Knowledge: જાણો આ અનોખા મધ વિશે, જેનો સ્વાદ મીઠો નથી પણ કડવો છે !

Knowledge: જાણો આ અનોખા મધ વિશે, જેનો સ્વાદ મીઠો નથી પણ કડવો છે !
Unique honey which tastes not sweet but bitter(symbolic Image)

સાર્દિનિયન હની (Sardinian Honey), જેને કોર્બેઝોલો હની (Corbezzolo Honey) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે ઇટાલીના સાર્દિનિયા ટાપુ (Sardinia Island, Italy) પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ મધની સૌથી અનોખી વાત એ છે કે તે સામાન્ય મધની જેમ મીઠું નથી પણ કડવું છે.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 06, 2022 | 3:41 PM

ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આ વ્યક્તિ મધ જેટલી મીઠી હોય છે. પરંતુ હજારો વર્ષ પહેલાં માર્કસ તુલિયસ સિસેરો (Marcus Tullius Cicero) નામના ફિલસૂફ અને વકીલે હત્યાના આરોપીઓની તરફેણમાં તેમની અરજી દરમિયાન કહ્યું હતું કે, સાર્દિનિયા ટાપુ (Sardinian Island) માનવથી લઈને ભૌતિક રીતે ખરાબ છે. અહીં મધ પણ કડવું (Bitter Honey) છે!

તમે વિચારશો કે મધ અત્યંત મીઠું (Difference in Sweet and Bitter Honey) હોય ત્યારે આ નિવેદનમાં કડવું કેવી રીતે કહી શકાય. વાસ્તવમાં સિસેરોએ જે મધની વાત કરી તે ખરેખર કડવું છે અને તે આજ સુધી ઇટાલીમાં (Italian bitter honey) પ્રખ્યાત છે.

આ મધ વર્ષો જૂનું, આજે પણ તેનું ઉત્પાદન ચાલું

સાર્દિનિયન હની (Sardinian Honey), જેને કોર્બેઝોલો હની (Corbezzolo Honey) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુખ્યત્વે ઇટાલીના સાર્દિનિયા ટાપુ (Sardinia Island, Italy) પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ મધની સૌથી અનોખી વાત એ છે કે તે સામાન્ય મધની જેમ મધુર નથી, પરંતુ કડવું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ મધ વર્ષો જૂનું છે અને આજે પણ તેનું ઉત્પાદન થાય છે. બીબીસીના અહેવાલ મુજબ, આપણે ઉપર જે સિસેરો વિશે વાત કરી છે તે 106થી 43 ઈ.સ. પૂર્વેના સમયગાળામાં જીવતો હતો. આવી સ્થિતિમાં તમે અંદાજ લગાવી શકો છો કે આ મધનું ઉત્પાદન (How bitter honey is produced) કેટલા સમયથી થઈ રહ્યું છે.

આ મધ મેળવવું ખૂબ મુશ્કેલ

કોર્બજેલો મધ ‘કોર્બેઝોલો છોડ’ના ફૂલોમાંથી (Corbezzolo flower) મેળવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં Strawberry padha કહે છે. તમને જણાવી દઈએ કે, આ મધ બનાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. કોર્બેજેલોના ફૂલો પાનખર દરમિયાન ખીલે છે. તેમને ખૂબ જ વિશિષ્ટ હવામાનની જરૂર છે. તેમને વધુ વરસાદની જરૂર છે.

આ પછી આ ફૂલનો આકાર ઘંટડી જેવો હોય છે. તેથી મધમાખીઓને તેમાં પ્રવેશવામાં ઘણી સમસ્યા થાય છે. જેના કારણે મધ એકત્રિત કરવું પણ મુશ્કેલ છે.

ત્રીજી સમસ્યા વધુ વિચિત્ર છે. જ્યાં વરસાદની મોસમ ફૂલ માટે યોગ્ય હોય છે. ત્યાં વધુ પડતા વરસાદને કારણે મધમાખીઓ તેમના મધપૂડામાંથી બહાર નીકળી શકતી નથી. જેના કારણે તેઓ મધ એકત્ર કરી શકતી નથી.

મધ ખૂબ જ ફાયદાકારક છે

આ બધા કારણોને લીધે કોર્બેજેલો મધ એ વિશ્વના દુર્લભ મધમાંનું એક છે અને તે ખૂબ જ ઓછી માત્રામાં બનાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેનો સ્વાદ વિનેગર, દેવદારના ઝાડનો રસ, ચામડું, કોફીના સ્વાદ સાથે મિશ્રિત હોય છે, પરંતુ સામાન્ય માણસને તે કડવો લાગે છે.

જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ મધ કડવું કેમ છે, પરંતુ કેટલાંક નિષ્ણાંતો કહે છે કે, તેની કડવાશ ‘ગ્લાયકોસાઇડ આર્બુટિન’ નામના પદાર્થને કારણે છે. આ મધ એક સંજીવની જડીબુટ્ટી જેવું છે. તેમાં સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક વસ્તુઓ હોય છે. તેમાં વિટામીન, મિનરલ્સ હોય છે, તે ઊંઘમાં મદદ કરે છે. ઉધરસ અને કફમાં પણ સારી અસર કરે છે.

આ પણ વાંચો: Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન

આ પણ વાંચો: Honey Disadvantages: વધુ પ્રમાણમાં મધનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી આટલા નુકસાન થાય છે


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati