જાણો ઈંફ્કેશન કરતા પણ વેક્સીન કેવી રીતે વધારે બનાવે છે એન્ટીબોડીઝ ?

કોવિડ સામે લડવા અને તેને ફેલાતો અટકાવવાની દિશામાં દરરોજ નવા સંશોધનો બહાર આવી રહ્યા છે. તાજેતરના નવા અભ્યાસમાં, એવું બહાર આવ્યું છે કે જે લોકોને ચેપ લાગ્યો હતો અથવા જેમને રસી આપવામાં આવી છે તેઓની રોગપ્રતિકારક શક્તિ વધુ અસરકારક છે.

જાણો ઈંફ્કેશન કરતા પણ વેક્સીન કેવી રીતે વધારે બનાવે છે એન્ટીબોડીઝ ?
Corona Vaccine - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:15 AM

કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટની ત્રીજી લહેર (Third Wave ) કદાચ હવે ધીમી પડી રહી છે, પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે આ રોગચાળો (Pandemic ) ખતમ થવા જઈ રહ્યો છે, તો તમે બિલકુલ ખોટા છો. ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઓમિક્રોનના કારણે કોવિડના(Corona )  કેસ ખૂબ જ ઝડપથી વધ્યા હતા. Omicron એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં તબાહી મચાવી છે અને તેના પરિણામ સ્વરૂપે જ લોકોને છેલ્લી અને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી હતી.

રોગપ્રતિકારક શક્તિ તેની જાતે જ બનવાનું શરૂ કરે છે નિષ્ણાતો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે કોવિડનો શિકાર થયા પછી, માનવ શરીર આપોઆપ કુદરતી રોગપ્રતિકારક શક્તિ બનાવવાનું શરૂ કરે છે કારણ કે આપણા શરીરમાં એન્ટિબોડીઝ બનવાનું શરૂ થાય છે. આ જ કારણ છે કે ચેપના દરને રોકવા માટે વિશ્વભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

નવા સંશોધનથી નવું કિરણ આવ્યું કોવિડ સામે લડવા અને તેને ફેલાતો અટકાવવાની દિશામાં દરરોજ નવા સંશોધનો બહાર આવી રહ્યા છે. તાજેતરના નવા અભ્યાસમાં, એવું બહાર આવ્યું છે કે જે લોકોને ચેપ લાગ્યો હતો અથવા જેમને રસી આપવામાં આવી છે તેઓની રોગપ્રતિકારક શક્તિ વધુ અસરકારક છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જે વધુ એન્ટિબોડીઝ બનાવવામાં સક્ષમ છે અમેરિકાની સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં કરવામાં આવેલા સંશોધનમાં લગભગ 399 લોકો સામેલ હતા. હોસ્પિટલના એસોસિયેટ ફેકલ્ટી મેમ્બર ડો. જોશ વોલ્ફ કહે છે કે બેમાંથી કયું સારું છે તે કહેવું ઘણું મુશ્કેલ છે. હા, આ કહેવું ઘણું મુશ્કેલ છે. રસી અથવા ચેપ કરતાં વધુ એન્ટિબોડીઝ શું બનાવે છે તે શોધવું પણ ખૂબ મુશ્કેલ છે. જોકે, અભ્યાસમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

સંશોધન કેવી રીતે કરવામાં આવ્યું હતું અભ્યાસમાં એન્ટિજેન એક્સપોઝરની ત્રણ શ્રેણીઓ ટાંકવામાં આવી હતી. આમાં 120 લોકોને માત્ર કોવિડ ચેપ હતો, જ્યારે 237 લોકોને mRNA રસી આપવામાં આવી હતી. બાકીના 42 લોકોને પણ રસી આપવામાં આવી હતી અને તેમને પણ ચેપ લાગ્યો હતો. આ અભ્યાસ દરમિયાન આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા નામના 4 મુખ્ય પ્રકારો સામે રક્ષણ માટે એન્ટિબોડીઝના સ્તરની તપાસ કરવામાં આવી હતી. આ તમામ તપાસ આ ત્રણ કેટેગરીના લોકો પર કરવામાં આવી હતી.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી સામાન્ય ચેપ કરતાં વધુ એન્ટિબોડીઝ બનાવવાનું કામ કરે છે.

આ પણ વાંચો :

મહિલા આરોગ્ય: સ્વાસ્થ્ય માટે આ ભૂલો મહિલાઓ વારંવાર કરે છે અને પસ્તાય છે

Health Tips : આ છે હૃદયના સ્નાયુઓની નબળાઇના લક્ષણો, જાણો તેને કેવી રીતે બનાવશો મજબૂત

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">