ચોખાના પાણીથી મોં ધોવાથી શું થાય? જાણો ત્વચા પર તેની અસર અને અદ્ભુત ફાયદા
ત્વચાને ચમકદાર અને ડાઘ-ધબ્બા વગરની બનાવવા માટે રાઈસ વોટર (ચોખાનું પાણી) એક બેસ્ટ નેચરલ ઉપાય માનવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, રોજ ચોખાના પાણીથી ચહેરો ધોવાથી તમારી સ્કિન પર કેવો જાદુઈ બદલાવ આવી શકે છે?

ત્વચાને ગ્લોઈંગ અને સાફ બનાવવા માટે લોકો તમામ પ્રકારના નુસખા અજમાવે છે. આ જ નુસખાઓમાંથી એક ચોખાના પાણીનો ઉપયોગ કરવાનો છે. રાઈસ વોટર એટલે કે ચોખાના પાણીને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા સ્કિન કેર પ્રોડક્ટ્સમાં પણ ઈન્ગ્રીડિયન્ટ (સામગ્રી) તરીકે ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
કોલેજન વધારવામાં બતાવી શકે છે ‘અસર’
હેલ્થલાઈનના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2013 માં એક સ્ટડી કરવામાં આવી હતી. તેમાં કેટલાક અઠવાડિયા સુધી રોજ ચહેરા પર ફર્મેન્ટેડ (આથો લાવેલું) રાઈસ વોટર લગાવીને જોવામાં આવ્યું.
રિસર્ચના પરિણામોમાં સામે આવ્યું કે, ચોખાનું પાણી સ્કિનના ઈન્ફ્લેમેશન (સોજો/બળતરા) ને ઓછું કરવામાં અને ક્યાંક ને ક્યાંક કોલેજનની અસરને વધારવામાં મદદ કરી શકે છે. કોલેજન સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
એન્ટી-એજિંગમાં બતાવી શકે છે ‘અસર’
કેટલાક અન્ય રિસર્ચમાં સામે આવ્યું કે, ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. આ ગુણ સ્કિનને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે. તેનાથી સ્કિન પર એજિંગના સાઈન જેમ કે ફાઈન લાઈન્સ અથવા કરચલીઓને ઓછી કરવામાં મદદ મળી શકે છે.
ડ્રાય સ્કિનમાં મળી શકે છે ‘રાહત’
જો તમારી ત્વચા ખૂબ ડ્રાય (શુષ્ક) રહે છે તો પણ રાઈસ વોટરનો ઉપયોગ ફાયદાકારક થઈ શકે છે. ચોખાનું પાણી ત્વચામાં ભેજને વધારવામાં મદદ કરે છે, જેનાથી સ્કિન ઓછી ખેંચાયેલી કે ડ્રાય જોવા મળે છે.
સ્કિન માટે કેવી રીતે તૈયાર કરવું ચોખાનું પાણી?
- ચોખાને સારી રીતે ધોઈ લો.
- હવે સાફ ધોયેલા ચોખામાં ફરી એકવાર પાણી ઉમેરો અને લગભગ 30 મિનિટ માટે રહેવા દો.
- નક્કી કરેલા સમય પછી પાણીમાંથી ચોખા અલગ કરી લો.
- તમે આ પાણીને કોઈ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો અને રોજ મોં ધોવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
- બીજી તરફ, જો તમારી પાસે વધારે સમય નથી તો તમે ચોખાને ઉકાળીને પણ વધેલા પાણીનો ઉપયોગ કરી શકો છો.
આ વાતોનું રાખો ધ્યાન
ચોખાનું પાણી ફાયદાકારક છે પરંતુ આ તમામ ફાયદા ત્યારે જ જોવા મળે છે, જ્યારે તમે નિયમિતપણે તેનો ઉપયોગ કરવામાં આવે. તેનાથી ડ્રાય સ્કિનની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળી શકે છે, સાથે જ સ્કિન પહેલાની સરખામણીમાં વધુ સોફ્ટ, ક્લીન અને ગ્લોઈંગ જોવા મળી શકે છે.
ધ્યાન રાખો કે, જો તમને સ્કિન સંબંધિત કોઈ સમસ્યા છે અથવા ચહેરા પર વધારે પિમ્પલ્સ છે, તો આ પ્રકારના નુસ્ખાને અજમાવતા પહેલાં એકવાર એક્સપર્ટની સલાહ જરૂર લો.
