AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીના સમર્થનમાં ઉતરેલા અમેરિકી સાંસદ ચોતરફથી ઘેરાયા, કહ્યું – મારા દાદાનું અપમાન ન કરો

અમેરિકન સાંસદ રો ખન્નાએ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાનો વિરોધ કર્યો હતો. આ પછી તે લોકોએ તેમના પર નિશાન સાંધ્યુ હતુ. ત્યારે આ મામલે રો ખન્નાએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીના સમર્થનમાં ઉતરેલા અમેરિકી સાંસદ ચોતરફથી ઘેરાયા, કહ્યું - મારા દાદાનું અપમાન ન કરો
American MP came in support of Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 10:23 AM
Share

ભારતીય-અમેરિકન સાંસદ રો ખન્નાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં બોલવા બદલ સોશિયલ મીડિયા પર ખેંચતાણ શરુ થઈ છે. રાહુલ ગાંધીના સંસદ પદ જવાના મુદ્દે રો ખન્નાએ અગાઉ કહ્યું હતું કે તેમને સંસદમાંથી હાંકી કાઢવા એ ભારતના મૂલ્યો સાથે વિશ્વાસઘાત છે. આના પર ઘણી જાણીતી હસ્તીઓએ અમેરિકન સાંસદ પર સોશિયલ મીડિયા પર ક્લાસ લગાવ્યો અને તેમને યાદ અપાવ્યું કે તેમના દાદાએ ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીને ટેકો આપ્યો હતો. આ પછી રો ખન્નાએ કહ્યું કે મને જે કહેવુ હોય તે કહો, પણ મારા દાદાનું અપમાન ન કરો.

રો ખન્નાના રાહુલ ગાંધીના સમર્થન પર, ફિલ્મ અભિનેતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર લખ્યું, “શું તે તમારા દાદા ન હતા જેમણે ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધીને ટેકો આપ્યો હતો?” હંમેશા ફાસીવાદી નિર્ણયોને સમર્થન આપ્યું છે? બીજી જગ્યાએ લખ્યું છે, રો (ખન્ના) એ ભૂલી ગયા હોય તેમ લાગે છે કે અમરનાથ વિદ્યાલંકર (તેમના દાદા), કોંગ્રેસના વફાદાર હતા અને કટોકટીના મુશ્કેલ સમયમાં ઈન્દિરા ગાંધી સરકારને ટેકો આપ્યો હતો.

‘સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરશો નહીં’

અમેરિકી સાંસદ ઘેરાતા જવાબ આપતા તેમણે લખ્યું હતુ કે , “લાલા લજપત રાય માટે કામ કરનારા મારા દાદાને બદનામ કરતા લોકો 1931-32 અને 1942-45માં જેલમાં હતા અને ઇમરજન્સી વિરુદ્ધ સંસદમાં બોલ્યા તે જોઈને દુઃખ થાય છે. તેમને બે પત્રો લખ્યા. ઈન્દિરા ગાંધી ગયા પછી. મને જે કહેવું હોય તે કહો પણ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પર હુમલો ન કરો. હકીકતો મહત્વની છે.”

કેમ ઘેરાયા વિદેશી સાંસદ?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરતની એક અદાલતે ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. શુક્રવાર (24 માર્ચ) ના રોજ, લોકસભા સચિવાલયે આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી હતી.

રો ખન્નાએ આ નિર્ણય પર લખ્યું, “રાહુલ ગાંધીને સંસદમાંથી હાંકી કાઢવા એ ગાંધીવાદી ફિલસૂફી અને ભારતના ઊંડા મૂલ્યો સાથે ઊંડો વિશ્વાસઘાત છે. આ તે નથી જેના માટે મારા દાદાએ વર્ષો સુધી જેલમાં બલિદાન આપ્યું હતું. નરેન્દ્ર મોદી તમારી પાસે આ નિર્ણયને પાછો ખેંચવાની શક્તિ અમારી પાસે છે. ભારતીય લોકશાહીની ખાતર.”

કોણ છે રો ખન્ના?

રો ખન્ના એક ભારતીય-અમેરિકન રાજકારણી છે. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના છે અને હાલમાં યુએસ કોંગ્રેસના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય છે. તેમને વર્ષ 2024 માટે અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર રો ખન્ના આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">