AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raveena Tandon Birthday special: રવિના ટંડન અને કરિશ્મા કપૂર વચ્ચે ઝપાઝપી થતા ઘણા વર્ષ સુધી રહ્યા હતા અબોલા, જાણો જાણી-અજાણી વાત

Happy Birthday Raveena Tandon : રાજકુમાર સંતોષીની ફિલ્મ 'અંદાઝ અપના અપના'ના શૂટિંગ દરમિયાન રવિના અને કરિશ્મા વચ્ચે અણબનાવ થયો હતો.

Raveena Tandon Birthday special: રવિના ટંડન અને કરિશ્મા કપૂર વચ્ચે ઝપાઝપી થતા ઘણા વર્ષ સુધી રહ્યા હતા અબોલા, જાણો જાણી-અજાણી વાત
Raveena tandon 47th birthday celebration
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:47 AM
Share

રવીના ટંડને (Raveena Tandon) વર્ષ 1991માં સલમાન ખાન (Salman Khan) સાથેની ફિલ્મ ‘પથ્થર કે ફૂલ'(Pathar Ke Phool) થી ડેબ્યૂ કર્યું ત્યારથી તે દરેકના અલગ જ જગ્યા બનાવી લીધી છે. રવિના ટંડનની આ ડેબ્યૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ અને આ ફિલ્મ દ્વારા રવિનાએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આજે એટલે કે 26 ઓક્ટોબરે રવિના ટંડનનો જન્મદિવસ છે. બોલિવૂડની આ દિવા આજે તેનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે.

જોકે રવિના ટંડનની ચર્ચા તેની ફિલ્મો અને અક્ષય કુમાર સાથેના તેના અફેરને લઈને થતી હતી. વિવાદોના મામલામાં રવિના ક્યારેય કોઈ અન્ય સ્ટારથી પાછળ ન હતી. ટીનેજમાં રવિના ટંડનની એક ભૂલ આજે પણ તેના નામ સાથે જોડાયેલી છે. વાત થોડી શરમીંદી છે. આ કિસ્સો ફિલ્મ ‘આતિશ’ના સેટ સાથે જોડાયેલો છે. જ્યાં રવિના ટંડન અને કરિશ્મા કપૂર (Karishma Kapoor) વચ્ચે ઝપાઝપી થઈ હતી.

રવિના અને કરિશ્મા વચ્ચે ઘણા વર્ષો સુધી વાત ન થઈ આ વાતનો ખુલાસો વર્ષ 2007માં કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા ફરાહ ખાને ‘કોફી વિથ કરણ’ ચેટ શોમાં કર્યો હતો. ફરાહ ખાને કહ્યું હતું, હું ઘણા સમય પહેલા કરિશ્મા કપૂર અને રવિના ટંડન સાથે ફિલ્મ ‘આતિશ’માં એક ગીત કરી રહી હતી. બંને તે સમયે ટીનએજમાં હતી. તેઓ એકબીજાને વિગ વડે મારતા હતા. તો એક વિગ મારી રહી હતી તો બીજી ચંપલથી પગમાં મારી રહી હતી. આ ઘણું હાસ્યાસ્પદ હતું. મને ખબર છે કે, હવે આ લોકો તે વાત વિષે વિચારતા હશે તો જરૂર હસતા હશે.

આટલું જ નહીં રાજકુમાર સંતોષીની ‘અંદાઝ અપના અપનાના’ શૂટિંગ દરમિયાન રવિના અને કરિશ્મા વચ્ચે અણબનાવ થયો હતો. રવીનાએ ખુલાસો કર્યો હતો કે બધા સહ કલાકારો વિચારતા હતા કે અમે એકબીજા સાથે વાત ન કરવા છતાં આટલી સરળતાથી સાથે સીન કેવી રીતે શૂટ કરી શકીએ. રવીનાએ એ પણ ખુલાસો કર્યો હતો કે રાજકુમાર સંતોષીએ બંનેને પેચઅપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક્ટ્રેસે કહ્યું હતું કે, સલમાન અને આમિરે પણ બંનેને એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મના ક્લાઈમેક્સમાં એક સીન છે, જ્યાં કરિશ્મા અને રવીનાને એક થાંભલા સાથે બાંધવામાં આવીછે. તે સીન દરમિયાન સંતોષીએ તેને કહ્યું હતું કે જ્યાં સુધી તમે બંને એકબીજા સાથે વાત નહીં કરો ત્યાં સુધી તમે બંને બંધાયેલા રહેશો. ત્યારે આ મામલો ઉકેલાયો ન હતો અને ઘણા વર્ષો સુધી બંનેએ એકબીજા સાથે વાત કરી ન હતી.

જો કે, હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે અને તેનું કારણ છે બે પુત્રીઓ રાશા અને સમાયરા. જે એક જ શાળામાં અભ્યાસ કરે છે. રવિનાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે હવે તેના કરિશ્મા સાથે સારા સંબંધો છે. બંને હેંગઆઉટ કરે છે અને તેમના બાળકો વિશે વાત કરે છે.

આ પણ વાંચો : Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર આગ પકડી રહ્યું છે પોલીસ ગ્રેડ પે આંદોલન, જાણો આ મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
g clip-path="url(#clip0_868_265)">