એર ઈન્ડિયાએ 5G રોલઆઉટ બાદ ફરી યુએસ ફ્લાઈટ્સ શરૂ કરી, જાણો સમગ્ર વિગત

એર ઈન્ડિયા આજથી યુએસ ફ્લાઇટ ફરી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસમાં એર ઈન્ડિયાએ યુએસમાં 5G રોલ આઉટ સંબંધિત સુરક્ષાને ધ્યાને લઈને આ કામગીરી બંધ કરી હતી.

એર ઈન્ડિયાએ 5G રોલઆઉટ બાદ ફરી યુએસ ફ્લાઈટ્સ શરૂ કરી, જાણો સમગ્ર વિગત
Air India Flight (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 11:54 AM

Air India : એરલાઈનના અધિકારીઓએ (Airline Officer) જણાવ્યુ હતુ કે, યુએસ દ્વારા 5G રોલઆઉટ બાદ એર ઈન્ડિયાએ યુએસ ઓથોરિટીની (US Authority) મંજૂરી બાદ 21 જાન્યુઆરીથી દેશમાં B777 કામગીરી ફરી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે 5G રોલઆઉટને કારણે એર ઈન્ડિયાએ અગાઉ યુએસએની આઠથી વધુ ફ્લાઈટ્સ રદ કરી હતી.

એર ઇન્ડિયાએ આઠ ફ્લાઇટ્સ રદ કરી હતી

ઉલ્લેખનીય છે કે બોઈંગે એર ઈન્ડિયાને USમાં B777 પર સંચાલન કરવાની મંજૂરી આપી છે. તે મુજબ શુક્રવારે સવારે પ્રથમ ફ્લાઈટ જોન એફ કેનેડી માટે રવાના થઈ છે. સાથે જ અન્ય ફ્લાઈટ્સ શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો રવાના થશે. હાલ ફસાયેલા મુસાફરોને લઈ જવાની વ્યવસ્થા પર કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ બુધવારે, USમાં 5G વાયરલેસ નેટવર્કના રોલઆઉટ બાદ ભારતે એર ઈન્ડિયાની આઠ ફ્લાઈટ્સ રદ કરી હતી.

અગાઉ એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને  જણાવ્યુ હતુ કે, “યુએસએમાં 5G સંચારની કામગીરીને કારણે, અમે 19 જાન્યુઆરીની નીચેની ફ્લાઇટ્સનું સંચાલન કરી શકીશું નહી”

5G ઈન્ટરનેટ સેવાને કારણે ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી

એર ઈન્ડિયાએ ઉત્તર અમેરિકામાં 5G ઈન્ટરનેટ સેવાને કારણે બુધવારે ભારત-યુએસ રૂટ પર આઠ ફ્લાઈટ્સ રદ કરી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે યુએસ એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યુ હતુ કે, B777 સહિત ચોક્કસ પ્રકારના એરક્રાફ્ટમાં ફીટ કરાયેલા રેડિયો અલ્ટિમીટર 5G સેવાઓથી પ્રભાવિત થશે નહીં.

આ પણ વાંચો : Boeing Aircrafts: બોઇંગ 777 અથવા 717, 737… ક્યારેય વિચાર્યું છે કે દરેક બોઇંગ એરક્રાફ્ટ 7 નંબરથી જ કેમ શરૂ થાય છે?

આ પણ વાંચો :  Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">