USAમાં વધુ એક ગુજરાતીની સિદ્ધી, લોસએન્જલસની આર્ટેસિયા સીટી ખાતે કાઉન્સીલમેન તરીકે ઉમેદવાર જાહેર, NRI પરિવારોમાં આનંદની લહેર

લોસએન્જલસ કાઉન્ટીની હદમા આવતી સીટીના વિસ્તારોની જવાબદારી તેમને મળી શકે છે. આર્ટેસિયા સીટી ખાતેથી યોગી પટેલ પ્રથમ ગુજરાતી છે કે જેમને રિપબ્લિક પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેની સત્તાવાર જાહેરાત આ જુન મહિનામાં કરવામાં આવશે.

USAમાં વધુ એક ગુજરાતીની સિદ્ધી, લોસએન્જલસની આર્ટેસિયા સીટી ખાતે કાઉન્સીલમેન તરીકે ઉમેદવાર જાહેર, NRI પરિવારોમાં આનંદની લહેર
Los Angeles: Yogi Patel adds another feather to his cap
Follow Us:
| Updated on: Feb 15, 2023 | 1:35 PM

જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં વસે સદાકાળ ગુજરાત એમનેમ નથી કહેવાતુ, અને આ કહેવતમાં સૂર પુરાવ્યો છે સવાયા ગુજરાતી એવા મૂળ સુરતના વતની અને હાલમાં લોસએન્જલસ ખાતે પોતાનું ઠેકાણુ બનાવનારા યોગી પટેલે કે જે છેલ્લા બે દાયકાથી વિદેશની ધરતી પર ગુજરાતી તરીકે પોતાનું, સમાજનું અને દેશનું નામ ઉજળુ કરી રહ્યા છે.

કોણ છે યોગી પટેલ

લોસએન્જલસ ખાતે છેલ્લા 20 વર્ષથી વસવાટ કરી રહેલા યોગી પટેલ મૂળ સુરતના છે અને કેમિકલ એન્જીયર પણ તેઓ વિદેશમાં રહીને જ ભણીને બન્યા છે. રિઅલ એસ્ટેટથી માંડીને હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે પોતાનું નામ કમાયુ છે તો કોમર્શિયલ બિલ્ડીંગ એક્ટિવીટીમાં પણ તેમનું નામ મોટુ માનવામાં આવે છે. હાલમાં જ તેમને આર્ટેસિયા ખાતેથી કાઉન્સીલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. એમ તો યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજીક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે.

સામાજીક સેવા સંસ્થાઓ અને એવોર્ડ

સામાજીક સેવા સંસ્થાઓની વાત કરીએ તો તેઓ સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં કો.ચેરમેન તરીકેની સેવા આપી રહ્યા છે. આ કોલેજમાં તેમણે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ઉભી કરેલી સેવાના કારણે જ ગુજરાત તેમજ દેશમાંથી લોસએન્જલસ ખાતે ભણવા આવનારાને સ્કોલરશિપથી લઈ રહેઠાણ માટે મોટી રાહત મળી હતી. તો છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકામાં તે પ્રેસિડેન્ટ કરીકે કામ કરી રહ્યા છે તો ઈન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસમાં તે એક્ઝિક્યુટીવ મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે લોસ એન્જલસ પીસ સેન્ટર, સીટી ઓફ હોમ કેન્સર હોસ્પીટલ ખાતે તે અનુક્રમે ડિરેક્ટર તરીકેની સેવા આપી રહ્યા છે.

પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
Video : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં થાય તમારું એક્સિડન્ટ

વિદેશની ધરતી પર પણ રાજકીય રીતે અગ્રેસર

વિદેશમાં પણ રાજકીય રીતે અગ્રેસર હોવાનું ગર્વ યોગી પટેલ અનુભવી રહ્યા છે. તે છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ પાર્ટીમાં લેવાયા બાદ તેમની પર આ વર્ષ માટે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે. સતત સેવાભાવના અને મોટા પાયા પર ભારતીય સમુદાય પણ તેમની સાથે સંકળાયેલા હોવાને લઈ તેમના માટે આ જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે. કાઉન્સીલમેન તરીકે અગર તે જીતે છે તો તેમની અંડરમાં 6 જેટલી સીટીની જવાબદારી આવશે.

એવોર્ડ અને સન્માન

યોગી પટેલ બિઝનેસમાં જેટલા અગ્રેસર મનાય છે તેટલા જ તે સામાજીક રીતે સન્માન મેળવવામાં પણ આગળ છે. તેમને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ મળ્યા છે. આઝાદીના 75માં વર્ષ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટીના સેનેટર કિમ યાંગ દ્વારા તેમને સન્માનિત કરાયા હતા તો સાઉથ ઈન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ મેળવ્યો, સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં 3 મિલિયન ડોલરનું ડોનેશન ભેગુ કરી આપવાને લઈ એજ્યુકેશન ક્ષેત્ર માટે સન્માન કરવામાં આવ્યું તો લોસ એન્જલસ કાઉન્ટીમાં ભારતીયોની પડખે રહીને તેમના માટે મદદરૂપ બની રહેનારા યોગી પટેલને 7 જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં મલી ચુક્યા છે.

જણાવવું રહ્યું કે લોસએન્જલસ કાઉન્ટીની હદમા આવતી સીટીના વિસ્તારોની જવાબદારી તેમને મળી શકે છે. આર્ટેસિયા સીટી ખાતેથી યોગી પટેલ પ્રથમ ગુજરાતી છે કે જેમને રિપબ્લિક પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેની સત્તાવાર જાહેરાત આ જુન મહિનામાં કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">