જેકફ્રૂટ તોડવા માટે હાથીએ અપનાવી ગજબ ટ્રિક, IFSએ વીડિયો કર્યો શેર, જુઓ Viral Video
ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા (IFS Susanta Nanda)એ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં હાથીની નજર ઝાડ પરના જેકફ્રૂટ પર પડે છે. તે લાલચમાં આવે છે અને તેને તોડવાનો પ્રયાસ કરવા લાગે છે. જેકફ્રૂટ હાથીથી લગભગ 15-20 ફૂટ ઉપર હતું.
સોશિયલ મીડિયા પર અવારનવાર જંગલી પ્રાણીઓના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. તેમાંના ઘણા એવા વીડિયો હોય છે જેને જોઈ લોકો દંગ રહી જાય છે. તેમા પણ જો વીડિયો હાથીનો હોય તો શું કહેવું. હાથીને જોવો હંમેશા આનંદદાયક હોય છે. તેની ક્રિયાઓ હૃદય સ્પર્શી છે. સામાન્ય રીતે હાથી લોકોને નુકસાન પહોંચાડતા નથી, તેથી લોકો તેમની નજીક જવાનું પસંદ કરે છે. આ વખતે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે ખુબ ફની છે.
આ પણ વાંચો: હેકર્સનો નવો કિમિયો, WhatsApp પર આંતરરાષ્ટ્રીય નંબરથી કોલ કરી ખાલી કરી રહ્યા છે યુઝર્સનું એકાઉન્ટ
ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા (IFS Susanta Nanda)એ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આમાં તમે જોઈ શકો છો કે હાથીની નજર ઝાડ પરના જેકફ્રૂટ પર પડે છે. તે લાલચમાં આવે છે અને તેને તોડવાનો પ્રયાસ કરવા લાગે છે. જેકફ્રૂટ હાથીથી લગભગ 15-20 ફૂટ ઉપર હતું. આવી સ્થિતિમાં ગજરાજ માટે જેકફ્રૂટ સુધી પહોંચવું સરળ નહોતું. પણ તેણે હાર ન માની. પહેલા જેકફ્રૂટ તોડવા માટે ઝાડ પર ચઢવાનો પ્રયાસ કર્યો. પછી લાગ્યું કે આવું કરવું યોગ્ય નથી, તેથી તેણે પાછળના બંને પગ પર ઊભા રહીને ઝાડ પરનું જેકફ્રૂટ તોડ્યુ છે.
Using hind legs to jack up for the jackfruit😊😊 Hind legs are super strong in elephants. Imagine supporting more than 4000kgs here. pic.twitter.com/YpxdI1aJ7S
— Susanta Nanda (@susantananda3) May 8, 2023
4000 કિલોથી વધુ વજન ઉપાડવાની ક્ષમતા
સુશાંત નંદાએ ફોટો સાથે કેપ્શન લખ્યું, જેકફ્રૂટ માટે પાછળના પગનો ઉપયોગ કરીને. હાથીઓના પાછળના પગ અત્યંત મજબૂત હોય છે. તે 4000 કિલોથી વધુ વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. જણાવી દઈએ કે હાથીઓના પગ ખૂબ જ મજબૂત હોય છે. જો કે, એક સંશોધન મુજબ, હાથીઓના પગના સ્નાયુઓ ખૂબ નબળા હોય છે અને તેમની પગની ઘૂંટીઓ અન્ય પ્રાણીઓની જેમ લચીલી હોતી નથી. આ સિવાય તેમનું વજન ઘણું ભારે છે. આ બધા કારણોને લીધે તેમના માટે કૂદવાનું અશક્ય બની જાય છે.
જો ખોરાક સ્વાદિષ્ટ હોય તો વજન વિશે કોણ ધ્યાન આપે
આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. હાથીની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવે છે. તે માત્ર એક કલાકમાં 5 હજારથી વધુ વખત જોવામાં આવ્યું હતું. 500 થી વધુ લાઈક્સ મળી. લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જો ભોજન સ્વાદિષ્ટ હોય તો વજનનું કોણ ધ્યાન રાખે છે. કેટલાક હાથી સ્માર્ટ હોય છે. ફળ ન પડે ત્યાં સુધી તેઓ ઝાડને હલાવશે. હાથીને સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…