Health Tips: રસોઈની રાણી ‘હિંગ’ છે આરોગ્ય માટે પણ સારી, તેના આ ફાયદા વિશે તમે પણ નહીં જાણતા હોવ

HELATH : રસોઈમાં હીંગને લગભગ દરેક શાક અને કઠોળમાં ઉમેરવામાં આવે છે અને તેનો ઉપયોગ દરરોજ કરવામાં આવે છે. હીંગ ભોજનનો સ્વાદ બદલી નાખે છે.

Health Tips: રસોઈની રાણી ‘હિંગ’ છે આરોગ્ય માટે પણ સારી, તેના આ ફાયદા વિશે તમે પણ નહીં જાણતા હોવ
Hing health benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:51 AM

HELATH : ભારતના કોઇપણ રાજ્યમાં જુઓ તો લોકોના ઘરમાં રસોડામાં ઘણા પ્રકારના મસાલા જોવા મળશે. આયુર્વેદની દૃષ્ટિએ આ મસાલાઓ ઘણા મહત્વના છે. આ મસાલાઓ ખોરાકનો સ્વાદ વધારે છે. આ સાથે તેઓ અનેક રોગોમાં પણ ઉપયોગી છે. રસોડામાં રહેલા કોઈપણ મસાલા, પછી તે અજમા હોય, હળદર હોય અથવા હીંગ હોય. આ બધા મસાલા એવા છે કે તેનો ઉપયોગ અમુક પ્રકારના રોગના નિવારણમાં થાય છે.

રસોઈની રાણી ‘હિંગ’

રસોઈમાં હીંગને લગભગ દરેક શાક અને કઠોળમાં ઉમેરવામાં આવે છે અને તેનો ઉપયોગ દરરોજ કરવામાં આવે છે. હીંગ ભોજનનો સ્વાદ બદલી નાખે છે. માત્ર એક ચપટી હિંગ તમારા ખોરાકનો સ્વાદ બદલી નાખે છે, આથી જ હિંગને રસોઈની રાણી કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ હીંગ તમારા આરોગ્ય માટે અનેક રીતે ફાયદો કરી શકે છે? અમે તમને જણાવીએ હીંગના કેટલાક ફાયદાઓ વિશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

1.કાનના દુખાવામાં રાહત આપે

શિયાળાની ઋતુમાં વારંવાર ઠંડી લાગવાને કારણે કાનમાં દુખાવો થવા લાગે છે. આ સ્થિતિમાં મોટાભાગે કાનના ટીપાંનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમને આ માટે કોઈ ઘરગથ્થું ઉપાય કરવા ઈચ્છતા હો તો તમે હીંગનો ઉપયોગ કરી શકો છો. હીંગમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને એન્ટિ બાયોટિક ગુણધર્મો છે, જે કાનના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. કાનના દુખાવામાં ઉપયોગ કરવા માટે એક વાસણમાં બે ચમચી નાળિયેર તેલ નાંખો અને ત્યારબાદ તેમાં એક ચપટી હિંગ ઉમેરીને ધીમી આંચ પર ગરમ કરો અને ગેસ પરથી ઉતારી લો. જ્યારે તે ઠંડુ થાય ત્યારપછી તેના થોડા ટીપાંને કાનમાં નાખો. આનાથી કાનના દુખાવામાં ઘણી રાહત મળે છે.

2. પેટ સંબંધી સમસ્યાઓમાં રાહત

પેટમાં દુખાવો અને ગેસ થવાની ફરિયાદો ખૂબ સામાન્ય છે. રસોઈમાં હિંગનો ઉપયોગ કરવાથી પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, ગેસ થવો, અપચો થવો, આંતરડા સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.

3.માથાના દુખાવા માટે અકસીર

માથાના દુખાવામાં હિંગ અકસીર ઈલાજ છે. હિંગમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણધર્મો હોય છે જે માથાની નસોમાં સોજો ઓછો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને આનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

4.શરદી, ઉધરસમાં હિંગ અસરકારક

શિયાળામાં લોકોને શરદી અને ઉધરસની મોટી સમસ્યા રહે છે. હીંગમાં રેહલા એન્ટીવાયરસ તત્વો શરદી અને ઉધરસમાં રાહત આપવાનું કામ કરે છે.

5. બ્લડ પ્રેશરને જાળવે છે

હીંગ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. હિંગમાં રહેલું કોમરીન્સ તત્વ લોહીને પાતળું કરે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.

6.ડાયાબિટીસમાં ઉપયોગી

બ્લડ શુગર લેવલ ઓછુ કરવામાં હિંગ મહત્વનો ભાગ ભજવે છે. રસોઈમાં નિયમિત હિંગનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળે છે.

7.દાંતના દુખાવામાં રાહત આપે છે

હિંગમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટસ અને દર્દ નિવારક તત્વો દાંતના દુખાવામાં રાહત આપે છે. ગરમ પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. દાંતના દુખાવામાં હિંગ અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવાથી રાહત મળે છે.

આ પણ વાંચો: કોરોનાથી સાજા થયેલા લોકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર, જાણો શું છે તેની પાછળનું કારણ ?

આ પણ વાંચો: શા માટે મચ્છર અમુક લોકોને વધારે કરડે છે ? જાણો મચ્છર સાથે જોડાયેલી અજાણી વાતો

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
g clip-path="url(#clip0_868_265)">