ગુજરાતમાં આગામી ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

આગામી ત્રણ-ચાર દિવસ ભારે ગરમી (Heat) સહન કરવી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ (Ahmedabad) સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 8:08 AM

ગુજરાતમાં (Gujarat) ઉનાળાની (Summer 2022) આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં શરૂઆતથી ગરમીએ (Heat) પ્રકોપ બતાવવાની શરૂઆત કરી લીધી છે. ત્યારે હજુ આગામી ત્રણ-ચાર દિવસ ભારે ગરમી સહન કરવી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવની પણ આગાહી વ્યક્ત કરાઈ છે.

ગુજરાતમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યા બાદ ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર છે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં વરસાદ થવાની કોઇ સંભાવના ન હોવાની આગાહી કરી છે. જો કે વરસાદની સંભાવના ઘટતા ફરીથી રાજ્યમાં ગરમીનો (Heat) પારો ઉચકાયો છે. અમદાવાદમાં વધતી ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કર્યુ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ પંથકમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે એવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે કે, અમદાવાદમાં 28 એપ્રિલ સુધી ગરમી 42 ડિગ્રીની આસપાસ રહેશે.

રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચકાશે. રાજ્યમાં આગામી ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી પડશે. આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે લોકોને જરુર સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે, તેમજ સાવધાની રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો-આજે બિનસચિવાલય ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા, કડક સુરક્ષા સાથે 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષા

આ પણ વાંચો-Ahmedabad: મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ઔડાનું તંત્ર દોડતું થયુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">