Trump Threat to Apple : ટ્રમ્પની એપલને ચોખ્ખી ધમકીથી ભારતમાં થશે નુકસાન! આ સેક્ટરને થશે મોટી અસર
ડોનાલ્ડ ટ્રમ્પે એપલને અમેરિકામાં આઈફોન ઉત્પાદન પાછું લાવવા ચેતવણી આપી છે, નહીંતર 25% ટેરિફ લગાડવાની ધમકી આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એપલના સીઈઓ ટિમ કુકને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો એપલ પોતાનો iPhoneનું ઉત્પાદન ભારતમાંથી ખસેડીને અમેરિકા નહીં લાવે, તો તેના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે.
ભારત માટે શું અર્થ?
ટ્રમ્પની આ ધમકીનો સીધી અસર ભારતના ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પડી શકે છે. હાલમાં એપલ ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહ્યું છે. Foxconn અને Tata Group જેવી કંપનીઓ સાથે મળીને એપલે દેશભરમાં લાખો નોકરીઓ ઊભી કરી છે.
‘મેક ઈન ઇન્ડિયા’ની સફળતાને લાગશે ઝાટકો?
ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ એપલએ દેશમાં પોતાનું ઉત્પાદન ઝડપથી વધાર્યું છે. ટિમ કુકે તાજેતરમાં જ જણાવ્યું હતું કે જૂન ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં વેચાયેલા મોટાભાગના iPhone ભારતમાં બનાવાયેલા હશે.
પરંતુ જો ટ્રમ્પના દબાણમાં આવીને એપલ પોતાનું ઉત્પાદન ભારતમાં ઘટાડે છે, તો તેનાથી \ દેશના ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે.
નોકરીઓ પર અસર
ભારતમાં હાલમાં એપલની મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ લગભગ 2 લાખથી વધુ લોકોને રોજગાર આપી રહી છે. જો ઉત્પાદન અમેરિકા ખસેડવામાં આવે છે, તો આ નોકરીઓ પર ખતરો ઊભો થઈ શકે છે. સાથે સાથે ભારતની ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેઇન પણ બાધિત થશે.
ટ્રમ્પની નીતિ અને નિશ્ચિતતા
જ્યારે ભારત સરકાર અને એપલના સ્થાનિક ભાગીદારો હજી પણ દેશમાં રોકાણ ચાલુ રાખવાનો દાવો કરે છે, ત્યારે ટ્રમ્પની ટેરિફ નીતિથી એક પ્રકારની અનિશ્ચિતતા ઊભી થઈ છે.
એપલ માટે પણ નિર્ણય મુશ્કેલ છે. જો તે ઉત્પાદન પાછું અમેરિકા લાવે છે, તો ઉત્પાદન ખર્ચ અને નફામાં ઘટાડો નોંધાઈ શકે છે.
