Rajiv Dixit Health Tips: શું તમે પણ એક સાથે પાણી પીઓ છો તો ચેતી જજો, થઈ શકે છે 103 રોગ, રાજીવ દીક્ષિતે જણાવી પાણી પીવાની સાચી રીત, જુઓ Video

જે લોકો જમ્યા પછી પાણી પીવે છે. તેને 103 રોગો થાય છે. જેને તમે એસિડિટી કહો છો. જે લોકો જમ્યા પછી તરત જ પાણી પીવે છે. તેમને 101% નહિં, 201% પણ નહિ, પણ તેમને 1000% એસિડિટી થાય છે. આજે નહીં તો બે-પાંચ વર્ષ પછી થવાની જ છે. છાતીમાં બળતરાની સાથે એસિડિટી થશે અને જો તે આગળ વધે તો ગળામાં, પછી આખા શરીરમાં બળતરા થાય છે અને જો આ આગ ફેલાઈ જાય તો પિત્ત બગડે છે.

Rajiv Dixit Health Tips: શું તમે પણ એક સાથે પાણી પીઓ છો તો ચેતી જજો, થઈ શકે છે 103 રોગ, રાજીવ દીક્ષિતે જણાવી પાણી પીવાની સાચી રીત, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 7:00 AM

જો શરીરમાં પિત્ત બગડી જાય તો શરીરમાં તકલીફ આવે છે. ઉદાહરણ તરીકે, રસોડામાં ખીર બનાવવા માટે દૂધ અને ચોખા રાંધતી વખતે, આગ સળગતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે, ખોરાક ખાધા પછી, આપણા શરીરમાં અગ્નિ સળગે છે, અને તે ખોરાકનું પાચન કરે છે. અને જ્યારે આપણે પાણી પીએ છીએ, ત્યારે તે આગ બંધ થઈ જાય છે, અને પછી આપણો ખોરાક પચતો નથી, તે સડી જાય છે. પાણી અને અગ્નિ ભળતા નથી. તેથી જ તેનો સાદો અર્થ એ છે કે ખોરાક ખાધા પછી પાણી ન પીવું જોઈએ. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવ છે, તેમને અનેક રોગોના ઘરેલું ઉપાય જણાવ્યા છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips : જાણો કયું પાણી પીવા માટે છે સૌથી સારું, રાજીવ દીક્ષિતે જણાવી RO પાણીની વાસ્તવિકતા, જુઓ Video

જમ્યાના દોઢ કલાક પછી પાણી પીવું જોઈએ, યાદ રાખો કે દોઢ કલાક પછી જ પાણી પીવાનું છે. પરંતુ પાણી કેવી રીતે પીવું તે ખૂબ મહત્વની બાબત છે. હવે તમે સામાન્ય રીતે પાણી કેવી રીતે પીવો છો, મોંમાં પાણી ભરેલો ગ્લાસ રાખી એક જ વારમાં ઘટ ઘટ પીધું, એક જ વારમાં ગ્લાસ પૂરો કર્યો. કેટલાક લોકો મોઢા ખોલે છે, અને પાણી ઉચેથી મોઢામાં એક સાથે ધાર કરે છે અને એકસાથે પાણી પીવે છે. આ બંને પદ્ધતિઓ ખૂબ જ ખોટી છે. જો તમે ઘટ ઘટ કરી પાણી પાણી પીતા હશો તો તમારા શરીરમાં ચોક્કસપણે ત્રણ રોગો આવવાના છે, પહેલો એપેન્ડિસાઈટિસ, બીજો હર્નીયા (આંતરડાનો પ્રોલેપ્સ) અને ત્રીજો હાઈડ્રોસીલ. આ હર્નીયા મોટે ભાગે એવા લોકોને આવે છે જેઓ એક જ ઘુટમાં સમગ્ર પાણી પીવે છે અને જે હાઈડ્રોસીલ છે, તે અમુક ઉંમર પછી આવે છે, ખાસ કરીને પુરુષોમાં આવે છે. હર્નીયા માતાઓમાં પણ થાય છે પરંતુ આ હાઈડ્રોસીલ પુરુષોનો રોગ છે. આ ત્રણેય રોગ ચોક્કસપણે એવા લોકોને થાય છે, જેઓ આખો લોટા અથવા એક ગ્લાસ પાણી એક સાથે પી લે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ઘુટડે ઘુટડે કરીને તે જ સાચી રીત છે

મતલબ કે એકસાથે પાણી પીવું સારું નથી, તો તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે પાણી કેવી રીતે પીવું. તો અમે તમને રાજીવ દીક્ષિતે જણાવેલી પદ્ધતિ જણાવીએ છીએ. જે પાણી પીવાનો શ્રેષ્ઠ નિયમ છે. આયુર્વેદમાં પાણી પીવાની સાચી રીત જણાવવામાં આવી છે જે રીતે તમે ચા પીઓ છો, જેમ તમે કોફી પીઓ છો અને જેમ તમે ગરમ દૂધ પીઓ છો. ઘુટડે ઘુટડે કરીને તે જ સાચી રીત છે. એક ચુસ્કી લીધી, પછી થોડી વાર પછી બીજી ચુસ્કી લીધી, પછી થોડી વાર પછી ત્રીજો ચુસ્કી મારો.

