World Malaria Day 2022: ગુજરાત સરકારે “મેલેરિયા મુકત ગુજરાતના નિર્માણ”નો નિર્ધાર કર્યો

World Malaria Day 2022: મેલેરિયા એનોફિલીસ નામના મચ્‍છર દ્વારા એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં ફેલાતો રોગ છે. તેના લક્ષણોની વાત કરીએ તો મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે

World Malaria Day 2022: ગુજરાત સરકારે મેલેરિયા મુકત ગુજરાતના નિર્માણનો નિર્ધાર કર્યો
World Malaria Day 2022 (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:00 AM

25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria Day 2022) તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ભારત સરકારના (Government of India) માર્ગદર્શન અને સહયોગથી વર્ષ 2030 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત (Malaria free Gujarat) નિર્માણનો લક્ષ્ય પ્રાપ્ત કરવાનો નિર્ધાર રાજ્ય સરકારે કર્યો છે. આ વર્ષની થીમ ‘વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ” નિયત કરાઈ છે. મેલેરિયા અંગે જાગૃતિ કેળવી સૌના સહિયારા પ્રયાસથી મેલેરિયા મુક્ત રાજ્ય બને તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

દર વર્ષે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવાય છે. રાજયમાં મેલેરિયાના રોગ પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે અને “મેલેરિયા મુક્ત ગુજરાત”ના નિર્માણ માટે રાજયનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ સુસજ્જ છે. ભારત સરકારના માર્ગદર્શન અને સહયોગથી વર્ષ 2030 સુધી મેલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન હાથ ધરાયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મેલેરિયા મુક્ત ગુજરાત માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઈન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને IPC દ્વારા લાર્વાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરાશે તથા બાંધકામ સાઈટની તપાસ, મજૂરોનું બ્લડ સ્ક્રીનીંગ કરાશે. તેમજ જનજાગૃતિ ફેલાય તે માટે શેરી નાટક, રેલી, માઈકીંગ અને પપેટ શોનું આયોજન કરાશે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જનજાગૃતિનો પ્રયાસ કરાશે. શહેરમાં LED ડિસ્પ્લે પર જાગૃતિ લાવવા વીડિયો પ્રસારણ કરાશે.

દેશમાં આ રીતે મેલેરિયા પર નિયંત્રણ આવ્યુ

બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટીનો ઉપયોગ થવા લાગ્યો. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડી.ડી.ટીના છંટકાવના સારા પરિણામ મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો. તેની સાથે સાથે હવે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષ્યમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1955માં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી.

મેલેરિયા કેવી રીતે ફેલાય છે?

મેલેરિયા એનોફિલીસ નામના મચ્‍છર દ્વારા એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં ફેલાતો રોગ છે. તેના લક્ષણોની વાત કરીએ તો મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે, ત્‍યારબાદ 8 થી 12 કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય, ઉલટી થાય,  ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે છે.

આ સાવચેતીઓ મેલેરિયા સામે રક્ષણ આપશે

  1. મેલેરિયા ફેલાવતા એનોફિલીસ મચ્છરો ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થાય છે.
  2. મચ્છર ઉત્પત્તિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો.
  3. ઘરની આજુ-બાજુ પાણીના નાના ભરાવા વહેવડાવી દો કે માટીથી પુરાણ કરો.
  4. પાણીના મોટા ભરાવામાં પોરાનાશક ગપ્પી માછલીઓ અવશ્ય મુકાવો.
  5. મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો.
  6. બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાવો.
  7. મચ્છર વિરોધી ક્રીમ ત્વચા પર લગાડી માનવ મચ્છરનો સંપર્ક ઘટાડો.
  8. વહેલી સવારે અને સંધ્યાકાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખો.
  9. જંતુનાશકદવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવાનું રાખો.
  10. નાના બાળકો અને સગર્ભા માતાઓએ સુવા માટે જંતુનાશક મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરવો.
  11. તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવો.
  12. મેલેરિયાના લક્ષણો જણાય તો તરતજ તબીબી સારવાર લો.
  13. મેલેરિયાથી બચવાનો એક જ ઉપાય વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર.
  14. સરકારી દવાખાના/હોસ્પિટલોમાં નિદાન અને સારવાર મફત કરવામાં આવે છે.

આ પણ વાંચો-Surat: VNSGUમાં પેપર લીક કેસમાં તપાસ કમિટીએ વધુ 8 વ્યક્તિના નિવેદન નોંધ્યા, આવતીકાલે રિપોર્ટ સુપ્રત કરાશે

આ પણ વાંચો-Jamnagar: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ શરુ, ભાજપે શરુ કરેલા પ્રચાર સામે કોંગ્રેસનો વિરોધનો પ્રહાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">