ઊંચી હીલ પહેરનારાઓ માટે મોતનું જોખમ વધારે, એક સંશોધનમાં સામે આવ્યું કારણ

માપ કરતા નાના શૂઝ પહેરવાથી સ્વાસ્થ્યને મોટુ નુકસાન પહોંચી શકે છે. હાડકાની સંરચનામાં પણ બદલાવ થવાની શક્યતા છે.

ઊંચી હીલ પહેરનારાઓ માટે મોતનું જોખમ વધારે, એક સંશોધનમાં સામે આવ્યું કારણ
High Heels Sandals
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Nov 06, 2021 | 2:10 PM

સામાન્ય રીતે આપણે આપણા શૂઝ (Shoes) કે સેન્ડલને માત્ર દેખાવ અને કમ્ફર્ટની દ્રષ્ટિએ જ પસંદ કરતા હોઇએ છીએ પરંતુ, શુ તમે જાણો છો કે તેનું સ્વાસ્થ્ય (Health) ની દ્રષ્ટિએ પણ મહત્વ છે. જો યોગ્ય શૂઝ કે સેન્ડલ પસંદ કરવામાં ન આવે તો વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે? આ કારણ એક વૈજ્ઞાનિક (scientist) સંશોધનમાં બહાર આવ્યુ છે. મોટે ભાગે માતા-પિતા પોતાના બાળકોને નાની ઊમરથી જ નાના શૂઝ પહેરાવવાનું શરુ કરી દે છે. જેનો ભોગ બાળકો ગમે ત્યારે બની શકે છે. માતા-પિતાને આ વાતનું જરા પણ ધ્યાન હોતુ નથી.

બાળકોને સમયાંતરે શૂઝ બદલવા જરુરી બાળકોની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થતી હોય છે. જેથી બાળકોનું થોડા થોડા સમયાંતરે શૂઝ બદલવુ ખૂબ જરૂરી બને છે. બાળકો આખો દિવસ રમવામાં વ્યસ્ત રહેતા હોવાથી પણ બાળકોના શૂઝની સાઇઝ બદલાઇ હોવાની જલ્દીથી જાણ થતી નથી. જે આગળ જતા જોખમી બને છે.

મહિલાઓ માટે ઊંચી હીલ નુકસાનકારક મહિલાઓ મોટે ભાગે ઊંચી હીલ વાળા સેન્ડલ પહેરવાનું પસંદ કરે છે જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. હીલવાળી સેન્ડલથી કરોડરજ્જુને નુકસાન પહોંચી શકે છે. કેટલાક કેસમાં એવુ પણ જોવા મળે છે કે રેગ્યુલર કોઇ મહિલા ઊંચી હીલ પહેરે છે તો તેના કરોડરજ્જુમાં બદલાવ આવી જાય છે. બાદમાં મહિલાને કોઇક વાર ઊંચી હીલ વગર જો ચાલવુ પડે તો તેને કમરનો દુખાવો થવા લાગે છે. તે હીલ વિના ચાલી શકતી નથી.

વૃદ્ધોને રબરના ચપ્પલથી નુકસાન સંશોધનમાં કહેવામાં આવ્યુ છે કે વૃદ્ધોને સૌથી વધુ નુકસાન રબરના ચપ્પલથી છે. જે મોટાભાગના લોકોના ઘરમાં જોવા મળે જ છે. રબરના ચપ્પલથી પગ જલ્દી લપસી જઇ શકે છે. જે વૃદ્ધો માટે ખૂબ નુકસાનકારક છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે મોટા ભાગના લોકો બાથરુમમાં આ જ પ્રકારના રબરના ચપ્પલ પહેરે છે અને બાદમાં લપસી જવાથી મૃત્યુ પામે છે.

શોધમાં સલાહ સંશોધન બાદ સલાહ આપવામાં આવી છે કે કોઇપણ વ્યક્તિ પછી તે બાળક હોય મહિલા કે પછી વૃદ્ધ તેમણે છ છ માસના અંતરે પોતાના શૂઝ બદલતા રહેલા જોઇએ. જેથી હાડકાને લગતી કોઇ સમસ્યા ન આવે અને સ્લીપ થઇને પડી જવાની શક્યતા પણ ઓછી રહે.

આ પણ વાંચો: Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

આ પણ વાંચો: Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati