AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ વેલ્થ : છોકરીઓમાં PCOSની સમસ્યા કેમ વધી રહી છે, જાણો તેને કેવી રીતે નિયંત્રિત કરવી

જ્યારે સ્ત્રીઓમાં અમુક હોર્મોન્સ વધવા લાગે ત્યારે PCOS થઈ શકે છે. ચાલો જાણીએ કે પીસીઓએસ હોય ત્યારે મહિલાઓએ કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. તેમજ કઈ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ. તો આજે આપણે આ વીડિયો દ્વાર સમજીશું. જંક ફૂડ પીસીઓએસના લક્ષણોમાં વધારો કરી શકે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે. જેના કારણે બ્લડપ્રેશરનું સ્તર નિયંત્રણમાં રહેતું નથી.

હેલ્થ વેલ્થ : છોકરીઓમાં PCOSની સમસ્યા કેમ વધી રહી છે, જાણો તેને કેવી રીતે નિયંત્રિત કરવી
| Updated on: Nov 12, 2023 | 3:21 PM
Share

આજકાલ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા આ સમસ્યા 30 થી 35 વર્ષની મહિલાઓમાં વધુ જોવા મળતી હતી, પરંતુ હવે 18 થી 20 વર્ષની છોકરીઓમાં પણ PCODની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાને PCOS તરીકે પણ ઓળખવામાં આવે છે. PCOD એ હોર્મોનલ સમસ્યા છે જે આપણી ખરાબ લાઈફ સ્ટાઈલનું પરિણામ છે.

PCOS શું છે

તો ચાલો આજે આપણે ડોકટર દિવ્યા પાસેથી PCOS શું તેના વિશે માહિતી મેળવીએ. વજન વધી જવું, વધારે વાળ ખરવા,તેમજ આ રોગ પાંચમાંથી એક છોકરીમાં જોવા મળે છે. જો તમને આ રોગની સમસ્યા હોય તો તેને જલ્દી નિવારણ કરો. કારણ કે, બાકી જો આ રોગ તમારા શરીરમાં ઘર કરી શકે છે.કેટલીક છોકરીઓ તેના સ્વાસ્થનું ધ્યાન જીમ દ્વારા રાખે છે. કેટલીક પોતાની વ્યસ્ત લાઈફમાં જંકફુડ વધારે લે છે.

સતત એક જગ્યા પર બેસી અન્ય કોઈ એક્ટિવિટી ન કરવું તે પણ એક PCOSનું કારણ છે. જો તમારું વજન વધવા લાગે છે તો માત્ર ડોક્ટર પાસેથી પાતળા થવાને દવા લે છે પરંતુ આ તમામ વિશે પહેલા ડોક્ટર પાસે ચેક અપ જરુર કરાવો.

જંકફુડ છોડીને હેલ્ધી ફુડ ખાવાનું શરુ કરવું

ધીમે ધીમે તમારા પિરીયડસ ઓછા થઈ જાય છે. ત્યારે પણ તમે અનેક રોગનો શિકર બનાવી શકો છો. PCOSના કારણે પ્રગ્નેસીની પણ સમસ્યા જોવા મળતી હોય છે.આની પર એક સારવાર છે.જેના માટે મેડકિલ ટ્રીટમેન્ટ પણ છે. તેમજ તમારુ લાઈફસ્ટાઈલ પણ ચેન્જ કરો. ખાસ કરીને જે મહિલાઓ ઓફિસ વર્ક કરે છે તેમણે જંકફુડ છોડીને હેલ્ધી ફુડ ખાવાનું શરુ કરવું જોઈએ.

PCOS એટલે શું

એક હોર્મોનલ સમસ્યા છે, જેમાં અંડાશયમાં નાના ગઠ્ઠો બને છે. આમાં છોકરીઓનું માસિક ધર્મ અનિયમિત થઈ જાય છે, તેમનું વજન વધવા લાગે છે અને ક્યારેક ગર્ભધારણ કરવામાં પણ તકલીફ થાય છે.

પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખો

PCOS પીસીઓડીમાં કોઈ ફરક નથી બંન્ને એક જ છે. આ બિમારીને દુર કરવા માટે પહેલા તો આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જરુરી છે. કારણ કે મુખ્ય કારણ આજ છે કે આપણે વિદેશીની તમામ વાતો અપનાવી રહ્યા છીએ ત્યારે ત્યાનાં લોકો પોતાના હેલ્થ વિશે પણ ખુબ ધ્યાન રાખે છે. તો આપણે સૌ જીમ, કસરત,યોગ કરવા જરુરી છે. પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખો.

મેંદાના લોટને તમારા ફુડમાંથી દુર કરો, સલાડ ,ફુડનું ભરપુર પ્રમાણમાં સેવન કરો. ટુંકમાં હેલ્ધી ફુડ ખાવાનું રાખો સાથે કસરત, યોગ કરવાનું રાખો.જો તમને PCOS હોય, તો તમારે એવી વસ્તુઓ લેવાનું ટાળવું જોઈએ જેમાં મોટી માત્રામાં કેફીન હોય. કારણ કે આપણા શરીરમાં પહેલાથી જ હોર્મોન્સ ગડબડ થઈ જાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">