AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Crisis: મુસ્લિમ દેશો પાસે ભીખ ન મળતા હવે રશિયાના શરણે પાકિસ્તાન, રશિયા આપશે સસ્તું ક્રૂડ ઓઈલ ?

ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન પાસે હવે કદાચ રશિયાનો એકમાત્ર આધાર બચ્યો છે. ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મદદની વિનંતી કર્યા બાદ હવે પાકિસ્તાન રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ઓઈલ આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે.

Pakistan Crisis: મુસ્લિમ દેશો પાસે ભીખ ન મળતા હવે રશિયાના શરણે પાકિસ્તાન, રશિયા આપશે સસ્તું ક્રૂડ ઓઈલ ?
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 3:39 PM
Share

વિશ્વભરમાંથી મદદ લીધા બાદ પાકિસ્તાન હવે રશિયાની મદદથી પોતાનો જીવ બચાવવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાન રશિયા પાસેથી સસ્તામાં રશિયન ક્રૂડ ઓઈલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $50 સુધી હોય, જે તેને રોકડની સમસ્યા તેમજ મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે. જો કે, એ મહત્વનું છે કે, કાચા ક્રૂડ ઓઈલની કિંમત પણ રશિયન ઓઈલ પર $60ની રશિયન ક્રૂડ ઓઈલ પ્રાઈસ કેપ કરતા બેરલ દીઠ $10 ઓછી છે.

આ પણ વાચો: Pakistan Crisis: પરેડ ગ્રાઉન્ડમાં શક્તિ પ્રદર્શન કરવા પણ નથી પૈસા, હવે પાકિસ્તાની સેના બની ગરીબીનો ભોગ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની વર્તમાન કિંમત 82.78 ડોલર પ્રતિ બેરલ છે. જો કે, પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરીને, રશિયા પહેલેથી જ મોટા ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલનું વેચાણ કરી રહ્યું છે. ભારત અને ચીન જેવા મોટા આયાત કરનારા દેશોએ પણ તેમની આયાતનો મોટો હિસ્સો રશિયામાં શિફ્ટ કર્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પણ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે.

દેવામાં ડૂબી ગયેલું પાકિસ્તાન દરેક દેશ પાસે ભીખ માગી રહ્યું છે

પાકિસ્તાન હાલમાં દેવાના બોજમાં ડૂબી ગયું છે. સાથે જ તેના નાણાની હાલત પણ ખરાબ છે. એટલા માટે તે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ માંગે છે. ‘ધ ન્યૂઝ’ના સમાચાર અનુસાર, રશિયાએ હજુ સુધી પાકિસ્તાનની આ વિનંતીને મંજૂર કરવાની બાકી છે. આ ત્યારે જ થશે જ્યારે અન્ય ઔપચારિકતાઓ જેમ કે ચુકવણીની રીત, પ્રીમિયમ સાથે નૂરની કિંમત અને વીમા સંબંધિત શરતો વગેરે પર બંને દેશો વચ્ચે સંમતિ થશે.

આ પહેલા પાકિસ્તાને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકને પણ મદદની અપીલ કરી હતી. IMF પાસેથી ગ્રાન્ટ મેળવવા માટે, પાકિસ્તાને ખર્ચ ઘટાડવા અને ટેક્સ કલેક્શન વધારવા માટે પણ ઘણા પગલાં લીધા છે. ધ ન્યૂઝ અનુસાર, પાકિસ્તાન પહેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલનું માત્ર એક જહાજ ખરીદશે, જેથી તેને રશિયન ઓઈલની વાસ્તવિક કિંમતનો ખ્યાલ આવી શકે. એવી અપેક્ષા છે કે આ રશિયન તેલ આવતા મહિનાના અંત સુધીમાં પાકિસ્તાનને પહોંચાડવામાં આવશે.

ભારત અને ચીન પણ સસ્તા તેલની ખરીદી કરી રહ્યા છે

રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની રેસમાં માત્ર પાકિસ્તાન જ નહીં, ભારત અને ચીન પણ પાછળ નથી. હવે ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો એક તૃતીયાંશથી વધુ છે. તે જ સમયે, ઓછી કિંમતનો લાભ લેવા માટે, ચીનની રિફાઇનરીઓએ પણ રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત વધારી દીધી છે. માર્ચમાં તે નવા રેકોર્ડ સ્તરને પહોચી શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે, G7 દેશોએ રશિયન ક્રૂડ ઓઈલની કિંમત પર બેરલ દીઠ $60ની મર્યાદા લાદી છે. યુરોપિયન યુનિયનની શિપિંગ અને ઈન્સ્યોરન્સ વગેરેની સુવિધાઓનો ઉપયોગ આના કરતાં ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ વેચવા માટે થઈ શકે નહીં. જો કે, ભારતીય રિફાઈનરી કંપનીઓ યુએઈના ચલણ દિરહામનો ઉપયોગ કરીને રશિયન તેલની આયાત કરી રહી છે, જેથી તે પ્રતિ બેરલ $60 કરતા પણ ઓછા ભાવે મળી શકે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">