AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યૂક્રેન-રશિયા યુદ્ધના 100 દિવસ પુરા, યૂક્રેને કહ્યું યુદ્ધ સમાપ્તિ બાદ સુરક્ષાની ગેરંટી ભારત લે

રશિયા-યૂક્રેન યુદ્ધના 100 દિવસ (100 days of the Russia-Ukraine war) પૂર્ણ થયા બાદ યુક્રેને રશિયા વિરુદ્ધ અલગ-અલગ દેશો પાસેથી પોતાના માટે સમર્થન માંગ્યું છે. યુક્રેને ભારતને (India) પણ યુદ્ધ ખતમ થયા બાદ યુક્રેનની સુરક્ષાની ગેરંટી બનવાનું કહ્યું છે.

યૂક્રેન-રશિયા યુદ્ધના 100 દિવસ પુરા, યૂક્રેને કહ્યું યુદ્ધ સમાપ્તિ બાદ સુરક્ષાની ગેરંટી ભારત લે
100 Days of Ukraine-Russia WarImage Credit source: al jazeera
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 4:23 PM
Share

રશિયા-યૂક્રેન યુદ્ધના 100 દિવસ (100 days of the Russia-Ukraine war) પૂર્ણ થઈ ગયા છે.રશિયાના હુમલાને કારણે યૂક્રેન લગભગ તબાહ થઈ ગયું છે.પણ યૂક્રેન ઝુક્યું નથી અને સતત રશિયા સામે લડી રહ્યું છે. યૂક્રેન ભારતને યુદ્ધ ખત્મ થયા બાદ યુક્રેનની સુરક્ષાની ગેરંટી બનવાનું કહ્યું છે.રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, યૂક્રેનની સાથે કેટલાક અન્ય દેશોએ પણ આ મામલે ભારતનો સંપર્ક કર્યો છે. યૂક્રેનને આશા છે કે ભારત (India) યુદ્ધ બાદ યૂક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી બેઠું કરવાના કામમાં પણ મદદ કરશે.

યુદ્ધના સમયમાં યૂક્રેન માટે સંકટમોચક બન્યુ ભારત

હાલ યૂક્રેન માટે પોસ્ટ વોર સિક્યોરિટી અને પોસ્ટ વોર કંસ્ટ્રક્શન આ બન્ને ખુબ મહત્ત્વના મુદ્દાઓ છે.તેની સાથો જ દવાઓ અને આર્થિક મદદ પણ ખુબ જરુરી છે.હમણાં સુધી ભારત યૂક્રેનને 230 ટન અને માનવીય મદદથી જોડાયેલી વસ્તુઓ મોકલી છે.તેના સરકારી અને પ્રાઈવેટ દવા કંપનીઓની પણ મદદ સામેલ છે.દવા કંપનીઓએ હમણાં સુધી 7-8 મિલિયન ડોલરની મદદ કરી ચૂક્યું છે.આ એવી દવા કંપનીઓ છે જેના હેડકાર્વટર આપણા ભારતમાં છે, પણ તેની ઓફિસો યૂક્રેન અને યુરોપમાં પણ છે.

યૂક્રેનની ઘેરાબંધી કરી રહ્યું છે રશિયા

છેલ્લા 100 દિવસથી રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ મચાવેલી તબાહીને કારણે યૂક્રેનનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.યૂક્રેને કહ્યું છે કે રશિયાએ તેના બંદરો પણ બંધ કરી દીધા છે અને દરિયાઈ વિસ્તારોમાં ઘેરબંધી કરી છે.આ જકારણોસર યૂક્રેન દરિયાઈ માર્ગે અનાજની નિકાસ કરવા સક્ષમ નથી. યૂક્રેનનું લગભગ 22 મિલિયન ટન અનાજ બંદરો પર અટવાયું છે અને એશિયા-આફ્રિકાના ઘણા દેશોમાં પહોંચ્યું નથી. યૂક્રેનનો એ પણ આરોપ છે કે રશિયા યુક્રેનના તેના કબજા હેઠળના વિસ્તારોમાંથી અનાજની ચોરી કરીને ગેરકાયદેસર રીતે અનાજ વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

રશિયાના આ પગલાથી વિશ્વમાં અનાજનું સંકટ સર્જાઈ શકે છે. યુક્રેન વારંવાર કહી રહ્યું છે કે રશિયાએ તાત્કાલિક તેના બંદરો ખોલવા જોઈએ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં બોમ્બમારો બંધ કરવો જોઈએ.રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધનું ક્યાં સુધી ચાલશે તેનો કોઈ અંદાજ ન લગાવી શકાય પણ આ યુદ્ધને કારણે હજારો પરિવાર વિખેરાઈ ગયા છે. બે રાષ્ટ્ર વચ્ચેની લડાઈથી આખી દુનિયામાં તેની અસર પણ થઈ છે. તેવામાં યૂક્રેન પહેલાની જેમ ભારત પાસે મદદની આશા રાખી રહ્યું છે.

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">