો અનુસાર, એક ભારતીય પુરુષ વિદેશમાંથી રૂ. 50,000 (આશરે 20 ગ્રામ)નું સોનું લાવી શકે છે અને ભારતીય મહિલા વિદેશમાંથી રૂ. 1 લાખ (આશરે 40 ગ્રામ)નું સોનું લાવી શકે છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">