AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિપાહનો હાહાકાર ! કેવી રીતે થાય છે આ વાયરસના લક્ષણોની પુષ્ટી અને જાણો શું છે તેનો ઈલાજ ?

નિપાહ વાયરસનો ભય ફરી એક વાર ફેલાઈ ગયો છે. આવી સ્થિતિમાં નિપાહ વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે તેને લઈને અગાઉ આપડે ચર્ચા કરી છે ત્યારે આ વાયરસ થયો છે તેની પુષ્ટિ કેવી રીતે થાય છે અને તેનો ઈલાજ શું છે ચાલો સમજીએ. તેમજ ચેપગ્રસ્ત લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો ક્યારે દેખાય છે?

નિપાહનો હાહાકાર ! કેવી રીતે થાય છે આ વાયરસના લક્ષણોની પુષ્ટી અને જાણો શું છે તેનો ઈલાજ ?
What are the symptoms of Nipah virus and cure
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 1:08 PM
Share

Nipah Virus : નિપાહ વાયરસના પ્રકોપને કારણે કેરળમાં સ્થિતિ વણસી રહી છે. સતત સામે આવતા કેસોને કારણે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. કોઝિકોડમાં બે દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને દુકાનો ખોલવા અને બંધ કરવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.

આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક ટીમ પણ કોઝિકોડ પહોંચી ગઈ છે. આ ટીમ કોઝિકોડના જિલ્લા વહીવટીતંત્ર સાથે નિપાહ વાયરસની માહિતી એકત્રિત કરી રહી છે. નિપાહ વાયરસનો ભય ફરી એક વાર ફેલાઈ ગયો છે. આવી સ્થિતિમાં નિપાહ વાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે તેને લઈને અગાઉ આપડે ચર્ચા કરી છે ત્યારે આ વાયરસ થયો છે તેની પુષ્ટિ કેવી રીતે થાય છે અને તેનો ઈલાજ શું છે ચાલો સમજીએ.

ચેપગ્રસ્ત લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો ક્યારે દેખાય છે?

જો નિપાહ વાયરસ થયો હોય કે તેના લક્ષણોની વાત કરીએ તો તાવ, માથાનો દુખાવો, ઉધરસ, ગળું સુકાવું, શ્વાસની સમસ્યા, ઉલટી જેવા લક્ષણો હોય છે. નિપાહ વાયરસના ચેપથી પીડિત વ્યક્તિમાં, ચેપ લાગ્યાના 4-14 દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. ચેપગ્રસ્ત વ્યક્તિમાં લક્ષણો 3-14 દિવસ સુધી ચાલુ રહે છે. જો આ સમયગાળા દરમિયાન આ વ્યક્તિને યોગ્ય સારવાર ન મળે તો તેનો જીવ પણ જઈ શકે છે

આ વાયરસની પુષ્ટી કેવી રીતે થાય છે?

નિપાહ વાયરસના ચેપને સામાન્ય રીતે તેના લક્ષણો દ્વારા જ ઓળખવામાં આવે છે. પરંતુ તેની પુષ્ટિ કરવા માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ELISA ટેસ્ટ દ્વારા પણ નિપાહ વાયરસનું નિદાન થાય છે.

નિપાહ વાયરસનો ઈલાજ શું?

નિપાહ વાયરસ સામે હજુ સુધી કોઈ રસી કે દવા ઉપલબ્ધ નથી. ડબ્લ્યુએચઓ અનુસાર, જો આ વાયરસથી ચેપ લાગ્યો હોય તો સહાયક સંભાળ જ એકમાત્ર ઉપાય છે. આ માટે પીડિતને મહત્તમ આરામ કરવાની અને પાણી વગેરે જેવા પ્રવાહી પીવાની સલાહ આપવામાં આવે છે. તેમજ પક્ષીઓની ચાંચ મારેલ ફળ કે શાકભાજી બિલકુલ ન ખાવા, આસપાસ સફાઈ રાખવી અને હાથ વારંવાર ધોવા જેવી સલાહ આપવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">