ઈસુ ખ્રિસ્તી સાથે થશે મુલાકાત! અંધશ્રદ્ધાના કારણે 73 લોકો ભૂખ્યા મરી ગયા, પાદરીની ધરપકડ
હાલમાં બે પાદરીની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, આ કેસમાં મૃત્યુઆંક વધવાની પણ સંભાવના છે. લોકોને કહેવામાં આવ્યું હતું કે, ભૂખ્યા રહો ઈસુ મળશે.

કેન્યામાં એક પાદરીએ ફેલાવેલી અંધશ્રદ્ધાને કારણે અત્યાર સુધીમાં 73 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે પાદરીની જમીન પર ખોદકામ કરીને અત્યાર સુધીમાં 73 મૃતદેહ બહાર કાઢ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી મુજબ પાદરીએ તેના અનુયાયીઓને આમરણાંત ઉપવાસ કરવા માટે ઉશ્કેર્યા હતા. હાલ આ કેસમાં પાદરીની ધરપકડ કરવામાં આવી છે.
માલિંદી સબ-કાઉન્ટીના પોલીસ વડા જ્હોન કેમ્બોઇએ જણાવ્યું હતું કે, પાદરી પોલ મેકેન્ઝીની જમીન પર હજુ વધુ છીછરી કબરો ખોદવામાં આવી રહી છે, મૃત્યુઆંક વધી શકે છે. પાદરીની 14 એપ્રિલના રોજ ગુપ્ત પ્રવૃત્તિઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચમાં ભૂખમરાથી ચાર લોકોના મોત થયા હતા.
પાદરી પોલીસ રિમાન્ડમાં
તે જ સમયે, પોલીસે પાદરી મેકેન્ઝીને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. પોલીસે જણાવ્યું કે પાદરીના અનુયાયીઓના મૃત્યુની તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ, તે પાદરીએ જ આ લોકોને ભૂખ્યા રહેવા માટે કહ્યું હતું, અને દાવો કર્યો હતો કે આમ કરવાથી તેઓ ઈસુ ખ્રિસ્તીને મળી શકશે.
અત્યાર સુધીમાં 73 મૃતદેહ મળી આવ્યા છે
તમને જણાવી દઈએ કે માલિંદીના કિલ્ફી પ્રાંતના શાકાહોલામાંથી અત્યાર સુધીમાં કુલ 73 મૃતદેહ મળી આવ્યા છે, જેમાં બાળકો પણ સામેલ છે. સાથે જ પોલીસનું માનવું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. તમને જણાવી દઈએ કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 13 એપ્રિલે નજીકના જંગલોમાં ઘણી કબરો મળી આવી હતી. હકીકતમાં, પાદરી મેકેન્ઝીની માર્ચમાં બે બાળકોના મૃત્યુ પછી ધરપકડ કરવામાં આવી હતી. આ બાળકો પણ ભૂખને કારણે મૃત્યુ પામ્યા હતા. જોકે પાદરીને જામીન મળી ગયા હતા.
2017માં પણ ધરપકડ થઈ હતી
મળતી માહિતી અનુસાર, સપ્ટેમ્બર 2017માં પણ પોલીસે ધ ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચમાં દરોડા પાડ્યા હતો અને 93 બાળકોને બચાવ્યા હતા. આ દરમિયાન પાદરી સાથે કેટલાક અન્ય ઉપદેશકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પણ પાદરી પર કટ્ટરતા ઉશ્કેરવાનો આરોપ હતો, પરંતુ તે પછી પણ તે ભાગી ગયો હતો.
આજે પણ કબરો ખોદવામાં આવશે
તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે AFPને જણાવ્યું હતું કે, સોમવારે સાંજ સુધીમાં અમે જંગલમાંથી 73 મૃતદેહો મેળવી લીધા છે અને આ કવાયત ચાલુ રહેશે. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ સ્થિતિ છે કે કેવી રીતે આ લોકોને મારીને છીછરી કબરોમાં દફનાવવામાં આવ્યા કારણ કે આજે અમને એક કબરમાંથી છ મૃતદેહ મળ્યા છે.
અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ મૃતકોની સંખ્યાને સમર્થન આપતાં કહ્યું હતું કે, કેટલાક મૃતદેહો જંગલમાં હતા અને તેમને દફનાવવામાં પણ આવ્યા ન હતા. સોમવારે ઘટનાસ્થળની મુલાકાત લેનારા પોલીસ વડા જાફેટ કૌમેના જણાવ્યા અનુસાર પ્રારંભિક ગણતરી 58 હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…