અમેરિકાની ફસ્ટ લેડી Jill Bidenને થયો કોરોના, પતિ જો બાઈડન સાથે માણી રહી હતી વેકેશન

અમેરિાકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની જીલ બાઈડન (Jill Biden) કોરોના પોઝિટિવ આવી છે. જણાવી દઈએ કે બન્ને હાલ વેકેશન પર ગયા હતા. ત્યારે જો બાઈડનના સ્વાસ્થ અંગે પણ ચિંતા વધી છે.

અમેરિકાની ફસ્ટ લેડી Jill Bidenને થયો કોરોના, પતિ જો બાઈડન સાથે માણી રહી હતી વેકેશન
America First Lady Jill Biden contracted Corona
Image Credit source: file photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 16, 2022 | 11:49 PM

અમેરિકાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમેરિકાની ફસ્ટ લેડી એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની (Joe Biden) પત્ની જીલ બાઈડન (Jill Biden) કોરોના પોઝિટિવ આવી છે. આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, તેમનામાં કોરોનાના હળવા લક્ષણ દેખાય રહ્યા છે. આ લક્ષણ અમેરિકાની ફસ્ટ લેડી જીલ બાઈડનમાં સોમવારે જ દેખાવા લાગ્યા હતા. તે સમયે તેઓ પોતાના પતિ જો બાઈડન સાથે કેલિફઓર્નિયામાં વેકેશન માણી રહી હતી. તેઓ ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી કોરોન્ટાઈન રહેશે. તેમને જરુરી દવા આપવામાં આવી રહી છે. અને ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

વ્હાઈટ હાઉસની એક પ્રેસ રીલીઝમાં જણાવ્યુ છે કે, જો બાઈડનનો કોરોના રિર્પોટ મંગળવારે નેગેટિવ આવ્યો છે. પણ સેન્ટર્સ ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના દિશા નિર્દેશન અનુસાર તેઓ ઘરમાં જ 10 દિવસ માસ્ક પહેરીને રહેશે. આ પહેલા તેઓ કોરોના સંક્રમિત થયા પછી જો બાઈડન 7 ઓગસ્ટના રોજ સંક્રમણ મુક્ત થયા હતા. હવે લોકોની નજર જીલ બાઈડનના સ્વાસ્થ્ય પર છે.

જીલ બાઈડનના કાર્યક્રમો રદ્દ

જીલ બાઈડને પોતાના પતિ જો બાઈડનની સાથે જ 2 વાર કોરોનાની વેક્સીન ફાઈઝરના ડોઝ લીધા હતા. હવે જીલ બાઈડન સપ્તાહના અંતે નક્કી કરેલી ફલોરિડા યાત્રા નહીં કરે. તેમણે આ પહેલા સેનામાં સામેલ થવા માટેનીના અભિયાનને સમર્થનમાં ઓરલેન્ડોમાં વોલ્ટ ડિન્જી વલ્ડ રિર્જોર્ટમાં ગુરુવાર રાત્રે અને શુક્રવારે થનાર કાર્યક્રમોમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી. જીલ બાઈડનના સંપર્કમાં આવેલા લોકોની માહિતી લેવામાં આવી છે. હવે તકેદારીના ભાગ રુપે તેમના પણ કોરોના કેસ કરવામાં આવશે અને કોરોન્ટાઈન કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની ખાસ દેખરેખ રાખવામાં આવશે.

ઘણા કાર્યક્રમોમાં હાજરી આપે છે જીલ બાઈડન

અમેરિકાની ફસ્ટ લેડી તરીકે તે અમેરિકાના અનેક શહેરોના પ્રવાસ કરીને લોકો સાથે મળે છે. લોકોને પ્રોત્સાન આવાનુ કામ કરે છે. છેલ્લા ઘણા સમયથી તે લોકોના સંપર્કમાં આવી હતી.3 જૂન, 1951માં જન્મેલી જીલ બાઈડન એક શિક્ષક છે. તે 2009થી ઉત્તરીય વર્જિનિયા કોમ્યુનિટી કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર છે.તેમણે અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી અને ડેલવેર યુનિવર્સિટીમાંથી શિક્ષણમાં ડોક્ટરલની ડિગ્રી, તેમજ વેસ્ટ ચેસ્ટર યુનિવર્સિટી અને વિલાનોવા યુનિવર્સિટીમાંથી શિક્ષણ અને અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati