AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે થાય છે કેન્સર, શું ચોથા સ્ટેજમાં પણ સારવાર શક્ય છે ? ડૉ અંકિતા પટેલ પાસેથી જાણો

કેન્સર એક એવી બીમારી છે જેના કેસ દર વર્ષે ભારતમાં વધી રહ્યા છે. વર્ષ 2023માં દેશમાં કેન્સરના 14 લાખથી વધુ નોંધાયા હતા. કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે Tv9 ડિજિટલ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમા વારાણસીના એપેક્સ હોસ્પિટલના કેન્સર નિષ્ણાંત પ્રસિદ્ધ ઓન્કોલોજિસ્ટ ડૉ અંકિતા પટેલે કેન્સર સંબંધિત તમામ સવાલોના જવાબ આપ્યા છે.

શા માટે થાય છે કેન્સર, શું ચોથા સ્ટેજમાં પણ સારવાર શક્ય છે ? ડૉ અંકિતા પટેલ પાસેથી જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2024 | 3:04 PM
Share

ભારતમાં કેન્સરના કેસ વધી રહ્યા છે. કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ અનુસાર વર્ષ 2023માં દેશમાં આ બીમારીના 14 લાખથી વધુ કેસ નોંધાયા હતા. ખાનપાનની ખોટી આદતો અને બગડેલી જીવનશૈલી કેન્સરના કેસ વધવાનું મોટુ કારણ છે. આ બીમારીમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેના લક્ષણની બહુ પાછળથી ખબર પડે છે, એટલામાં તો બહુ મોડુ થઈ ગયુ હોય છે અને બીમારી લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગઈ હોય છે. જેનાથી દર્દીઓનો જીવ બચાવવો એ એક પડકાર બની જાય છે. એવામાં કેન્સર વિશે જાગૃત થવુ ખૂબ જરૂરી છે. સમય સમય પર લક્ષણોની ઓળખ અને સારવારથી આ બીમારી પર આસાનીથી નિયંત્રણ મેળવી શકાય છે.

કેન્સરની બીમારીને લઈને લોકોને શિક્ષિત કરવા Tv9 ડિજિટલે એક ખાસ કાર્યક્રનું આયોજન કર્યુ છે. જેમા વારાણસી એપેક્સ હોસ્પિટલના કેન્સર નિષ્ણાંત, પ્રસિદ્ધ ઓન્કોલોજિસ્ટ ડૉ અંકિતા પટેલ સાથે કેન્સર અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી. MBBS, MD (રેડિયેશન), ઈસીએમઓ, પીજીડીએમએલએસ અને પીજીડીએચઆઈએમ જેવી યોગ્યતા મેળવનારા ડૉ પટેલે કેન્સર સાથે સંબંધિત અનેક સવાલોના જવાબ આપ્યા. તેમણે જણાવ્યુ કે સમય રહેતા કેન્સરની ઓળખ અને સારવાર કરી શકાય ચે. આજના સમયમાં એવી ટેકનોલોજી આવી ગઈ છે જે ચોથા સ્ટેજના કેન્સરને પણ ઠીક કરી શકે છે.

ડૉ પટેલે કેન્સરની પ્રકૃતિ અંગે જણાવ્યુ કે તેને સૌથી વધુ જીવલેણ બીમારીઓમાંથી એક કેમ માનવામાં આવે છે, તેની પણ જાણકારી આપી. આ કાર્યક્રમમાં ડૉ પટેલને આ સવાલો અંગે પૂછવામાં આવ્યુ. જેનો ડિટેલમાં જવાબ આપ્યો.

કેન્સરથી વધુ ખતરો કોને છે ?

કેન્સરનો ઝડપી જાણકારી મેળવવા માટે તેના જોખમમે સમજવુ આવશ્યક છે ડૉ પટેલે જણાવ્યુ કે આનુવંશિક, જીવનશૈલી અને પર્યાવરણીયકારકો સહિત ક્યા લોકોને કેન્સર વિકસીત થવાની વધુ સંભાવના રહે છએ.

શું ડાયેટથી કેન્સરને કંટ્રોલ કરી શકાય છે?

કેન્સરને અટકાવવામ અને સારવારમાં ડાયેટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હવે તેના તરફ લોકોની રુચિ પણ વધી છે. ડૉ પટેલે જણાવ્યુ કે કોઈના ડાયેટમાં બદલાવ કરવાથી કેન્સરના વિકાસ અને ઉપચાર પર અસર પડી શકે છે.

કેન્સરની સારવારની રીત?

આ કાર્યક્રમમાં કેન્સર માટે ઉપલબ્ધ વિવિધ સારવાર વિકલ્પોને કવર કરવામાં આવ્યા છે. જેમા ડૉ પટેલે જણાવ્યુ છે કે કેન્સરનો ઈલાજ સર્જરી, રેડ્યોથેરાપી, કિમોથેરાપી અને અન્ય નવી ચિકિત્સા પદ્ધતિઓથી કરવામાં આવી રહ્યો છે.

શું કેન્સરને રોકી શકાય છે અથવા ઈલાજ શક્ય છે?

કેન્સરની ઘટનાઓને ઓછી કરવા માટે તેને રોકવુ મહત્વપૂર્ણ છે. ડૉ પટેલે જણાવ્યુ કે કેન્સરને રોકી શકાય છે. સ્ક્રિનિંગથી આ બીમારીની ઝડપથી જાણકારી મેળવવામાં મદદ મળે છે.

કેન્સરના ઉપચારમાં પ્રગતિ કેટલી થઈ ?

ઓન્કોલોજી એક ઝડપથી વિકસતુ ક્ષેત્ર છે. ડૉ પટેલે કેન્સરની સારવારમાં નવીનતમ સફળતાઓ પર ચર્ચા કરી. જેમા ટારગેટેડ થેરાપી અને ઈન્યુન થેરાપી સામેલ છે.

કેન્સરની સારવારમાં નવી ટેકનિકની ભૂમિકા

ડૉ પટેલે જણાવ્યુ કે કેવી રીતે કેન્સરની સારવારમાં નવિનતમ મશીનો એપેક્સ હોસ્પિટલ, વારાણસીમાં દર્દીઓના પરિણામોમાં ઘણો સુધારો આવ્યો છે.

શું કેન્સર એક માંથી બીજી પેઢીમાં પણ આવે છે? કેન્સરના અનેક કેસ જેનેટિક હોય છે. ડૉ પટેલે જણાવ્યુ કે કેન્સર જેનેટિક છે અને પારિવારિક ઈતિહાસ આ બીમારીના વિકસીત થવાની સંભાવનાને કેવી રીતે પ્રભાવિત કરે છે.

કેન્સરને લગતી મિથક

કેન્સરના કારણોથી લઈને સારવાર સુધી, તેના વિશે અનેક ભ્રાંતિઓ ફેલાયેલી છે. ડૉ પટેલે આ ભ્રાંત્ઓ વિશે પણ વિસ્તારથી જણાવ્યુ છે.

નવજોતસિંઘ સિદ્ધુના નિવેદન પર પ્રતિક્રિયા

ડૉ પટેલે નવજોતસિંઘ સિદ્ધુ દ્વારા કેન્સર વિશે હાલમાં જ આપેલા નિવેદન પર પણ તેમણે તેમના વિચારો રજૂ કર્યા છે.

આ મહત્વપૂર્ણ ચર્ચા TV9 નેટવર્કની યુટ્યુબ ચેનલો પર પણ ઉપલબ્ધ છે. જેનાથી મોટી સંખ્યામાં દર્શકો સુધી તે પહોંચશે. ડૉ પટેલનું આ ખાસ માર્ગદર્શન દર્શકોને કેન્સર અને તેના ઉપચારને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. આપ આ જાણકારીપૂર્ણ સત્ર માટે TV9 નેટવર્કની Youtube ચેનલ જુઓ. વધુ જાણકારી માટે કે ડૉ અંકિતા પટેલ સાથે એપોઈનમેન્ટ બુક કરવા માટે એપેક્સ હોસ્પિટલ, વારાણસીનો 9119601990 નંબર પર સંપર્ક કરો અથવા ApexHospitalvaranasi.com પર જાઓ.

 દેશના અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">