એમેઝોનના માલિક જેફ બેઝોસ હવે બનાવી રહ્યાં છે ચંદ્ર પર ફરવાનો પ્લાન!

લગભગ 50 વર્ષ પહેલા NASAના 2 અંતરીક્ષયાત્રી ચંદ્ર પર ગયા હતા. ત્યારબાદ કોઈએ ચંદ્ર સુધીની સફર કરી નથી. તે અપોલો 17 લુનર મોડયુલથી ચંદ્ર પર પહોંચ્યા હતા. હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસ ચંદ્ર પર સામાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યાં છે. તે લોકોને પણ 2024 સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવા […]

એમેઝોનના માલિક જેફ બેઝોસ હવે બનાવી રહ્યાં છે ચંદ્ર પર ફરવાનો પ્લાન!
Follow Us:
| Updated on: May 11, 2019 | 8:59 AM

લગભગ 50 વર્ષ પહેલા NASAના 2 અંતરીક્ષયાત્રી ચંદ્ર પર ગયા હતા. ત્યારબાદ કોઈએ ચંદ્ર સુધીની સફર કરી નથી. તે અપોલો 17 લુનર મોડયુલથી ચંદ્ર પર પહોંચ્યા હતા.

હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસ ચંદ્ર પર સામાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યાં છે. તે લોકોને પણ 2024 સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવા ઈચ્છે છે.

TV9 Gujarati

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

એક કાર્યક્રમમાં તેમને જણાવ્યું કે બ્લુ ઓરિજિનના બ્લુ મૂન દ્વારા તે ચંદ્ર પર જવાનું સપનું સાકાર કરવા માગે છે. તેમને કહ્યું કે છેલ્લાં 3 વર્ષથી તે આ યોજના પર કામ કરી રહ્યાં છે. ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ 21 કિલોમીટરનું મોટુ મેદાન છે. જ્યાં વધારે પ્રમાણમાં વોટર આઈસ અને તડકો પણ આવે છે. તેમને જણાવ્યું કે પાણીથી હાઈડ્રોજનને અલગ કરીને ઈંધણ પણ બનાવી શકાય છે.

તેમને કહ્યું કે બ્લૂ મૂન હાઈડ્રોજનથી ચાલશે તેથી ચંદ્રના આઈસ વોટર તેમાં કામ આવી શકશે. આ યાન 15 હજાર કિલોનું હશે જે ચંદ્ર પર લેન્ડ કરતી વખતે 3100 કિલોનું જ રહેશે. તેમાં એક મોટું સ્ફેકિકલ ટેન્ક હશે અને તેના માટે 4 લેન્ડિંગ પેડ તૈયાર કરવામાં આવશે. બેઝોસે આ પ્રોજેક્ટને લોન્ચ કરવાની તારીખ નથી જણાવી પણ કહ્યું કે 2024 સુધી આ સંભવ થઈ શકે છે.

આ પણ વાંચો: નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

તેમને વધુમાં જણાવ્યું કે હવે ફરી ચંદ્ર પર જવાનો સમય છે. બ્લૂ મૂનની પાસે પહેલેથી જ 6 ગ્રાહક છે. તેમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પણ સામેલ છે. તે સિવાય પણ જેફ બેઝોસનું બ્લૂ ઓરિજિન 2 મોટા પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે.

તેમાં એક ‘ન્યૂ શેફર્ડ’ છે. જેમાં રોકેટ દ્વારા લોકોને અંતરિક્ષની મુસાફરી કરાવવાની યોજના છે. તેમને કહ્યું કે 2021 સુધી આ પ્રોજેકટ શરૂ થઈ જશે. ગયા વર્ષે તેની પહેલી ઉડાન ભરી હતી અને અંતરીક્ષમાં લગભગ 106 કિલોમીટર સુધી ગયુ હતુ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">