AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા કોવિડ વેરિયન્ટ ‘સ્ટ્રેટસ’નો પગપેસારો ! 19 રાજ્યોમાં વધ્યા કેસ, આ લક્ષણો દેખાય તો ચેતી જજો

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 19 રાજ્યોમાં ગંદા પાણીમાં XFG કોવિડ-19 વેરિયન્ટનું સ્તર વધુ જોવા મળી રહ્યું છે.

નવા કોવિડ વેરિયન્ટ 'સ્ટ્રેટસ'નો પગપેસારો ! 19 રાજ્યોમાં વધ્યા કેસ, આ લક્ષણો દેખાય તો ચેતી જજો
Image Credit source: fatido/E+/Getty Images
| Updated on: Oct 03, 2025 | 1:41 PM
Share

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, યુ.એસ. અને યુ.કે.ના 19 રાજ્યોમાં ગંદા પાણીમાં XFG કોવિડ-19 વેરિયન્ટનું સ્તર વધુ જોવા મળી રહ્યું છે. આ વેરિયન્ટનું પ્રમાણ નેવાડા, ઉટાહ, કનેક્ટિકટ અને ડેલવેરમાં સૌથી વધુ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, આ વેરિયન્ટને ‘સ્ટ્રેટસ’ તરીકે ઓળખવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘સ્ટ્રેટસ વેરિયન્ટ’ અને ‘NB.1.8.1’ જેને ‘નિમ્બસ’ તરીકે ઓળખવામાં આવે છે.

નિષ્ણાતો શું કહે છે?

મીડિયા રિપોર્ટસ અનુસાર, નવા કેસો હોવા છતાં પણ નિષ્ણાતો આ ફેલાવા અંગે ચિંતિત નથી. નિષ્ણાતોના મતે, આ વાયરસ સામાન્ય છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) ના નિષ્ણાત ડૉ. એલેક્સ એલને જણાવ્યું હતું કે, “સમય જતાં વાયરસમાં બદલાવ આવવો એક સામાન્ય પ્રક્રિયા છે.”

10 સપ્ટેમ્બર સુધીમાં, UKHSA માં પાછલા અઠવાડિયાની તુલનામાં સમગ્ર ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસના કેસોમાં 7.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે, કેટલા XFG વેરિયન્ટ સાથે જોડાયેલા છે તેનો હજુ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

‘સ્ટ્રેટસ’ XFG અને XFG.3 શું છે?

સ્ટ્રેટસના બે મુખ્ય (XFG અને XFG.3.) વેરિયન્ટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) XFG ને “વેરિયન્ટ અંડર મોનિટરિંગ” તરીકે નિયુક્ત કર્યું છે અને કહ્યું છે કે, વૈશ્વિક સ્તરે XFG નું જોખમ હાલ ઓછું છે.

સ્ટ્રેટસના લક્ષણો શું છે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, XFG અગાઉના ઓમિક્રોન વેરિયન્ટ કરતાં વધુ ગંભીર રોગ નથી. આ વેરિયન્ટમાં ગળામાં દુખાવો, ઉધરસ, તાવ અથવા શરદી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉબકા, ઉલટી અથવા ઝાડા થવાના લક્ષણો દેખાઈ આવે છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">