AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી

આવકવેરા વિભાગ દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી
Ajit Pawar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 12:49 PM
Share

લાંબા સમયથી આવકવેરા વિભાગના નિશાના પર રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગ દ્વારા પવારની પાંચ મિલકતો જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મિલકતોની કિંમત એક હજાર કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડના એક દિવસ બાદ જ આવકવેરા વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અજિત પવાર લાંબા સમયથી આવકવેરા વિભાગના રડાર પર છે. 7 ઓક્ટોબરે, વિભાગ દ્વારા તેમના 70 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય એજન્સી દ્વારા બે રિયલ એસ્ટેટ જૂથો અને તેમના સંબંધીઓના પરિસરમાં દરોડા પાડ્યા પછી રૂ. 184 કરોડની સંપત્તિનો ખુલાસો થયો હતો, આ સંપત્તિનો કોઈ હિસાબ ન હતો, ત્યારબાદ વિભાગ દ્વારા તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગ આ મિલકતો જપ્ત કરશે આવકવેરા વિભાગ અજિત પવારની પાંચ મિલકતો ટાંચમાં લેશે. આ માટે આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તેમની જરાંદેશ્વર સુગર ફેક્ટરી, દક્ષિણ દિલ્હીમાં ફ્લેટ, પાર્થ પવારની નિર્મલ ઓફિસ, ગોવામાં બનેલ રિસોર્ટ, મહારાષ્ટ્રમાં 27 જમીનો આવકવેરા હેઠળ જપ્ત કરવામાં આવશે. આ મિલકતોની કિંમત 1000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ

lionel messiના નિવેદનથી બાર્સેલોના ચાહકોના ચેહરા પર સ્મિત આવ્યું, દિગ્ગજ ખેલાડીએ જૂની ક્લબમાં પરત ફરવાના સંકેત આપ્યા !

આ પણ વાંચોઃ

ICC T20I Rankings T20 World Cup : ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને પાછળ છોડયું, જુઓ યાદી

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">