AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metabolismને ઝડપી બનાવવા માંગો છો તો આ મસાલા આજે જ ખાવાનું શરુ કરો, વજન ઘટાડવામાં મદદ કરશે

Metabolism Booster:વજન ઘટાડવા માટે ચયાપચયમાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેટાબોલિઝમ વધારવા માટે તમે ડાયટમાં કેટલાક મસાલા પણ સામેલ કરી શકો છો. આ તમને ઝડપથી વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

Metabolismને ઝડપી બનાવવા માંગો છો તો આ મસાલા આજે જ ખાવાનું શરુ કરો,  વજન ઘટાડવામાં મદદ કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 4:04 PM
Share

Metabolism Booster: વજન ઘટાડવા માટે સારું ચયાપચય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે લોકોનું મેટાબોલિઝમ નબળું પડી જાય છે. જો તમે મેટાબોલિઝમ વધારવા માંગતા હોવ તો તમે તમારા આહારમાં કેટલાક મસાલા પણ સામેલ કરી શકો છો. આ મસાલા ઝડપી વજન ઘટાડવામાં પણ મદદ કરશે. આ મસાલાઓને તમે તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો. આ મસાલામાં અન્ય ઘણા પોષક તત્વો પણ હોય છે. તેથી, મેટાબોલિઝમ વધારવાની સાથે, તેઓ સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદાઓ આપવાનું પણ કામ કરે છે.

આ પણ વાંચો : શું તમે પણ તરબૂચ ખાધા પછી આ કામ કરો છો ? જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાતો

તજ

તજમાં એન્ટી-ઈન્ફ્લેમેટરીની સાથે એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. તજ ખાવાથી તમારું વજન ઝડપથી ઘટશે. તજ તમારા ચયાપચયને ઝડપી બનાવે છે. તમે કઢી બનાવવા માટે તજનો ઉપયોગ કરી શકો છો.

લાલ મરચું

લાલ મરચામાં કેપ્સેસીન હોય છે. તેમાં થર્મોજેનિક ગુણધર્મો છે. આ તમને ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. લાલ મરચાથી તમે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો. આ સાથે તમારા હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. લાલ મરચું ઝડપથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

વરીયાળી

વરિયાળી એ ઠંડક આપતો મસાલો છે. વરિયાળીમાં વિટામીન A, C અને D ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. આ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પાચન તંત્રને સુધારવાની સાથે તે ઝડપથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

મેથી

મેથીમાં ફાઈબર હોય છે. જે વધુ ખાવાની ઇચ્છા ઘટાડે છે. તેમાં રહેલા ફાઈબરને કારણે તમારું પેટ ભરેલું લાગે છે. તેનાથી તમને ભૂખ ઓછી લાગે છે. તેમાં રહેલા ગુણો તમને ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે. આ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

એલચી

એલચીથી તમને કબજીયાતની સમસ્યામાંથી રાહત મળશે. જે તમને ઝડપથી વજન ધટાડવામાં મદદ કરશે.

હળદર

હળદરમાં કરક્યૂમિન હોય છે. હળદરમાં હાજર ગુણ તમને ઝડપથી વજન ધટાડવામાં મદદ મળશે. જેનાથી તમારા પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">