કોરોનાથી સાજા થયેલા લોકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર, જાણો શું છે તેની પાછળનું કારણ ?
કોરોનાની સારવાર માટે આપવામાં આવતા સ્ટેરોઈડ ડાયાબિટીસને આમંત્રણ સમાન સાબિત થઈ રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે.
Corona Cause Diabetes : જ્યારે કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું હતું, ત્યારે નિષ્ણાંતો દ્વારા ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને વધારે તકેદારી રાખવાનું કહેવામાં આવતુ હતુ. હવે આ જ વાત બીજી રીતે પણ સાચી સાબિત થઈ રહી છે. હવે કોરોનાથી સાજા થયેલા લોકોમાં ડાયાબિટીસનું (Diabetes) જોખમ વધી રહ્યુ છે.
કોરોનાની સારવાર માટે આપવામાં આવતા સ્ટેરોઈડ ડાયાબિટીસને આમંત્રણ સમાન સાબિત થઈ રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં શુગરનું (Sugar Level) પ્રમાણ વધી જાય છે. આવા લોકોને દર છ મહિને તેમના શુગર લેવલની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત જેમના પરિવારના સભ્યોને ડાયાબિટીસ છે, તેમણે પણ તપાસ કરાવવી આવશ્યક છે.
આ કારણે યુવાનો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે
ડોક્ટરોનું કહેવુ છે કે, નોંધપાત્ર સંખ્યામાં મુંબઇ-પુણે (Pune) જેવા શહેરોમાં કોરોનાથી સાજા થયેલ દર્દીઓના શરીરમાં શુગર લેવલ વધુ જોવા મળી રહ્યુ છે. ઉપરાંત ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા પણ વધી છે. નવા દર્દીઓમાં મોટાભાગના દર્દીઓ કોરોનાથી સાજા થયેલ હોવાનુ જાણવા મળ્યુ છે.
કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા સ્ટેરોઇડ્સ શરીરમાં શુગર લેવલ વધારે છે
આવા લોકોને વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, શરીરની ઇજાઓ કે ઘા રૂઝાવવામાં લાગતો સમય, થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્ટેરોઇડ્સ (Steroids) અને ઇન્સ્યુલિન આધારિત સારવારને કારણે ડાયાબિટીસનું જોખમ વધી ગયું છે. જનરલ ફિઝિશિયન ડૉ. સંજય નાગરકરના જણાવ્યા અનુસાર, કોરોનાની અસરથી લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ તે ડાયાબિટીસને આમંત્રણ આપે છે.
ડાયાબિટીસથી બચવા કોરોનાથી સાજા થયેલ દર્દીઓએ શું કરવુ ?
પેથોલોજી નિષ્ણાતોનું કહેવું છે કે, ડાયાબિટીસની સમસ્યા કોરોનાની પહેલી લહેરની (First Wave) સરખામણીએ બીજી લહેરમાં વધુ જોવા મળી છે. ખાસ કરીને જેઓ કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા, તેઓએ ડાયાબિટીસથી બચવા માટે કેટલાક વિશેષ પગલાં લેવા જોઈએ. જેમાં જંક ફૂડ (Junk Food) ખાવાનું ટાળવું જોઈએ, પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. નિયમિત કસરત કરવી પણ જરૂરી છે. નિયમિત ચેક-અપ કરાવવાથી તેને અમુક હદ સુધી અટકાવી શકાય છે.
આ પણ વાંચો: World Diabetes Day: સુગર કંટ્રોલ કરવા માટે પીવો આ 4 જ્યુસ, રહેશો એકદમ ફીટ
આ પણ વાંચો: Kutch: જિલ્લામાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાનો રાફડો ફાટ્યો