Covid In Russia: રશિયામાં કોરોનાથી એક દિવસમાં રેકોર્ડબ્રેક 1,159 લોકોના મોત, મોસ્કોમાં બિન-જરૂરી સેવાઓ બંધ
નવા કેસમાં વધારો થવાના કારણે અધિકારીઓએ આંશિક લોકડાઉન લાગૂ કરવુ પડ્યુ છે. રાજધાની મોસ્કોમાં બિન-જરૂરી સેવાઓને 11 દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે. જેથી કોરોના સામે લડી શકાય. નવેમ્બરના પહેલા અઠવાડિયાથી રશિયામાં એક રાષ્ટ્રવ્યાપી કામગીરીના સ્થળો શટડાઉન લાગૂ કરવામાં આવશે.
રશિયા(Russia)માં કોરોના વાયરસે (Corona Virus) તાંડવ મચાવ્યો છે. અહીં છેલ્લા થોડા દિવસોથી દરરોજ એક હજારથી વધુ લોકોના મોત (Russia Covid Death) થઈ રહ્યા છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,159 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ દરમિયાન કોરોના વાઈરસના 40,096 નવા કેસ પણ સામે આવ્યા છે.
નવા કેસમાં વધારો થવાના કારણે અધિકારીઓએ આંશિક લોકડાઉન લાગૂ કરવો પડ્યો છે. રાજધાની મોસ્કોમાં બિન-જરૂરી સેવાઓને 11 દિવસ સુધી બંધ કરી દેવામાં આવી છે. જેથી કોરોના સામે લડી શકાય. નવેમ્બરના પહેલા અઠવાડિયાથી રશિયામાં એક રાષ્ટ્રવ્યાપી કામગીરીના સ્થળો શટડાઉન લાગૂ કરવામાં આવશે.
મોસ્કોએ ગુરૂવારથી જ આંશિક લોકડાઉન લાગૂ કરી દીધું છે. રાજધાનીમાં 11 દિવસ માટે દુકાન, સ્કૂલ અને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે. જેથી કોરોના વાયરસના સંક્રમણ અને વેક્સિનેશનના પ્રયત્નોને રોક્યા બાદ થતા મોતને અટકાવી શકાય. સ્કૂલો અને કિંડરગાર્ડન સાથે-સાથે છુટક દુકાનો રેસ્ટોરન્ટ અને ખેલ તેમજ મનોરંજન સ્થળો સહિત તમામ બિનજરૂરી વસ્તુઓ 7 નવેમ્બર સુધી બંધ રહેશે. માત્ર ભોજન, દવા અને અન્ય જરૂરી સામાન વેચનાર દુકાનો ખુલી રહેશે. રશિયા કોરના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે.
વેક્સિનને લઈ અનિચ્છા બની આફત
રશિયામાં 2,30,000થી વધુ લોકોના મોત થયા છે અને આ પ્રકારે રશિયા મહામારીમાં ખરાબ રીતે ચપેટમાં આવતા દેશોમાં સામેલ છે, પરંતુ અધિકારીઓએ પશ્ચિમી દેશોમાં લગાવામાં આવેલા લોકડાઉન જેવા પ્રતિબંધોથી અડગા થયા છે.
રાષ્ટ્રપિત વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ની સરકારે કોરોના સામે લડવા માટે સ્વદેશી વેક્સિન સ્પુતનિક વી (Sputnik V) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ દેશમાં વેક્સિન લગાવા લોકોની અનિચ્છાના કારણે મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. ગુરૂવાર સુધી દેશમાં માત્ર 32 ટકા વસ્તી જ ફુલ વેક્સિનેટ થઈ શકી છે. આ કારણે અધિકારીઓને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે.
માસ્ક વિના ફરી રહ્યા છે લોકો
પુતિને ગત અઠવાડીયે વધતા સંક્રમણને રોકવા માટે 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર દરમિયાન દેશવ્યાપી પેઈડ લીવનો આદેશ આપ્યો હતો. મોસ્કોના અધિકારીઓએ ગુરૂવારથી રાજધાનીમાં બિન-જરૂરી સેવાઓને બંધ કરવાના નિર્ણયનું પાલન કર્યું. ગુરૂવાર સવારે મોસ્કોમાં રસ્તાઓ પર સામાન્યથી ઓછી ભીડ જોવા મળી હતી.
પરંતુ શહેરના વિશાળ મેટ્રો નેટવર્ક હંમેશાની જેમ વ્યસ્ત હતું. જેમાં અનેક યાત્રીઓએ માસ્ક પહેર્યું ન હતું. અધિકારીઓએ નોન-વર્કિંગ પીરિયડ દરમિયાન રશિયનોને ઘરે રહેવા કહ્યું નથી. એટલા માટે અનેક લોકો દેશ અને વિદેશની યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Lemon Farming: લીંબૂની ખેતી કરતા ખેડૂતો માટે 5 બેસ્ટ ટિપ્સ, આખું વર્ષ થશે જોરદાર કમાણી
આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