તમે કહેશો કે આવું પાણી પીવામાં ઘણો સમય લાગશે. કોઈ વાધો નય, થોડો સમય લાગશે, બહુ નહીં. આ સમય બચાવશો નહીં, નહીં તો આ બચાવેલો સમય હોસ્પિટલમાં જશે અને સમય એકલો નહીં જાય, તેની સાથે પૈસા પણ લઈ જશે. જો તમારે 15 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે અથવા તમારે એક મહિના સુધી રહેવું પડશે તો પૈસા અને સમયનો પણ બગાડ થશે. તો શા માટે તમે અત્યારે સમય બચાવવાના ચક્કરમાં છો? ચુસ્કી ભરીને પાણી પીવો, આરામથી પાણી પીવો.

મોઢાની લાળ પાણી સાથે ભળી જશે

શું તમે ક્યારેય નાના બાળકોને જોયા છે, તેઓ તેમના મોંઢાને સંપૂર્ણ રીતે પાણીથી ભરે છે અને એક સમયે એક ઘૂંટ પાણી પીતા હોય છે, પાણીને તે આખા મોંમાં ચક્કર લગાવે છે. તમને લાગશે કે તે મજા કરી રહ્યો છે પણ તેને મજા નથી આવી રહી, તે ખૂબ જ સાયન્ટિફિક છે, આ સૌથી સારો રસ્તો છે  તમારા મોંની લાળ પાણી સાથે ભળી જશે અને શરીર દ્વારા શોષાય છે. અંદર જશે અને તમે પહેલાથી જ જાણો છો કે મોંની લાળ આલ્કલાઇન છે, જે પેટમાં છે, તે એસિડ છે, જ્યારે એસિડ અને આલ્કલી મળે છે, ત્યારે તેઓ શરીરને તટસ્થ બનાવે છે, જે સૌથી સારી સ્થિતિ છે.

પાણી સાથે મોંમાં જેટલી વધુ લાળ જાય છે. એટલી હદ સુધી એસીડ સાથે તેનું કોમ્બિનેશન સારું રહેશે, એટલી જ ગુણવત્તા શરીરમાં આવશે. એટલા માટે પાણી પીવું જોઈએ, પાણીને એક વાર મોઢામાં ભરી લો. થોડીવાર તેને મોઢામાં ફેરવો, જેથી તેમાં લાળ ભળી જાય, પછી તેને પેટમાં ઉતારી લો. આ સૌથી સારો રસ્તો છે.

જમ્યાના દોઢ કલાક પછી પાણી પીવું જોઈએ. આ પહેલો નિયમ છે અને બીજો નિયમ છે કે તમારે હંમેશા પાણીને ચુસકીઓથી પીવું જોઈએ, સિપ બાય સિપ પીવું જોઈએ, એક જ વારમાં  ગટ ન પીવું જોઈએ. જો તમે ધ્યાન આપો, તો પ્રાણીઓ જેટલું ધીમા પાણી પીવે છે, તેટલા વધુ ચપળ અને ફિટ છે. તમે ઘણા એવા પ્રાણીઓ જોયા હશે જે જીભ ચાટીને પાણી પીવે છે. સિંહ,  કૂતરા, વરુ આ બધા જ જીભ ચાટીને પાણી પીવે છે અને તેમની ચપળતા અને ત્વરા એટલી તીવ્ર છે કે તમે ઘણી વખત જોયા જ હશે.

ઓછામાં ઓછું થોડું થોડું પી શકો છો

શું તમે જાણો છો કે ચિત્તા રાજધાનીની ઝડપે દોડી શકે છે, રાજધાની 140 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, આ ચિત્તાની ન્યૂનતમ ગતિ છે. તે પાણીને ચાટીને પીવે છે કારણ કે ચાટીને પાણી પીવાથી શરીરમાં ચુસ્તી અને ચપળતા આવે છે. પણ તમે કહેશો કે અમે પી શકતા નથી. તમે ઓછામાં ઓછું થોડું થોડું પી શકો છો. આથી પાણીને મોઢમાં થોડા સમય રાખો અને પછી ઘુટ ઘુટ પીવો.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">