Health Tips : આ છે હૃદયના સ્નાયુઓની નબળાઇના લક્ષણો, જાણો તેને કેવી રીતે બનાવશો મજબૂત

સ્વસ્થ જીવન જીવવા માટે આપણે બધાએ આપણા હૃદયની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. આજે અમે જણાવીશું કે આપણે હૃદયના સ્નાયુઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ.

Health Tips : આ છે હૃદયના સ્નાયુઓની નબળાઇના લક્ષણો, જાણો તેને કેવી રીતે બનાવશો મજબૂત
Heart (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 2:40 PM

Health Tips: આજના સમયમાં દરેક વ્યક્તિ વ્યસ્ત જીવન જીવી રહ્યો છે, જેના કારણે તેઓ તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને નજર અંદાજ કરી રહ્યા છે. પરંતુ આજના સમયમાં હૃદયનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે જો તમારું હૃદય (Heart) સ્વસ્થ છે, તો લોહી હૃદયની જમણી બાજુથી ફેફસામાં જશે, જ્યાં તેને ઓક્સિજન મળે છે અને પછી આ લોહી હૃદયની ડાબી બાજુ જાય છે, જેના કારણે ઓક્સિજન ફેફસાં સુધી પહોંચે છે. જો હ્રદયમાં કોઈપણ પ્રકારની ગરબડ અથવા સમસ્યા હોય તો તેનું કારણ હૃદયના (Heart Problems) સ્નાયુઓ નબળા પડવા પણ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ આપણું હૃદય નબળું પડે છે, ત્યારે તે ખૂબ જ ઝડપથી લોહી પંપ કરવાનું શરૂ કરે છે. જેના કારણે આપણા હૃદયની માંસપેશીઓ પર તાણ આવે છે અને તેના કારણે તે નબળા પડવા લાગે છે. તેની ખરાબ અસર કિડની સુધી પહોંચે છે.

જો તમારા હૃદયના સ્નાયુઓ નબળા હોય તો અસામાન્ય ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ, ભૂખ ન લાગવી, વજન વધવું જેવા લક્ષણો દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને હૃદયના સ્નાયુઓની નબળાઇના લક્ષણો અને નિવારણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જાણો હૃદયનાનબળા સ્નાયુઓના લક્ષણો

– અસાધારણ ધબકારા અથવા ઝડપી ધબકારા એ હૃદયના સ્નાયુઓના નબળા થવાનું લક્ષણ હોઈ શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

– શ્વાસ લેવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવી એ હૃદયની માંસપેશીઓ નબળા પડવાનું લક્ષણ હોઈ શકે છે.

– વધુ પડતો થાક અથવા છાતીમાં કોઈપણ પ્રકારનો દુખાવો પણ નબળા હૃદયના સ્નાયુઓની નિશાની હોઈ શકે છે.

– યોગ અથવા વર્કઆઉટમાં મુશ્કેલી એ હૃદયના સ્નાયુઓના નબળા પડવાની નિશાની હોઈ શકે છે.

– ઝડપી વજન વધવાથી હૃદયના સ્નાયુઓને નબળી બનાવી શકે છે.

જાણો હૃદયના સ્નાયુઓ નબળા થવાના કારણો

– કોલેસ્ટ્રોલ વધવાના કારણે ઘણી વખત ધમનીઓ અને હાર્ટ સાંકડા થઈ જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે હૃદયની માંસપેશીઓ નબળી પાડે છે.

– કોરોનરી આર્ટરી ડિસીઝ પણ હૃદયના સ્નાયુઓના નબળા પડવાનું એક મહત્વનું કારણ હોઈ શકે છે.

– ઘણીવાર જેમને હાઈ બીપીની સમસ્યા હોય છે, આ કારણથી હૃદયની માંસપેશીઓ નબળી પડી શકે છે. કારણ કે હાઈ બીપીની સીધી અસર હૃદય પર પડે છે.

– સ્થૂળતા અથવા ધૂમ્રપાન પણ આ માટે એક મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે.

આ રીતે હૃદયના સ્નાયુઓને સ્વસ્થ રાખો

– હૃદયને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા માટે તમારે નિયમિત કસરત કરવી જોઈએ. આ સાથે તમારે તમારી ઉંચાઈ અને ઉંમર પ્રમાણે વજન પણ રાખવું જોઈએ.

– કોલેસ્ટ્રોલ લેવલને હંમેશા કંટ્રોલમાં રાખો. આ માટે તમારે તૈલી અને જંક ફૂડથી દૂર રહેવું જોઈએ.

– હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે પર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવી જોઈએ. તમારે 7, 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

– સ્નાયુઓને સ્વસ્થ રાખવા માટે આહારનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે તમારા આહારમાં ફાઈબરયુક્ત ખોરાક, આખા અનાજ, બદામ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.

– હૃદયના સ્નાયુઓને સ્વસ્થ રાખવા માટે તમારે હંમેશા તમારા બીપીને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખવું જોઈએ. બીપીનું સ્વસ્થ સ્તર 120/80 mmHg છે, તે હંમેશા જાળવી રાખવું જોઈએ.

આ પણ વાંચો :Aloe Vera Farming : એલોવેરાની ખેતીથી આખા વર્ષ દરમિયાન મેળવી શકો છો અઢળક કમાણી, પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને આવકમાં થશે વધારો

આ પણ વાંચો :ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

g clip-path="url(#clip0_868_265)">