તાજ મહેલ કરતા ત્રણ ગણા મોટો આકાર, 8 KM પ્રતિ સેકન્ડની ઝડપ, પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે એસ્ટરોઇડ

તાજમહેલના કદના ત્રણ ગણા આકારનો એક ક્ષુદ્રગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે. તે રવિવારે મોડી રાત્રે પૃથ્વીની સૌથી નજીક પહોંચશે.

તાજ મહેલ કરતા ત્રણ ગણા મોટો આકાર, 8 KM પ્રતિ સેકન્ડની ઝડપ, પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે એસ્ટરોઇડ
પ્રતિકાત્મક તસવીર

યુએસ સ્પેસ એજન્સી નાસાએ (NASA) કહ્યું છે કે, તાજ મહેલના કદના ત્રણ ગણા આકારનો એક ક્ષુદ્રગ્રહ (Asteroid) પૃથ્વીની નજીકથી પસાર થશે. તે રવિવારે મોડી રાત્રે પૃથ્વીની (Earth) સૌથી નજીક પહોંચશે. નિયર અર્થ ઓબ્જેક્ટ (Near-Earth Object) 2008 GO20 8.2 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે.

આ દરમિયાન, પૃથ્વીથી તેનું અંતર 30 થી 40 લાખ કિ.મી. થઈ રહ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર, નિયર અર્થ ઓબ્જેક્ટ (NEO)એ સામાન્ય રીતે એસ્ટરોઇડ અથવા ધૂમકેતુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જે આપણી પૃથ્વીથી સૂર્યના અંતર કરતાં 1.3 ગણા કરતા ઓછા સમયમાં પસાર થાય છે. આ જ કારણ છે કે NEO તરફથી કોઈ ભય રહેતો નથી.

ઓડિશાના ભુવનેશ્વરમાં પઠાની સામંત પ્લેનેટોરિયમના ડેપ્યુટી ડિરેક્ટર ડો સુભેન્દુ પટનાયકે કહ્યું છે કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે, 2008 GO20નું પૃથ્વી સાથે ટકરાવવાની કોઈ શક્યતા નથી. પટનાયકે કહ્યું કે, આપણે ગભરાવાની કોઈ જરૂરત નથી અને અમે સુરક્ષિત રીતે કહી શકીએ છીએ કે તે પૃથ્વી પર નહીં ટકરાય.

આ ગ્રહ પૃથ્વીની નજીક 1935 અને 1977માં અનુક્રમે 19 લાખ કિમી અને 29 લાખ કિ.મી.ના અંતરેથી પસાર થઈ ચૂક્યો છે. તે સમયથી તે ઉડતો જતો રહ્યો અને ફરીથી પૃથ્વી તરફ આવ્યો નથી. આ વખતે તેનું અંતર લગભગ 45 લાખ કિ.મી.નું છે, જે પૃથ્વી-ચંદ્રના અંતરથી લગભગ 11 થી 12 ગણા વધારે છે. તેથી પૃથ્વી પર તેના ટકરાવાનો કોઈ ભય નથી.

29,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

પટનાયકે જણાવ્યું હતું કે, ભારતીય માનક સમય (IST) પર રવિવારે રાત્રે 11: 21 કલાકે 2008 GO20 પૃથ્વીની સૌથી નજીક હશે. તેમણે જણાવ્યું હતું કે, વિશાળ એસ્ટરોઇડની પહોળાઇ 97 મીટર અને લંબાઈ 230 મીટર છે. જે ચાર ફૂટબોલ મેદાન એકસાથે રાખવામાં આવે તેટલી હશે. તેમણે કહ્યું કે, એસ્ટરોઇડ સરેરાશ 29,000 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યો છે. જેનો અર્થ છે કે, તે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે.

 

આ પણ વાંચો: Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

Click on your DTH Provider to Add TV9 Gujarati