T20 મેચમાં અફઘાનિસ્તાનની જીતનો તાલિબાને મનાવ્યો જશ્ન, ખેલાડીઓને આપી શુભેચ્છા પરંતુ કાબુલના રસ્તાઓ સુમસામ

Afghanistan Team Cricket Match: અફઘાનિસ્તાનની ટીમે T20 વર્લ્ડ કપ મેચમાં સ્કોટલેન્ડને કારમી હાર આપી છે. ટીમની આ જીતની તાલિબાન અધિકારીઓએ ઉજવણી કરી છે.

T20 મેચમાં અફઘાનિસ્તાનની જીતનો તાલિબાને મનાવ્યો જશ્ન, ખેલાડીઓને આપી શુભેચ્છા પરંતુ કાબુલના રસ્તાઓ સુમસામ
afghanistan team victory in t20 cricket

Taliban Celebrates Afghanistan Team Victory: T20 વર્લ્ડ કપની અફઘાનિસ્તાન-સ્કોટલેન્ડ (afghanistan) મેચ સોમવારે રમાઈ હતી. જેમાં સ્કોટલેન્ડને કારમી હાર મળી હતી. તાલિબાનના (Taliban)અધિકારીઓએ સોશિયલ મીડિયા (Socialmedia) પર અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને મેચ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પરંતુ કાબુલના રસ્તા સુમસામ જોવા મળ્યા હતા. 

એક સમય હતો જ્યારે ટીમ જીતતી ત્યારે કાબુલના રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટી પડયું હતું. તાલિબાન સત્તામાં આવ્યા બાદ પ્રથમ વખત અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ મેચમાં વિજય એક મોટી સિદ્ધિ છે. તાલિબાને મનોરંજન સાથે સંબંધિત લગભગ દરેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેઓએ ક્રિકેટને આ પ્રતિબંધોથી દૂર રાખ્યું છે.

દેશમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ તાલિબાન લડવૈયાઓ ક્રિકેટ પર નજર રાખતા હતા. સંગઠનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે ટ્વિટર પર લખ્યું, ‘ટીમને અભિનંદન અને ભવિષ્યમાં તેમને વધુ સફળતાની કામના.’તાલિબાનના કતાર કાર્યાલયના પ્રવક્તાએ ટીમની પ્રશંસા કરી અને કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે આવી અથવા તેનાથી પણ મોટી સિદ્ધિઓ અન્ય ક્ષેત્રો જેવા કે ખાસ કરીને રાજકીય, આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં હોવી જોઈએ.

અનસ હક્કાનીએ પણ ખુશી વ્યક્ત કરી હતી
આ સાથે અફઘાનિસ્તાનના વર્તમાન ગૃહ પ્રધાન અને હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાનીના નાના ભાઈ અનસ હક્કાનીએ પણ ખુશી વ્યક્ત કરી, તેમણે કહ્યું, ‘અફઘાનિસ્તાન જીતી ગયું છે.’ સંયુક્ત રાષ્ટ્રમાં તાલિબાનના નામાંકિત પ્રતિનિધિ સુહેલ શાહીને ટ્વીટ કર્યું, ‘બાળકોએ સારું કર્યું. નોંધનીય છે કે, તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર 15 ઓગસ્ટના રોજ કબ્જો કરવામાં આવ્યો હતો.

જે બાદ મહિલાઓ અને છોકરીઓ પાસેથી તેમના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. દેશમાં ફરી એ જ નિયમ પાછો ફર્યો છે જે 1990ના દાયકામાં હતો. દરેક જગ્યાએથી અફઘાનિસ્તાનનો ધ્વજ હટાવી દેવામાં આવ્યો છે અને મુખ્ય ઈમારતો પર સફેદ કાળો તાલિબાન ઝંડો દેખાય છે.

અગાઉ જ્યારે પણ અફઘાનિસ્તાનની ટીમ કોઈ મેચ જીતતી ત્યારે કાબુલની સડકો પર તેની ઉજવણી કરવામાં આવતી હતી. લોકો ફટાકડા ફોડતા હતા અને ક્યારેક ખુશીમાં ફાયરિંગ જેવા જેવી ઘટ્નાઓ પણ ઘટી હતી. પરંતુ આ વખતે કાબુલના આકાશમાં બહુ ઓછા ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. મોટાભાગના રસ્તાઓ ખાલી હતા અને તેના પર મૌન હતું.

અફઘાનિસ્તાનની પૂર્વ સરકારના અધિકારીઓએ પણ આ જીતને ક્રિકેટમાં ખૂબ મહત્વની ગણાવી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે ટ્વિટર પર કહ્યું કે ક્રિકેટ ટીમે રાષ્ટ્રગીત ગાયું અને ધ્વજ લહેરાવ્યો હતો જેને તાલિબાન દ્વારા માન્યતા આપવામાં આવી નથી.

આ પણ વાંચો : Raveena Tandon Birthday special: રવિના ટંડન અને કરિશ્મા કપૂર વચ્ચે ઝપાઝપી થતા ઘણા વર્ષ સુધી રહ્યા હતા અબોલા, જાણો જાણી-અજાણી વાત

આ પણ વાંચો : Afghanistan Crisis : અમેરિકાની તાલિબાન સાથેની વાતચીતનું કારણ છે ચોંકાવનારું : ઝલમી ખલીલઝાદ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati