કોરોના બાદ બાળકોમાં ઓરીની બિમારીનો ખતરો વધારે, WHOએ પણ આપી ચેતવણી

ઓરીના પ્રકોપ બાદ હવે WHOએ પણ ચેતવણી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19ને કારણે ઓરીના રસીકરણ કવરેજમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2021માં વિશ્વભરમાં ઓરીના અંદાજિત 9 મિલિયન નવા કેસ નોંધાયા હતા અને 1.28 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આશ્ચર્યજનક રીતે આફ્રિકા અને એશિયા જેવા વિકાસશીલ દેશોમાં 95 ટકાથી વધુ મૃત્યુ થયા છે.

કોરોના બાદ બાળકોમાં ઓરીની બિમારીનો ખતરો વધારે, WHOએ પણ આપી ચેતવણી
After Corona, there is a danger of this disease in children, WHO also warned
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 6:08 PM

કોરોના મહામારી હજી તો માંડ થોડી શાંત થઈ છે એવામાં બીજી બીમારીએ દસ્તક આપી છે. હા, આ રોગનું નામ છે ઓરી, જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ બીમારી નવજાત બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે. આ બીમારીને કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે. ધ્યાન રાખો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું કે હવે વૈશ્વિક સ્તરે વિવિધ વિસ્તારોમાં ઓરી ફેલાઈ જવાની આશંકા છે. કોવિડ 19 પછી હવે ઓરી રોગનો ખતરો ઉભો થયો છે.

ઓરી રસીકરણમાં ઘટાડો

ઓરીના પ્રકોપ બાદ હવે WHOએ પણ ચેતવણી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોવિડ-19ના કારણે ઓરી રસીકરણ કવરેજમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે કરોડો નવજાત શિશુઓને ઓરીની બિમારી ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે. તાજેતરમાં આ અંગે જે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં છેલ્લા વર્ષ એટલે કે 2021માં વિશ્વભરમાં લગભગ 40 મિલિયન અથવા 4 કરોડ બાળકોને ઓરીનો ડોઝ મળી શક્યો નથી.

આંકડા ડરામણા છે

વર્ષ 2021માં વિશ્વભરમાં ઓરીના અંદાજિત 9 મિલિયન નવા કેસ નોંધાયા હતા અને 1.28 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. આશ્ચર્યજનક રીતે આફ્રિકા અને એશિયા જેવા વિકાસશીલ દેશોમાં 95 ટકાથી વધુ મૃત્યુ થયા છે. વિશ્વના લગભગ 22 દેશો આ ભયંકર રોગના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. કોવિડ-19 અને ઓરીના રસીકરણમાં બેદરકારીને કારણે હવે આ રોગ સમગ્ર વિશ્વ માટે ખતરો બનતો જોવા મળી રહ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

શું ઓરીનો કોઈ ઈલાજ છે?

તમને જણાવી દઈએ કે ઓરીના રોગને માત્ર રસીકરણ દ્વારા જ અટકાવી શકાય છે. જો કે તેની કોઈ ચોક્કસ સારવાર નથી, તેની સામે બે ડોઝની રસી ગંભીર રોગ અને મૃત્યુને રોકવામાં લગભગ 97 ટકા અસરકારક છે. આ રોગથી બચવા માટે બાળકોને અલગ-અલગ સમયગાળામાં રસીના બે ડોઝ આપવામાં આવે છે, ત્યારબાદ આ રોગનું જોખમ ઘટી જાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">