AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના […]

વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:39 PM
Share

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના ગજબના ફાયદા :

હાડકાં માટે ફાયદાકારકઃ ટામેટાના સુપમાં વિટામિન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં મજબૂત રાખે છે. આ ઉપરાંત શરીરમાં લાઇકોપિનનું કમી હાડકા પર તણાવ વધારે છે અને ટામેટામાં પૂરતી માત્રામાં લાઈકોપીન હોય છે જે હાડકાં માટે સારું ગણાય છે.

દિમાગને રાખે છે તંદુરસ્ત : ટામેટામાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ પણ જોવા મળે છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. અને દિમાગને મજબૂતી પણ આપે છે.

વિટામિનની કમીને ઓછું કરે : ટામેટા સુપમાં સારી માત્રામાં હોય વિટામીન એ અને સી આવેલા છે. જે ટીસયુના વિકાસ માટે જરૂરી હોય છે. એવું માનવામાં આવે છે કે શરીરમાં રોજ 16 ટકા વિટામિન એ અને 20 ટકા વિટામિન સી ની જરૂર હોય છે. એવામાં ટામેટાનો સુપ આ જરૂરત પૂરી કરે છે.

વજન ઓછું કરે છે ટામેટા અને જો ઓલિવ ઓઈલથી બનાવવામાં આવે છે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કારણ કે તેમાં પાણી અને ફાયબરની માત્રા વધારે હોય છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

કેન્સરના ખતરાને પણ ઓછુ કરે છે ટામેટાના સુપમાં લાઈકોપીન અને કૈરોટીનોઈડ જેવા એન્ટિ ઓક્સીડેંટ હોય છે જેનાથી કેન્સરની અસર ઓછી થઈ જાય છે.

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે : ડાયાબિટીસના દર્દીઓને ડાયટમાં ટામેટાનું સૂપ જરૂર લેવું જોઈએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

રક્ત પ્રવાહને વધારે છે : તેમાં સેલેનિયમ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે. જેનાથી એનિમિયાનો ખતરો ઓછો થઇ જાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
g clip-path="url(#clip0_868_265)">