Afghanistan War: તાલિબાન આક્રમક મૂડમાં, એક દિવસમાં ત્રણ પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી

તાલિબાને શુક્રવારથી અફઘાનિસ્તાનમાં પાંચ પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી છે. તાલિબાન અને શહેરોમાં અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઉત્તરમાં કુન્દુઝ, સાર-એ-પોલ અને તલોકાન રવિવારે તાલિબાનોએ કબજે કર્યા

Afghanistan War: તાલિબાન આક્રમક મૂડમાં, એક દિવસમાં ત્રણ પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:55 AM

Afghanistan War: તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં Afghanistan) વધુ ત્રણ પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી છે. તાજેતરના મહિનાઓમાં દેશના ગ્રામીણ વિસ્તારો પર કબજો મેળવ્યા બાદ તાલિબાનો હવે શહેરો તરફ વળ્યા છે. તાલિબાને શુક્રવારથી અફઘાનિસ્તાનમાં પાંચ પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી છે. તાલિબાન અને શહેરોમાં અધિકારીઓએ પુષ્ટિ કરી કે ઉત્તરમાં કુન્દુઝ, સાર-એ-પોલ અને તલોકાન રવિવારે તાલિબાનોએ કબજે કર્યા હતા. તાલિબાને એક નિવેદનમાં કહ્યું કે તેણે પોલીસ હેડક્વાર્ટર, ગવર્નર કમ્પાઉન્ડ અને કુન્દુઝના વ્યૂહાત્મક પૂર્વોત્તર શહેરની જેલ કબજે કરી છે.

કુંદુઝ પ્રાંતીય વિધાનસભાના સભ્ય અમરુદ્દીન વાલીએ જણાવ્યું હતું કે શનિવારે બપોરથી ભારે અથડામણ ચાલી રહી હતી. તમામ સરકારી મથકો તાલિબાનના નિયંત્રણમાં છે. માત્ર આર્મી બેઝ અને એરપોર્ટ અફઘાન સુરક્ષા દળના હાથમાં છે, જ્યાંથી તેઓ તાલિબાન સામે કાર્યવાહી કરી રહ્યા છે.

સ્થાનિક નેતાઓએ પુષ્ટિ કરી છે કે રાજધાનીમાં તાલિબાન લડવૈયાઓ છે. કુન્દુઝમાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકો સહીત 14 મૃતદેહો અને 30 ઘાયલો છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક ડોક્ટરે કહ્યું કે અમને ખબર નથી કે બહાર શું ચાલી રહ્યું છે, કારણ કે અમારું તમામ ધ્યાન હજુ પણ દર્દીઓ પર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સાર-એ-પોલની સ્થિતિ શું છે? તાલિબાને રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓએ પ્રાંતની રાજધાની અને ઉત્તરી પ્રાંત સાર-એ-પોલનું મુખ્ય શહેર સર-એ-પોલ પણ કબજે કર્યું હતું. પ્રાંતીય પરિષદના સભ્ય મોહમ્મદ નૂર રહેમાનીએ રોઇટર્સને જણાવ્યું હતું કે તાલિબાન લડવૈયાઓએ પ્રાંતીય રાજધાનીમાં સરકારી ઇમારતો પર કબજો કર્યો છે.

તેના કારણે અધિકારીઓને આર્મી બેઝ તરફ ભાગી જવું પડ્યું. મહિલા અધિકાર કાર્યકર્તા પરવીના અઝીમીએ જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ અને બાકીના સુરક્ષા કર્મચારીઓ શહેરથી ત્રણ કિલોમીટર દૂર એક બેઝ પર ગયા છે. ચારે બાજુ તાલિબાન લડવૈયાઓ દેખાય છે.

તાલોકોનની સ્થિતિ શું છે? રવિવારે સાંજે જ તાલિબાને ટ્વિટર પર જણાવ્યું હતું કે તેણે તકહાર પ્રાંતની રાજધાની તાલોકન પર કબજો કર્યો છે. તાલોકન નિવાસી ઝબીઉલ્લાહ હમીદીએ જણાવ્યું કે તેણે સુરક્ષા દળો અને અધિકારીઓને વાહનોમાં શહેર છોડીને જતા જોયા. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર મદદ મોકલવામાં નિષ્ફળ રહ્યા બાદ અમે આજે બપોરે શહેરમાંથી પાછળ હટી ગયા હતા.

કમનસીબે શહેર સંપૂર્ણપણે તાલિબાનના હાથમાં છે. તાલિબાને રવિવારના કબજા પહેલા  છેલ્લા બે દિવસથી નિમ્રુજ અને જવાજજાન પ્રાંત પર કબજો કર્યો હતો. કુન્દુઝ 2015 અને 2016 માં પણ તાલિબાનના નિયંત્રણમાં ગયું હતું.

આ પણ વાંચો :  Umrah pilgrimage: ઉમરાહ યાત્રા કરતા પહેલા કરવું પડશે આ કામ તો જ મળશે દેશમાં પ્રવેશવાની મંજૂરી, વાંચો કેટલા લોકોને મળશે પ્રવેશ

આ પણ વાંચો : IRCTC Package: ભારત દર્શન ટ્રેનથી કરી આવો 7 જ્યોતિર્લિંગનાં દર્શન, 13 દિવસની ટુરમાં જમવા રહેવા અને ફરવા સાથે થશે માત્ર આટલો ખર્ચ

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">