AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન

ખેડુતોની આવક વધારવા માટે મધમાખી ઉછેરને સહાયક ક્ષેત્ર ગણાવતા કૃષિ મંત્રીએ કહ્યું કે મધુર ક્રાંતિ લાવવા માટે મધ મિશન શરૂ કરવામાં આવ્યું છે.

Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન
Honey Production
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:14 PM
Share

મધમાખી ઉછેર કરનારાઓ અને સરકારના સામૂહિક પ્રયાસોને કારણે વર્ષ 2020-21માં દેશે ઉંચી છલાંગ લગાવી છે. મધનું ઉત્પાદન (Honey Production) 1.25 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. જ્યારે 2013-14માં તે માત્ર 76,150 મેટ્રિક ટન હતું. ખેડૂતોની આવક વધારવા માટે મધમાખી ઉછેરને સહાયક ક્ષેત્ર ગણાવતા કૃષિ મંત્રી(Minister of Agriculture)એ કહ્યું કે મધુર ક્રાંતિ લાવવા માટે મધ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે આમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

તોમર ગુરુવારે નાગાલેન્ડમાં સેન્ટ્રલ હોર્ટિકલ્ચર ઈન્સ્ટિટ્યૂટમાં આયોજિત મધમાખી ઉછેર કરતા લોકોની કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ રીતે જોડાયેલા મંત્રીએ રાજ્ય સરકારો પાસેથી એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે તમામ સુવિધાઓનો લાભ લઈને મધમાખી ઉછેર કરનારા ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળવા જોઈએ. ખેડૂતોને તેમના ઉત્પાદનોના મહત્તમ ભાવ મળવા જોઈએ.

નિકાસમાં વધારો

કૃષિ મંત્રીએ કહ્યું કે મધની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2020-21માં 60 હજાર મેટ્રિક ટન મધની નિકાસ કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2013-14માં તે માત્ર 28 હજાર મેટ્રિક જેટલો હતો. તેમણે કહ્યું કે 10 હજાર નવા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) બનાવવાની યોજના હેઠળ મધ ઉત્પાદક ખેડૂતોના FPOની પણ રચના કરવામાં આવી રહી છે. મધનું યોગ્ય પરીક્ષણ કરવા માટે દેશમાં ઘણી જગ્યાએ લેબની સ્થાપના કરવામાં આવી છે અને પ્રોસેસિંગની સુવિધા પણ વધારવામાં આવી રહી છે.

મસાલાની ખેતી માટે ઉત્તરપૂર્વ આદર્શ છે

તોમરે કહ્યું કે પૂર્વોત્તર ક્ષેત્રની આબોહવા ખેતી માટે અનુકૂળ છે. આ વિસ્તાર બાગાયતી પાકો ખાસ કરીને ફળો અને શાકભાજી, ફૂલો અને મસાલાની ખેતી માટે આદર્શ છે. સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચર, નાગાલેન્ડની સ્થાપના ઉત્તર-પૂર્વ ક્ષેત્રના નાના અને સીમાંત ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ સંસ્થા બાગાયતના વિકાસ અને ખેડૂતોના ઉત્થાન માટે રાજ્ય સરકાર, FPO અને અન્ય હિતધારકો સાથે મળીને સારી રીતે કામ કરી રહી છે.

નાના ખેડૂતોની આવક વધારવા પર ભાર

કૃષિ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાનનો ભાર નાના અને મધ્યમ ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા, તેમને બેંકો દ્વારા સરળ લોન આપવા, તેમના માટે કૃષિમાં નફો વધારવા પર છે. આ સંબંધમાં દર વર્ષે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને આવક સહાય તરીકે છ હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકાર નાના ખેડૂતોની આવક વધારવા અને તેમની પ્રગતિ માટે સતત પ્રયાસ કરી રહી છે.

ખેડૂતોને મીની કીટ આપવામાં આવી

કાર્યક્રમમાં ખેડૂતોના ઉત્પાદનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતીમાં નવા પ્રયોગો કરવા માટે મીની કીટ આપવામાં આવી હતી. તાલીમાર્થી ખેડૂતો દ્વારા બનાવેલ ઉત્પાદનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક અહેવાલ – ટેકનિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય બાગાયત સંસ્થાના નિયામક ડૉ. એન.કે. પટલે, કૃષિ અને બાગાયત કમિશ્નર ડૉ. એસ.કે. મલ્હોત્રા, છોડની વિવિધતા અને ખેડૂત અધિકાર સંરક્ષણ પ્રાધિકરણના અધ્યક્ષ ડૉ. કે.વી. પ્રભુ અને સેંકડો મધમાખી ઉછેરકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Mustard Farming: ખેડૂતો રાયડાની ખેતી માટે અપનાવો આ 5 સરળ ટિપ્સ, મળશે જોરદાર ઉત્પાદન

આ પણ વાંચો: Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">