તાલિબાને પુરા અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો- સૂત્ર

TV9 GUJARATI

|

Updated on: Aug 16, 2021 | 4:27 PM

તાલિબાન સમક્ષ અફઘાન સરકાર ઘૂંટણિયે પડી છે. રાષ્ટ્રપતિ ભવનમાં શાંતિપૂર્વક સત્તા સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે.

તાલિબાને પુરા અફઘાનિસ્તાન  પર કબ્જો કર્યો- સૂત્ર
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

તાલિબાન લડવૈયાઓ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની હદમાં પ્રવેશ્યા. દેશ પર ઉગ્રવાદીઓની કડક પકડ વચ્ચે ગભરાયેલા સરકારી કર્મચારીઓ કચેરીઓમાંથી ભાગી ગયા હતા. દરમિયાન, અમેરિકી દૂતાવાસ ખાતે હેલિકોપ્ટર આવી ગયા છે. તાલિબાન લડવૈયાઓ કાલકન, કારાબાગ અને પાઘમાન જિલ્લામાં હાજર છે. ઉગ્રવાદીઓએ અગાઉ જલાલાબાદ પર કબજો કર્યો હતો. કાબુલમાં ફાયરિંગના તૂટક તૂટક અવાજ વચ્ચે તાલિબાનોએ કાબુલને “બળપૂર્વક” નહીં લેવાનીપ્રતિજ્ઞા લીધી હતી. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા છે.

તાલિબાન દ્વારા કાબુલ કબજે કરવાની તૈયારીઓ વચ્ચે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ કાબુલ એરપોર્ટ પર ઉતરી છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન વાટાઘાટકારો કાબુલના રાષ્ટ્રપતિ ભવનમાં અફઘાન સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. સૂત્રો અનુસાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રાજીનામું આપી દીધું છે.

તાલિબાને કહ્યું, “કોઈના જીવ, સંપત્તિ, સન્માનને નુકસાન નહીં થાય અને કાબુલના નાગરિકોના જીવ જોખમમાં નહીં આવે.” કાબુલ સિવાય, જલાલાબાદ એકમાત્ર મુખ્ય શહેર હતું જે તાલિબાનના કબજામાંથી બચી ગયું. તે પાકિસ્તાન સાથે મુખ્ય સરહદ નજીક આવેલું છે. હવે અફઘાનિસ્તાનની કેન્દ્ર સરકારની સત્તા હેઠળ દેશની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી કાબુલ સિવાય માત્ર છ અન્ય પ્રાંતીય રાજધાનીઓ બાકી છે.

તાલિબાનોએ લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલ પર પોતાની પકડ કડક કરી દીધી છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર, ત્રણ અફઘાન અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તાલિબાન આતંકવાદીઓ કાબુલની સરહદોમાં ઘુસી ગયા છે. તાજી માહિતી મળી છે કે તાલિબાનનો નંબર -2 નેતા મુલ્લા બરદાર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે સત્તા સ્થાનાંતરણ માટે વાતચીત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની અલી અહેમદ જલાલીને સત્તા સોંપશે.

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati