AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જીવંત અને સારી અવસ્થામાં, ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ ભારત વિરોધી વિદેશી અહેવાલોનો કર્યો પર્દાફાશ

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીએ ભારત વિરુદ્ધ પશ્ચિમી અહેવાલોનો પર્દાફાશ કર્યો છે. અહેવાલમાં યુકે અને યુએસ સંસ્થાઓની નકારાત્મકતાને પણ પ્રકાશિત કરવામાં આવી છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જીવંત અને સ્વસ્થ છે.

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જીવંત અને સારી અવસ્થામાં, ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ ભારત વિરોધી વિદેશી અહેવાલોનો કર્યો પર્દાફાશ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 2:03 PM
Share

આંતરરાષ્ટ્રીય મીડિયાના એક વિભાગથી અલગ, ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીએ ભારતના સામાજિક માળખાને લઈને ખૂબ જ સકારાત્મક અહેવાલ આપ્યો છે. ક્વાડ્રન્ટ ઓનલાઈનમાં પર યુનિવર્સિટી ઓફ સિડનીના એસોસિયેટ પ્રોફેસર સાલ્વાટોર બેબોન્સે લખ્યું છે કે, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા માત્ર જીવંત નથી પરંતુ ખૂબ જ સ્વસ્થ સ્વરૂપમાં છે. તેમણે પશ્ચિમી દેશોના ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો. જેમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે લોકતાંત્રિક ભારત એક રીતે હિન્દુ રાષ્ટ્ર બની ગયું છે.

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી

બેબોન્સે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, જ્યાં વિશ્વના લગભગ અડધા લોકો મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. ક્વાડ્રન્ટ ઓનલાઈનએ અહેવાલ આપ્યો છે કે, ભારતમાં સત્તારૂઢ ભાજપ હિન્દુત્વ પર ભાર મૂકે છે, કારણ કે તે પૂજા અને આસ્થાના સ્વરૂપોને ઓળખે છે.

આ પણ વાચો: શ્રીલંકાની ચીનને ફટકાર, કહ્યું- અમે અમારી જમીનને ભારતની સુરક્ષા માટે ખતરો નહીં બનવા દઈએ

‘હિન્દુ’ અને ‘ભારત’ શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા

‘હિન્દુ’ અને ‘ભારત’ શબ્દો મૂળ ભાષા સંસ્કૃતમાંથી આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’માં 2002ના ગુજરાત રમખાણોને ભ્રામક તથ્યો સાથે દર્શાવવામાં આવ્યા હતા. આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીના કારણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ પર સવાલો ઉઠી રહ્યા હતા.

બ્રિટનના ઈરાદા પર સવાલો ઉભા થયા

બ્રિટનના ઈરાદા પર સવાલ ઉઠાવતા બેબોન્સે કહ્યું કે, 6 ડિસેમ્બર, 2022ના રોજ બર્મિંગહામમાં 45 વર્ષીય મહિલાની ચુપચાપ પ્રાર્થના કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ભારતમાં અલગ-અલગ ધર્મના લોકો સાર્વજનિક વિસ્તારોમાં ભગવાનની પૂજા કરી શકે છે, તે પણ ખૂબ મોટા અવાજે આવું કરતા જોવા મળે છે.

બ્રિટન પર સામાજિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આરોપ

પોતાના રિપોર્ટમાં બ્રિટન પર નિશાન સાધતા બેબોન્સે કહ્યું કે, જો કોઈ દેશ પર ધર્મને લઈને સામાજિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આરોપ છે તો તે નાસ્તિક વલણ ધરાવતું બ્રિટન છે. જો કે, ક્વાડ્રેન્ટ ઓનલાઈન અહેવાલ આપ્યો કે આદરણીય પ્યુ રિસર્ચ સેન્ટરે ભારતને ધાર્મિક દુશ્મનાવટ માટે વિશ્વના સૌથી ખરાબ દેશ તરીકે સ્થાન આપ્યું છે. પ્યુ રિસર્ચ સેન્ટરે અમુક ચોક્કસ હેતુ માટે ભારતીય સંસ્થાઓ પર હુમલો કરી રહ્યું છે.

ભારતમાં લોકો તેમના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર

સિડની યુનિવર્સિટીના અહેવાલ મુજબ, મોટી સંખ્યામાં ભારતીયો કહે છે કે તેઓ તેમના ધર્મનું પાલન કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે, પરંતુ પ્યુ સંશોધન કેન્દ્રનો દાવો છે કે, હિન્દુ બહુમતી ધરાવતા દેશમાં કેટલાક મુસ્લિમો સાથે ભેદભાવની ફરિયાદો છે. ભારતને નિશાન બનાવનારાઓમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ઑફિસ ઑફ ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (OIRF), યુએસ સરકાર દ્વારા પ્રાયોજિત યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજન ફ્રીડમ (USCIRF) અને યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ ધ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ (OHCHR) નો પણ સમાવેશ થાય છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">