આને ઘર નહી ફળિયુ જાહેર કરવું જોઈએ ! 102 બાળક, 578 પૌત્ર-પૌત્રો, નામ પણ યાદ નથી, 68 વર્ષીય વ્યક્તિએ કહ્યું હવે વધુ નહીં…

મુસાએ કહ્યું કે શરૂઆતમાં તેને બધું મજાક લાગતું હતું, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે તે મોટી મુશ્કેલીમાં છે. તેણે કહ્યું કે મારી તબિયત દિવસે દિવસે બગડવા લાગી. એટલું જ નહીં, મારા મોટા પરિવાર માટે માત્ર બે એકર જમીન ઓછી પડી રહી છે

આને ઘર નહી ફળિયુ જાહેર કરવું જોઈએ ! 102 બાળક, 578 પૌત્ર-પૌત્રો, નામ પણ યાદ નથી, 68 વર્ષીય વ્યક્તિએ કહ્યું હવે વધુ નહીં…
102 children, 578 grandchildren, can't even remember the names
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 7:29 AM

68 વર્ષની ઉંમરે 102 બાળકો, શું નવાઈની વાત નથી, શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે એક વ્યક્તિ 100થી વધુ બાળકો પેદા કરી શકે છે, કદાચ નહીં. આ ચોંકાવનારી વાર્તાનું મુખ્ય પાત્ર યુગાન્ડાના ખેડૂત મોસેસ હસાહયા છે. અત્યાર સુધીમાં 102 બાળકોને જન્મ આપીને તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેના આ કૃત્યથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે. જો કે હવે મુસાની સૌથી મોટી સમસ્યા બાળકોના નામ યાદ રાખવાની છે. આટલી લાંબી ઈનિંગ બાદ હવે મૂસા કહે છે કે વધુ બાળકો નહીં.

વાસ્તવમાં, પૂર્વી યુગાન્ડાના બુટાલેજા જિલ્લાના બુગાસિયા ગામના મુસા હાશ્યા કસેરા તેમના પરિવારના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. મુસાને 102 બાળકો છે. જો કે આ બાળકો માત્ર એક માતાના નથી પરંતુ મુસાએ 12 લગ્ન કર્યા છે.

હવે વધુ બાળકો નહી: મૂસા

12 પત્નીઓના 102 બાળકો ઉપરાંત, 68 વર્ષીય મુસાના 578 પૌત્રો પણ છે. સાથે જ મુસા પોતે પણ આટલા મોટા પરિવારને જોઈને પરેશાન થઈ જાય છે. તેણે કહ્યું કે વધુ બાળકો નહીં, બસ બસ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસા પોતાના મોટા પરિવારને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ

મુસાએ કહ્યું કે શરૂઆતમાં તેને બધું મજાક લાગતું હતું, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે તે મોટી મુશ્કેલીમાં છે. તેણે કહ્યું કે મારી તબિયત દિવસે દિવસે બગડવા લાગી. એટલું જ નહીં, મારા મોટા પરિવાર માટે માત્ર બે એકર જમીન ઓછી પડી. મુસાએ કહ્યું કે મારી બે પત્નીઓએ મને છોડી દીધો કારણ કે હું તેમની અને બાળકોની કપડાં અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરી શકતો ન હતો.

કુટુંબ પ્રવાસીઓને આકર્ષે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસા હાલમાં બેરોજગાર છે. તેમ છતાં તે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. મુસાએ કહ્યું કે હવે અમે ફેમિલી નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેમની પત્નીઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરી રહી છે. જણાવી દઈએ કે મુસાની મદદ માટે સંસાધનો આપવામાં પણ પ્રશાસનને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના બાળકો મોટા જર્જરિત મકાનમાં રહે છે. સ્થિતિ એવી છે કે ઘરની છત ધરાશાયી થવાની આરે છે.

પ્રથમ લગ્ન 1972 માં થયા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુસાના પહેલા લગ્ન 1972માં થયા હતા. તે દરમિયાન તે અને તેની પત્ની માત્ર 17 વર્ષના હતા. તેમના લગ્નના એક વર્ષ પછી, તેમની પ્રથમ પુત્રી, સાન્દ્રા નેબવાયરનો જન્મ થયો. મુસાએ જણાવ્યું કે પરિવારને મોટો કરવા માટે તેના ભાઈ, સંબંધીઓ અને મિત્રોએ તેને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. જણાવી દઈએ કે યુગાન્ડામાં વર્ષ 1995માં બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અહીં બહુવિધ લગ્નો કરવાનો રિવાજ છે, કારણ કે કેટલીક ધાર્મિક પરંપરાઓમાં તેને માન્યતા આપવામાં આવી છે.

102 બાળકોની ઉંમર 10 થી 50 વર્ષની વચ્ચે છે

જણાવી દઈએ કે મુસાના 102 બાળકોની ઉંમર 10 થી 50 વર્ષની વચ્ચે છે. અને તેની સૌથી નાની પત્નીની ઉંમર 35 વર્ષ છે. મુસાને ફક્ત તેના પહેલા અને છેલ્લા બાળકનું નામ જ યાદ છે. બાકીના બાળકોને બોલાવવા માટે તે નોટબુકમાં લખેલા નામોનો સહારો લે છે. બાળકોની માતાઓ તેમને ઓળખવામાં મદદ કરે છે. આટલું જ નહીં પરિવારમાં કોઈ વિવાદ હોય તો તેને ઉકેલવા માટે દર મહિને બેઠક યોજવામાં આવે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">