Side Effect Of Tea : વધારે ચા પીવી જોખમકારક છે, પેટથી હૃદય સુધી થાય છે અસર

Side Effect Of Tea : ચામાં કેફીન અને ટેનીન જેવા તત્વો વધુ પ્રમાણમાં ખોરાક જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી દિવસમાં મર્યાદિત માત્રામાં ચા પીઓ.

Side Effect Of Tea : વધારે ચા પીવી જોખમકારક છે, પેટથી હૃદય સુધી થાય છે અસર
Tea
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 13, 2021 | 7:08 AM

Side Effect Of tea : એલચી અને આદુ તેમજ મસાલાવાળી કડક ચાની ચૂસકીમાં જેટલો આનંદ મળે છે. એટલું જ શરીરને નુકસાન પણ થાય છે. માર્યાદિત માત્રામાં ચા પીવી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વધુ માત્રામાં ચા પીવી આપણા શરીર માટે નુકસાન થાય છે. આવો જોઈએ વધારે ચા પીવાથી આપણા શરીરને ક્યાં ક્યાં નુકસાન થાય છે.

આયર્ન અને પ્રોટીન ચામાં ટેનીન નામનું તત્વ મોટા પ્રમાણમાં હોય છે. આનાથી શરીરમાં આયર્ન અને પ્રોટીન ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી થાય છે. તેથી વધારે પ્રમાણમાં ચા પીવાનું ટાળવું જોઈએ. દિવસમાં બે થી ત્રણ કપ ચા પુરતી છે.

એન્ટિબાયોટિક્સ દવાની અસર ઓછી થાય છે ચા એન્ટીબાયોટીક્સ દવાની અસર ઘટાડે છે. એક રીપોર્ટ મુજબ ચા કીમોથેરાપી, ક્લોઝાપીન દવાઓનો પ્રભાવ ઘટાડે છે. જો તમે એન્ટીબાયોટીક્સ દવા લેતા હો તો તમારે ચા પીવાનું ટાળવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

પેટ સંબંધી સમસ્યાઓ વધારે પ્રમાણમાં ચાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે. વધારે ચા પીવાથી પાચક શક્તિ અસંતુલિત થાય છે અને એસિડિટી, કબજિયાત, પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

ગર્ભપાતનું જોખમ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે ચા પીવી હાનિકારક સાબિત થઈ શકે છે. ચામાં કેફીન વધુ માત્રામાં હોય છે જેને ગર્ભમાં રહેલું બાળક પચાવી શકતું નથી જેના કારણે ગર્ભપાતનું જોખમ ઉભું થાય છે. આથી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન ચા પીવાનું ટાળવું જોઈએ.

ચક્કર આવવા વધારે માત્રામાં ચા પીવાથી ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે. ચામાં કેફીન વધુ માત્રામાં હોય છે, આથી વધુ પ્રમાણમાં ચા પીવાથી ચક્કર આવવા અને નબળાઇ જેવી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

હૃદયને લગતી ઘણી બીમારીઓ વધારે પ્રમાણમાં ચા પીવાથી હૃદયને લગતી ઘણી બીમારીઓને ઉભી થાય છે. વધારે ચા પીવાથી હૃદયના ધબકારા વધે છે અને સાથે જ હૃદયમાં બળતરા થવી તેમજ હૃદયને લગતી ઘણી બીમારીઓ થઇ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">