AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ

Ghana Blast: રાજકીય ઉથલપાથલના કારણે આફ્રિકન દેશ ઘાનામાં મોટી દુર્ઘટના થઈ રહી છે. હવે અહીંના પશ્ચિમ ભાગમાં વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે.

Ghana Blast: ઘાનામાં વિસ્ફોટકો ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ, 500 ઈમારતો નષ્ટ, અત્યાર સુધીમાં 17ના મોત, 59 ઘાયલ
Explosion in Ghana ( PS : Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 9:05 AM
Share

પશ્ચિમ આફ્રિકન દેશ (African Country) ઘાનામાં પ્રચંડ વિસ્ફોટના (Explosion in Ghana) કારણે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. જ્યારે 59 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમાચાર એજન્સી આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ધામકા દેશના પશ્ચિમ ભાગમાં બની છે. સરકારના જણાવ્યા અનુસાર ખાણકામમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો વહન કરતું વાહન પશ્ચિમ બાજુએ એક મોટરસાઇકલ સાથે અથડાયું અને વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને 59 લોકો ઘાયલ થયા હતા.

ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં વિસ્ફોટનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. જેમાં ડઝનેક ઈમારતો તો ધરાશાયી થઈ ગઈ છે અથવા તો કાટમાળના ઢગલામાં ફેરવાતી જોવા મળી રહી છે. એક નિવેદનમાં, પોલીસે જણાવ્યું હતું કે “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માઈનિંગ વિસ્ફોટકો વહન કરતું વાહન એક મોટરસાઈકલ સાથે અથડાયું હતું. જેના કારણે વિસ્ફોટ થયો હતો.” જ્યાં સુધી સ્થિતિ પહેલા જેવી સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને તેમની સલામતી માટે અકસ્માત સ્થળ પરથી અન્ય શહેરોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

500 ઈમારતોને નુકસાન

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (NADMO)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સેજી સાજી અમેદોનુએ જણાવ્યું હતું કે 500 ઈમારતો નાશ પામી છે. એક પ્રાદેશિક કટોકટી અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેણે 10 મૃતદેહો જોયા છે. આ વિસ્ફોટ એપિએટમાં થયો હતો, જે દેશના પશ્ચિમ વિસ્તારમાં બોગોસો અને બાવડી શહેરોની વચ્ચે આવેલું છે. અહીં એક મોટરસાઇકલ વિસ્ફોટકો ભરેલી ટ્રકની નીચે આવી ગઈ હતી, જે કેનેડિયન કિનરોસ કંપની દ્વારા સંચાલિત ચિરાનો સોનાની ખાણ તરફ જઈ રહી હતી. કિન્રોસના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે જ્યાં આ ઘટના બની તે સ્થળ ખાણથી 140 કિલોમીટર દૂર હતું.

પ્રાણીઓને થયું નુકસાન

પોલીસે જણાવ્યું કે નજીકના શહેરોને શાળાઓ અને ચર્ચોના દરવાજા ખોલવા માટે કહેવામાં આવ્યું છે. જેથી બ્લાસ્ટથી પ્રભાવિત લોકો ત્યાં આશરો લઈ શકે. પ્રમુખ નાના અદ્દો ડાંકવા અકુફો-અડ્ડોએ જણાવ્યું હતું કે વિસ્ફોટના પરિણામે “પ્રાણીઓને નુકસાન” થયું હતું. તેમણે કહ્યું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર પણ હાજર હતા. Akufo-Addoએ ટ્વીટ કર્યું, “આ ખૂબ જ દુઃખદ અને કમનસીબ ઘટના છે. સરકાર વતી હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.

આ પણ વાંચો : Pariksha Pe Charcha 2022: PM મોદી સાથે પરીક્ષા પર ચર્ચા કરવા માટે રજીસ્ટ્ર્રેશનની તારીખ લંબાવાઈ, આ રીતે કરો એપ્લાય

આ પણ વાંચો : PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">