Alibabaનાં ભારતમાં પાટીયા પડી ગયા, UC Browserનું કામકાજ ગુરૂગ્રામ અને મુંબઈમાં બંધ કર્યું, ઓફીસો બંધ કરી દેવાઈ, ભારત સરકારે બેન કરેલી 59 ચીની એપ્લિકેશનની અસર દેખાવી શરૂ

|

Jul 15, 2020 | 6:35 PM

ચાઈનીઝ કંપની અલીબાબાએ તેના ભારતનાં UC browserનાં ઓપરેશનને બંધ કર્યું છે. ગુરૂગ્રામ અને મુંબઈમાં આવેલી તેની ઓફિસોને તાળા લાગી ગયા છે. ભારત સરકારે ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન પર બેન લગાડ્યા બાદ હવે તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ચીનની સૌથી મોટી ઈ કોમર્સ કંપની અલીબાબા (Alibaba)એ ભારતમાંથી UC Browser અને  UC Newsનો વેપાર બંધ […]

Alibabaનાં ભારતમાં પાટીયા પડી ગયા, UC Browserનું કામકાજ ગુરૂગ્રામ અને મુંબઈમાં બંધ કર્યું, ઓફીસો બંધ કરી દેવાઈ, ભારત સરકારે બેન કરેલી 59 ચીની એપ્લિકેશનની અસર દેખાવી શરૂ
http://tv9gujarati.in/alibaba-e-bharat…sernu-kaam-bandh/

Follow us on

ચાઈનીઝ કંપની અલીબાબાએ તેના ભારતનાં UC browserનાં ઓપરેશનને બંધ કર્યું છે. ગુરૂગ્રામ અને મુંબઈમાં આવેલી તેની ઓફિસોને તાળા લાગી ગયા છે. ભારત સરકારે ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન પર બેન લગાડ્યા બાદ હવે તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ચીનની સૌથી મોટી ઈ કોમર્સ કંપની અલીબાબા (Alibaba)એ ભારતમાંથી UC Browser અને  UC Newsનો વેપાર બંધ કરી દીધો છે. UC Browserનાં કર્મચારીઓને ઔપચારીક ધોરણે કહેવાઈ ગયું છે કે કંપની તેના ભારતમાં રહેલા ઓપરેશન્સ બંધ કરી રહી છે. ગુરૂગ્રામ અને મુબઈની ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. UC Browserનાં કર્મચારીઓને પણ કહી દેવામાં આવ્યું છે કે કંપની તેના ઓપરેશન્સ બંધ કરવાનાં ફેસલા સામે વળતર ચુકવશે.

જણાવી દઈએ કે યુસી બ્રાઉઝર Alibabaની અંડરમાં કામ કરે છે કે જે ભારતમાં ગૂગલ (Google) પછી સૌથી વધારે વપરાતી એપ હતી. Alibaba દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપનીમાંથી એક છે કે જેના સ્થાપક જેક મા (Jack Ma) છે. આપને જણાવી દઈએ કે ભારત સરકારે આંતરિક સુરક્ષાનો હવાલો આપીને ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ બધી કંપનીઓને સરકારે પોતાનો પક્ષ રાખવા માટે કીધું હતું. આ વચ્ચે અલીબાબાએ કોઈને પણ સફાઈ આપ્યા વગર સીધો જ વેપાર સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Next Article