BLA એ ટ્રમ્પ પ્રશાસનને આપ્યો મૂંહતોડ જવાબ, પાકિસ્તાની આર્મી પર હુમલાઓ શરૂ રાખવાનુ કર્યુ એલાન
BLA ને ટ્રમ્પ દ્વારા આતંકી સંગઠન જાહેર કરાયા બાદ BLAની પ્રતિક્રિયા સામે આવી છે. તેમનુ કહેવુ છે કે તેમને આતંકી કહેવા બરાબર નથી. તેઓ માત્ર બલુચિસ્તાનની અંદર પાકિસ્તાની સેના, ફ્રન્ટીયર કોર, ગુપ્ત નેટવર્કને ટાર્ગેટ કરે છે.

અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા બાદ બલૂચ લિબરેશન આર્મી (BLA) રોષે ભરાઈ છે. BLA એ તેના એક જૂથ અને તેના ખાસ એકમ મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવાના નિર્ણયને નકારી કાઢ્યો છે. જૂથના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું હતું કે અમેરિકા બલૂચ સંઘર્ષ વિરુદ્ધ ઇસ્લામાબાદના ઔપનિવેશક નેરેટિવ સાથે જોડાઈ ગયુ છે. આનાથી તેમના અભિયાન પર કોઈ ફરક પડશે નહીં.
BLA પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું, ‘અમે પહેલાથી જ અમારી વિરુદ્ધ આવા પગલાની અપેક્ષા રાખતા હતા. BLA અમેરિકાના નિર્ણયથી આશ્ચર્યચકિત નથી અને ન તો તે દબાણમાં આવશે. BLA પાકિસ્તાનના લશ્કરી વર્ચસ્વ સામે પ્રતિકાર સેના તરીકે કામ કરે છે અને તેની માતૃભૂમિની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે. તે તેની લડાઈ ચાલુ રાખશે.’
પાકિસ્તાનનો કબજો ગેરકાયદેસર
BLA પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાને 1948 માં બલૂચિસ્તાન પર બળજબરીથી કબજો કર્યો હતો, જેની સામે અમે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું, ‘BLA નો સંઘર્ષ બલૂચ રાષ્ટ્રીય ગૌરવ માટે છે. BLA ને તેના ઉદ્દેશ્યને ન્યાયી ઠેરવવા માટે કોઈ બાહ્ય માન્યતા અથવા કોઈ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રની જરૂર નથી.
BLA એ કહ્યું છે કે તેના લડવૈયાઓ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર્પ્સ અને તેમના ગુપ્તચર નેટવર્કને નિશાન બનાવે છે. અમે ન તો પાકિસ્તાનના લોકો વિરુદ્ધ છીએ કે ન તો કોઈ વિશ્વ શક્તિ વિરુદ્ધ. અમારા હાથ સંપૂર્ણપણે અમારી માતૃભૂમિ પર કબજો જમાવી રહેલા પાકિસ્તાની સશસ્ત્ર દળો સામે ઉઠેલા છે.
અમે પીછેહઠ નહીં કરીએ
BLA પ્રવક્તાએ અમેરિકાને કડક સંદેશ આપ્યો કે અમે અમારી વૈચારિક અને લશ્કરી ‘ક્રાંતિ’થી પીછેહઠ નહીં કરીએ. અમેરિકાના આ પગલાને નકારી કાઢતા તેમણે કહ્યું કે જ્યાં સુધી બલુચ રાષ્ટ્રીય મુક્તિ અને સાર્વભૌમત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે અમારો સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રાખીશું. અમને કોઈ પણ વિશ્વ શક્તિ શું કહે છે તેનાથી ફર્ક નથી પડતો
BLA લગભગ ત્રણ દાયકાથી બલુચિસ્તાનમાં સક્રિય છે. તે ઈરાન અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં પણ સક્રિય છે. નિષ્ણાતો કહે છે કે 2006 માં પરવેઝ મુશર્રફના નેતૃત્વ હેઠળની સરકાર દરમિયાન બલુચ નેતા નવાબ અકબર બુગતીની હત્યા પછી આ બળવો વધુ તીવ્ર બન્યો હતો. તાજેતરના વર્ષોમાં, આ જૂથે પાકિસ્તાની સેના પર વારંવાર હુમલાઓ કર્યા છે.
