કોરોના પછી ગરીબી છુપાવવામાં વ્યસ્ત છે ચીન, દેશની વાસ્તવિકતા દર્શાવતા વીડિયો ડીલીટ કરી રહ્યુ છે ડ્રેગન
ચીને છેલ્લે કહ્યું હતું કે છેલ્લા 40 વર્ષમાં લગભગ 80 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે.પરંતુ હકિકત કંઇ અલગ જ છે,કારણ કે ચીન ગરીબી દેખાડતા તમામ વીડિયો ડિલીટ કરી રહ્યુ છે.
ચીન પર ભરોસો કરવો આખી દૂનિયા માટે મુશ્કેલ છે કારણ કે તેના પર એવા આરોપો હતા કે કોરોના વાયરસ વુહાનથી ફેલાયો હતો,આ વાત તેણે આખી દુનિયાથી છુપાવી છે. મહામારીમાં દૂનિયાના કેટલાઇ દેશ પાયમાલ થઇ ગયા ત્યારે,તે સફળતા વાતો કરતો હતો,હવે ચીનની પોલ ખુલી ગઇ છે.વર્ષ 2021માં તેમણે કહ્યું છે કે તેમનો દેશ ગરીબીને ખતમ કરીને સમૃદ્ધિ તરફ આગળ વધ્યો છે. હવે આવા જ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જે બાદ તેનો ખુલાસો થયો છે. જ્યારે ડ્રેગનની આ કપટી વસ્તુઓ દુનિયાની સામે આવી તો તેણે તે વીડિયો ડિલીટ કરવા માંડ્યા. ગરીબીની ચર્ચા કરવી પણ અપરાધ તરીકે જોવામાં આવી રહી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયો છે. તે વીડિયો દ્વારા કહી રહી છે કે માત્ર 100 યુઆન (1,182 રૂપિયા)થી કયો સામાન ખરીદી શકાય છે. આ 100 યુઆન લગભગ તેની માસિક આવક છે, જે પેન્શન દ્વારા પ્રાપ્ત થાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચીનની સરકારે તેને હટાવી દીધો છે.
સોંગ ગરીબીનો ઉલ્લેખ કર્યો તો બેન કરી દિધા
એક ગાયકે તેના ગીતો દ્વારા ચીનમાં ગરીબી વિશે વાત કરી, જેના પછી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમના ગીતના બોલ કંઈક એવા હતા કે, ‘હું દરરોજ મારો ચહેરો ધોઉં છું, પણ મારું ખિસ્સું મારા ચહેરા કરતાં વધુ સ્વચ્છ છે, હું ચાઈનાને નવજીવન આપવા માટે કોલેજ ગયો હતો, ખોરાક પહોંચાડવા માટે નહીં.’ આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગરીબીની સ્થિતિ વિશે વાત કરતા આવા ઘણા વીડિયો વાયરલ થયા હતા જેના પર ચીની સરકારે ચાબખા માર્યા હતા.
ગયા વર્ષે ચીનમાં કોરોના પોઝિટિવ જોવા મળતા એક પરપ્રાંતિય મજૂર ચર્ચાના કેન્દ્રમાં હતા અને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. તે પોતાના પરિવારના ભરણપોષણ માટે સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. તેઓ ચીનમાં સૌથી મહેનતુ વ્યક્તિ તરીકે જાણીતો હતો. જિનપિંગની સરકાર તેમની મહેનતની ચર્ચા નારાજ થઈ અને અધિકારીઓએ તેમના પર પણ પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું. કોઈપણ પત્રકાર તેમની પત્નીને મળી શકે તે માટે તેમના ઘરની બહાર સુરક્ષા ગોઠવવામાં આવી હતી. જો આવું થયું હોત તો ચીન ફરી ખુલ્લું પડી ગયું હોત.ડ્રેગન બિલકુલ નથી ઇચ્છતું કે તેનો અસલી ચહેરો દૂનિયાની સામે આવે.
ચીનનો દાવો છે કે, 800 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે
ચીને છેલ્લે કહ્યું હતું કે છેલ્લા 40 વર્ષમાં લગભગ 80 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી 2021 માં, તેમણે ગરીબી નાબૂદીમાં તેમની જીતની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, તેમણે નિર્ધારિત સમય કરતાં 10 વર્ષ અગાઉ, યુનાઈટેડ નેશન્સ 2030 એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં નિર્ધારિત ગરીબી નાબૂદી લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. તેણે આ તમામ આંકડા પુસ્તક દ્વારા બહાર પાડ્યા જેથી વિશ્વ તેને એક ખૂબ જ સમૃદ્ધ દેશ તરીકે સમજી શકે, પરંતુ જૂઠાણાનું પોટલું ધીમે ધીમે ખુલી રહ્યું છે. ચીન નથી ઈચ્છતું કે આ તસવીર ફરીથી દુનિયાને બતાવવામાં આવે.